જામનગર બેઠક પર કોંગ્રેસે જે.પી. મારવિયાને ઉતાર્યા મેદાને, યુવા, પાટીદાર ચહેરા પર પસંદગી, ભાજપના પૂનમ માડમને આપશે ટક્કર

|

Mar 22, 2024 | 8:50 PM

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેર થઈ ગઈ છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમા જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે જે પી મારવિયાને મેદાને ઉતાર્યા છે, જેપી મારવિયા ભાજપના સતત બે ટર્મથી સાંસદ રહેલા પૂનમ માડમને ટક્કર આપશે.

જામનગર બેઠક પર કોંગ્રેસે જે.પી. મારવિયાને ઉતાર્યા મેદાને, યુવા, પાટીદાર ચહેરા પર પસંદગી, ભાજપના પૂનમ માડમને આપશે ટક્કર

Follow us on

જામનગર લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજીવાર પૂનમ માડમને ઉમેદવાર જાહેર કર્યા છે. જેની સામે કોંગ્રેસે પાટીદાર અને યુવા ચહેરા તરીકે જે પી મારવિયા પર પસંદગી ઉતારી છે. જે.પી મારવિયા પાટીદાર સમાજમાંથી આવે છે. કાલાવાડના નિકાવા ગામના વતની છે. હાલ તેઓ નિકાવા બેઠક પરથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય તેમજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે. વ્યવસાયે વકીલ જયંતિલાલ પરસોતમભાઈ મારવીયા (જે.પી. મારવિયા) પાટીદાર સમાજમાંથી આવે છે. જામનગરથી તેમની પસંદગી થતા તેમણે કોંગ્રેસના શિર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો જામનગર અને દ્વારકા જિલ્લાની જનતાના પ્રશ્નોને લઈને જનતા સમક્ષ જશે.

પાટીદાર સમાજમાંથી આવે છે જે પી મારવિયા

જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયા બીકોમ એલએલબી થયેલા છે અને વ્યવસાયે વકીલ છે. તેઓ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે. જામનગર જિલ્લા પંચાયતમાં હાલ તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છે. જિલ્લા પંચયાચતના પૂર્વ કારોબારી ચેરમેન પણ રહી ચુક્યા છે. સહકારી ક્ષેત્રે કાલાવાડ એપીએમસીના સદસ્ય રહી ચુક્યા છે. સામાજિક અગ્રણી તેમજ કાલાવડ તાલુકા અને પટેલ સમાજના અગ્રણી રહી ચુક્યા છે. કાલાવડ મતવિસ્તારમાં આવતી નિકાવા બેઠકથી જિલ્લા પંચાયતના સદસ્ય છે.

જામનગરમાં આહિર vs પાટીદાર ઉમેદવાર વચ્ચે જંગ

જામનગરમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો અહીં પાટીદાર અને આહિર સમાજની મોટી વસ્તી છે. આથી કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર જાહેર કરી પાટીદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ ભાજપે સતત ત્રીજીવાર આહિર સમાજમાંથી આવતા પૂનમ માડમ પર પસંદગી ઉતારી છે. આ ચૂંટણીમાં જામનગર બેઠક પર પાટીદાર ઉમેદવાર અને આહિર ઉમેદવાર વચ્ચે સીધો જંગ જોવા મળશે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

આ પણ વાંચો: અમરેલી બેઠક પરથી કોંગ્રેસે શિક્ષિત, લડાયક, પાટીદાર યુવા મહિલા ચહેરા તરીકે જેની ઠુમ્મરની કરી પસંદગી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article