AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Veterinary Day 2022: જામનગર જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 દ્વારા 12,212 અબોલ પશુઓની સારવાર કરવામાં આવી

મહેસાણા (Mehsana) જિલ્લામાં આજે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વિવિધ સંગોષ્ટી, તાલીમ, રસીકરણ જેવાં વિવિધ પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

World Veterinary Day 2022: જામનગર જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 દ્વારા 12,212 અબોલ પશુઓની સારવાર કરવામાં આવી
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 30, 2022 | 11:56 AM
Share

વિશ્વભરમાં દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની (World Veterinary Day) ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના પશુ ચિકિત્સકો (Veterinarians) દ્વારા કરવામાં આવતાં પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણ સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે 30મી એપ્રિલ, 2022 એટલે કે આજે જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર (Jamnagar)જિલ્લામાં આજે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વિવિધ સંગોષ્ટી, તાલીમ, રસીકરણ જેવાં વિવિધ પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાત સરકાર અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ.ના સંયુક્ત ઉપક્રમે 6 ઓકટોબર, 2017ના રોજ 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અને 22 જૂન, 2020ના રોજ દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાની સેવાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં મહેસાણા જિલ્લામાં 37 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે સવારના 8થી રાતના 8 વાગ્યા સુધી કાર્યરત હોય છે અને શહેર અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે નિસહાય પશુઓને સેવા પૂરી પાડે છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વિવિધ મેડિકલ સાધનો દ્વારા સુસજ્જ હોય છે.જેમાં નાની-મોટી સર્જરી પણ કરી શકાય છે. જેવી રીતે આકસ્મિક સંજોગોમાં લોકોને 108 એમ્બ્યુલન્સની સેવા મળી રહે છે તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગો સર્જાય ત્યારે ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે નિ:શૂલ્ક 1962 સેવા શરૂ કરી છે‌.

જેમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 થકી જામનગર જિલ્લામાં 12,212 અબોલ પશુઓની સારવાર કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે 7,089 રખડતાં કુતરાઓને સારવાર આપી પીડામાંથી મુક્ત કર્યા છે. ગુજરાત સરકાર જીવદયા અને કરુણાને વરેલી છે, જેનાં પગલે મૂંગા જીવોના જીવન રક્ષણ માટે વ્યાપક કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે. જેના ભાગ રૂપે રાજ્યના પશુ પાલન વિભાગ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 2022માં ઉત્તરાયણ સમયે કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યુ.

જેમાં 88 જેટલી એમ્બ્યુલન્સનો સ્ટાફ ખડેપગે કાર્યરત રહે છે અને 9,800થી પણ વધુ એનિમલ ઈમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે. દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના તરીકે દરરોજ જુદા-જુદા ગામોમાં નિશ્ચિત સમયે એમ્બ્યુલન્સ જાય છે અને દરેક ગામના પશુ ધનને સારવાર આપે છે. એટલું જ નહીં ઈમરજન્સીના સંજોગોમાં કોઈપણ સ્થળે દોડી જઈ ઈમરજન્સી સેવા પણ આપે છે. જેના કારણે અત્યાર સુધી માલધારીઓને પશુઓની સારવાર માટે જે દોડાદોડી કરવી પડતી હતી અને તગડો ખર્ચ કરવો પડતો હતો તેમાંથી મુક્તિ મળી છે.

ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવાં પાલતુ પ્રાણી જ નહીં, પરંતુ શેરીમાં રખડતા કુતરાં કે અન્ય રેઢિયાળ ઢોર તથા વન્ય પ્રાણીઓની પણ આ સેવા દ્વારા સારવાર કરાઈ રહી છે. આ સેવા અંતર્ગત અત્યાર સુધીમાં 1,40,525 એનિમલને ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવી છે. તેમજ શિડ્યુલ કેસમાં ગામમાં, વાડીએ જઈને, ખેતરે તેમજ તબેલામાં જઈને 27,97,158 પશુધનને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ સર્વિસમાં 29,37,683 પશુધનને સારવાર આપી છે. જેમાં 71,000 જેટલી સર્જરી કરીને અબોલા જીવને નવજીવન આપ્યુ છે. તેમજ 37,684 પશુઓની સલામત રીતે પ્રસૂતિ કરાવી છે.

આ પણ વાંચોઃ Surat: નાઈટ ફૂડ બજાર પર ગ્રહણ: 18 દુકાનોએ દોઢ વર્ષથી 40 લાખનું ભાડું નથી ચૂકવ્યુ, કોર્પોરેશન દુકાનો કબ્જામાં લેશે

આ પણ વાંચોઃ Ahmedabad: પીપાવાવથી પકડાયેલા ડ્રગ્સ અંગે ડીજીપીએ આપી જાણકારી, પતંગના દોરા પર રંગ ચઢાવાય તે રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">