ગુજરાત પોલીસના જવાનોએ રંગ રાખ્યો, 42મી માસ્ટર નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં જીત્યા 5 ચંદ્રકો
આ સ્પર્ધામાં ગુજરાત - વડોદરા પોલીસ દળના (Vadodara Police Force)રમતવીર જવાનોના પ્રદર્શન અંગે જાણકારી આપતાં પોલીસ અધિકારી અરુણ મિશ્રાએ જણાવ્યું કે સ્પર્ધાની શાનદાર અને શિસ્તબદ્ધ માર્ચપાસ્ટમાં ગુજરાતની ટીમે બીજું સ્થાન મેળવીને રનર્સ અપની ટ્રોફી જીતી છે.
Vadodara: હાલમાં ચેન્નાઇ ખાતે 42મી માસ્ટર નેશનલ એથલેટિક ચેમ્પિયનશિપ(National Athletic Championship) યોજાઇ ગઈ. જેમાં દેશના 29 રાજ્યોના રમતવીરોએ વિવિધ રમત સ્પર્ધાઓમાં જોશભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોમાં સેના અને પોલીસના (POLICE) જવાનો ઉપરાંત રમતવીર નાગરિકોએ રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં ગુજરાત – વડોદરા પોલીસ દળના (Vadodara Police Force)રમતવીર જવાનોના પ્રદર્શન અંગે જાણકારી આપતાં પોલીસ અધિકારી અરુણ મિશ્રાએ જણાવ્યું કે સ્પર્ધાની શાનદાર અને શિસ્તબદ્ધ માર્ચપાસ્ટમાં ગુજરાતની ટીમે બીજું સ્થાન મેળવીને રનર્સ અપની ટ્રોફી જીતી છે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ શેરજમાન બલોચે 400 મીટરની રેસમાં બીજા સ્થાને રહીને વ્યક્તિગત રજત પદક પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે.
જ્યારે 4/400 મીટરની ટીમ રીલે રેસમાં (Relay race)ગુજરાતની ટીમે દ્વિતીય સ્થાને રહીને રજત ચંદ્રકો (Silver medals)જીત્યા છે. વિજેતા ટીમના સદસ્યોમાં એ.એસ.આઇ. સલીમભાઈ ઇબ્રાહીમભાઇ કુલાડ, હેડ કોન્સ્ટેબલ દીપકકુમાર જબ્બરસિંગ રાજપૂત, હસન ઇબ્રાહિમ કુલાડ અને પોલીસ કોન્સ્ટેબલ નિશાંત શિવાજી સેલારનો સમાવેશ થાય છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાથી જવાનોને મેડલ જીતવા માટે કેવી રીતે મહેનત કરવી અને કેવા કૌશલ્યો કેળવવા અને સફળ જવાનો સાથે સંવાદનો લાભ મળ્યો છે. જે ભવિષ્યમાં રમત મેદાનમાં સફળતા માટે માર્ગદર્શક બની રહેશે એવી લાગણી અરુણ મિશ્રાએ વ્યક્ત કરી છે.
અરુણ મિશ્રા ગોળાફેંકમાં છટ્ઠા સ્થાને રહ્યાં હતા. જ્યારે 200/400 મીટર દોડમાં અધવચ્ચે પગ ખેંચાઈ જવાથી ઇજાગ્રસ્ત થતાં સ્પર્ધા છોડવી પડી હતી. ટીમ ઈન્ચાર્જ અરુણ મિશ્રાએ જણાવ્યું કે પોલીસ વિભાગમાં રાત દિવસ બંદોબસ્ત,રાત્રી ફરજો સહિતની કપરી ફરજો અદા કરવી જરૂરી છે.તેની વચ્ચે સમય કાઢીને અને ઉપલબ્ધ સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને પોલીસ રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રયત્નશીલ રહે છે અને શક્ય તેટલું ઉત્તમ પ્રદર્શન કરે છે.થોડીક વધુ સુવિધાઓ અને અનુકૂળતા મળે તો વધુ બહેતર સિદ્ધિઓ મળે તેવો અમને વિશ્વાસ છે.
આ પણ વાંચો :IPL 2022: KL Rahul એ મચાવી દીધી ધમાલ, ફટકારી દીધી ફરી એકવાર શાનદાર અડધી સદી, આ મામલામાં સૌથી આગળ ભારતીય