જામનગરમાં ટ્રાફિક પોલીસ જવાને દાદાગીરીની હદ વટાવી, દિવ્યાંગ યુવકને માર મારતો VIDEO VIRAL

Jamnagar : ટ્રાફિકના નિયમ મુદ્દે પોલીસ અને દિવ્યાંગ યુવક વચ્ચે રકઝક થઈ હતી.આ દરમિયાન ટ્રાફિક જવાનને એટલો ગુસ્સો આવ્યો કે, યુવકને  ફડાકો ઝીંકી દીધો.

જામનગરમાં ટ્રાફિક પોલીસ જવાને દાદાગીરીની હદ વટાવી, દિવ્યાંગ યુવકને માર મારતો VIDEO VIRAL
Jamnagar traffic police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 10:38 AM

જામનગરમાં એક ટ્રાફિક પોલીસ જવાને (jamnagar police) દાદાગીરીની હદ વટાવી દીધી.શહેરના (jamnagar city)  નાગનાથ ગેઈટ નજીક ટ્રાફિક જવાને એક દિવ્યાંગ યુવક પર લાફાવાળી કરી દીધી.તમને જણાવી દઈએ કે, ટ્રાફિકના નિયમ મુદ્દે પોલીસ અને દિવ્યાંગ યુવક વચ્ચે રકઝક થઈ હતી.આ દરમિયાન ટ્રાફિક જવાનને (Traffic police)  એટલો ગુસ્સો આવ્યો કે, યુવકને  ફડાકો ઝીંકી દીધો. જો કે, વીડિયો (Video) સામે આવતા હવે ટ્રાફિક પોલીસ પર કાર્યવાહીની માગણી ઉઠી છે.વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રાફિક પોલીસ પોતાનો રૂઆબ  જમાવતો જોવા મળી રહ્યો છે. જો કે પોલીસે હાલ આ જવાનને સસપેન્ડ કરવામાં આવ્યો છે.

જુઓ વીડિયો

વડોદરામાં વિરુદ્ધ દ્રશ્યો જોવા મળ્યા

તો બીજી તરફ વડોદરાના (vadodara) માંજલપુર પોલીસ (Vadodara Police) મથક નજીક બિવકુલ વિરુધ્ધ દ્રશ્યો જોવા મળ્યા.માંજલપુર ગામથી લાલબાગ બ્રિજ નજીકના માર્ગ પર બુધવારે રાત્રે પોલીસ જવાન (police Constable) સાથે પતિ-પત્નીનો ઝઘડો થયો હતો. પોલીસ જવાન અશ્વિન ઝાલાની બાઈક આગળ ભૈરવી બ્રહ્મભટ્ટે એક્ટિવા મૂકીને દાદાગીરી શરૂ કરી.એટલુું જ નહીં પોલીસને માર પણ માર્યો.હાલ પોલીસે જવાન સાથે મારામારી કરનારા દંપત્તિ સામે ગુનો નોંધીને અટકાયત કરી છે.માંજલપુર પોલીસે લોમેશ અને ભૈરવી બ્રહ્મભટ્ટની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે દાખલ કરેલા ગુનામાં યુનિફોર્મમાં હોવા છતાં મારામારી અને સરકારી કામમાં રૂકાવટનો પણ ઉલ્લેખ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">