AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં શકાંસ્પદ પદાર્થ હોવાની આશંકાને પગલે જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, જોકે કોઈ સંદિગ્ધ પદાર્થ ન મળ્યો

ઇમજન્સીના કારણે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં સંદિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. હાલમાં જામનગર ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ જામનગર એરપોર્ટ ખાતે તૈનાત છે અને બૉમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ સહિતનો કાફલો એરપોર્ટ ઉપર પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Breaking news:  મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં શકાંસ્પદ પદાર્થ હોવાની આશંકાને પગલે જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, જોકે કોઈ સંદિગ્ધ પદાર્થ ન મળ્યો
Flight emergency landing in Jamnagar
Manasi Upadhyay
| Edited By: | Updated on: Jan 10, 2023 | 1:12 AM
Share

ઇમજન્સીના કારણે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં સંદિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.   જોકે  પ્રાથમિક ચકાસણી પૂર્ણ થતા કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી.  અઝુર એર ફ્લાઇટ નંબર ZF-2401નું  ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને   ઇમરજન્સીને પગલે  જામનગર ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ જામનગર એરપોર્ટ ખાતે તૈનાત છે અને બૉમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ સહિતનો કાફલો એરપોર્ટ ઉપર પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અઝૂરે એરલાઈન્સની મોસ્કોથી ગોવા આવતી ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિલ્લીથી બોલાવવામાં આવી NSG ની ટીમ

આ ઘટનાને પગલે દિલ્લીથી NSGની ટીમ બોલવવામાં આવી હતી. હાલમાં તમામ મુસાફરો સલામત છે  વિમાનમાં સવાર તમામ મુસાફરો અને તેમના સામાનની  ચકાસણી પણ કરવામાં આવી છે.  હાલમાં તમામ મુસાફરોને સુરક્ષિત સ્થળે રવાના કરવામાં આવ્યા છે અને NSGના ક્લિયરન્સ બાદ જ ફ્લાઇટ આગળ  ઉડવાની મંજરૂ આપવામાં આવશે.

જામનગર એરપોર્ટ ઉપર  108 એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે  જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાનો  કાફલો  પણ એરપોર્ટ પહોંચી ગયો  હતો અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે.  વિમાનમાં કુલ 236 મુસાફરો છે

Follow Us
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
g clip-path="url(#clip0_868_265)">