Jamnagar: જિલ્લામાં મેઘરાજા મહેરબાન, સાર્વત્રિક 1થી 6 ઇંચ વરસાદ નોંધાયો

કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ થતા ઠેર-ઠેર પાણી જોવા મળ્યુ. કાલાવડના છતર ગામે રસ્તા પરથી પ્રસાર થતુ જેસીબી અનાચક પાણીમાં તણાયું હતું.

Jamnagar: જિલ્લામાં મેઘરાજા મહેરબાન, સાર્વત્રિક 1થી 6 ઇંચ વરસાદ નોંધાયો
Jamnagar: universal 1 to 6 inches of rain was recorded in the district
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 25, 2021 | 11:21 PM

Jamnagar: જીલ્લામાં રવિવારનો દિવસ મેઘરાજ મહેરબાન થયા. વહેલી સવારથી જીલ્લામાં વરસાદનું આગમન થયું. વહેલી સવારે ચાર થી છ વાગ્યા સુધીમાં જોડીયા અને ધ્રોલ તાલુકામાં બે ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. ધ્રોલમાં 43 એમએમ અને જોડીયામાં 50 એમએમ વરસાદ નોંધાયો હતો. જોડીયા નજીક બાંલભામાં છ ઈંચ વરસાદ નોંધાયો હતો.

કાલાવડમાં 147 એમએમ, જામજોધપુરમાં 37 એમએમ, જામનગરમાં 24 એમએમ, જોડીયામાં 27 એમએમ, ધ્રોલમાં 22 એમએમ, લાલપુરમાં માત્ર 7એમએમ વરસાદ નોંધાયો. જામનગર શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયુ હતુ. ધીમીધારે છુટોછવાયો શહેરમાં એક ઈંચ વરસાદ નોંધાયો. બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો.

કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ થતા ઠેર-ઠેર પાણી જોવા મળ્યું. કાલાવડના છતર ગામે રસ્તા પરથી પ્રસાર થતુ જેસીબી અનાચક પાણીમાં તણાયું હતું. જો કે તેમાં કોઈને જાનહાની થઈ છે. તેમજ પુર જેવા ધસમસતા પાણીમાં એક વ્યકિત ખંઢેરા ગામમાં ફસાયો હતો, કલાકો સુધી વૃક્ષના આશય રહ્યા બાદ તેને સ્થાનિકોએ મદદ કરી તેમજ કાલાવડ નગર પાલિકાના ફાયરના જવાનોએ બચાવ કર્યો હતો.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

કાલાવડ તાલુકામાં ઉપરવાસ ધોધમાર વરસાદ પડતાં સ્થાનિક નદી ફલકુડી નદીમાં ઘોડાપુર આવ્યું હતુ. પુર આવતા વર્ષો જુના કુંભનાથ પુલ પર પાણી ફરી વળતા ગાબડું પડયુ. પુલ વચ્ચેથી તૂટતા રસ્તો બંધ થયો.જેથી લોકોને અવર-જવર માટે હાલાકી ભોગવી પડે છે.

કાલાવડ તાલુકામાં ભારે પવન સાથે બપોર બાદ વરસાદી મૌહાલ જામ્યો હતો. ગાજવીજ સાથે બે કલાકમાં ત્રણ ઈંચ જેવો વરસાદ ખાબકયો.

તાલુકાના નિકાવા,મોટાવડાલા,શિશાગ,મેધપર આણંદપર સહિતના આજુબાજુના ગામોમાં સારો વરસાદ પડયો. સતત બીજા દિવસે કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં જોરદાર વરસાદ થયો. તાલુકાના મૂળીલા ગામે 2 કલાક માં 7 ઈંચ જેટલો વરસાદ પડયો.

વરસાદ પડતાં મુળીલા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું. આ સિઝનમાં સતત ત્રીજી વાર નદીમાં પુર આવ્યું. આજુબાજુના તમામ નાના મોટા ચેકડેમ ભરાઈ ગયા. નદીમાં પુર આવતા કાલાવડ-મુળીલા વચ્ચે આવતા પુલ પર પાણી ફરી વળ્યાં. ગામલોકોને અવરજવર બંધ કરવી પડી.

જામજોધપુરના નરમાણા ગામમાં સારો વરસાદ થયો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જામજોધપુર ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ભરાયા. નરમાણા ગામમા રસ્તા પર નદી વહેતી જોવા મળી. ગામમા જવામાં માટેનો રસ્તો રસ્તો બંધ. કોઝવે પરથી ધસમસતા પાણી વહેલા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.

જામજોધપુરના કોટડાબાવીસી પાસે આવે ફૂલઝર ડેમઓવરફલો. નિચાણવારા 7 ગામને એલર્ટ કરાયા. કોટડાબાવીસી, ગીંગણી, સીદસર, વળાસત, ધ્રાફા, આંબરડી મેઘપર, આંબરડી મેવાસા. ગામને એલર્ટ કરાયા ડેમના 7 દરવાજા 5 ફુટ ખોલવામા આવ્યા.

જામજોધપુરના સીદસર પાસે આવેલા ઉમીયાસાગર ડેમ ઓવરફલો થતા 10 દરવજા 5 ફુટ ખોલાયા. કાલાવડ નજીક બાંલભડી 90 ટકા ડેમ ભરાયો. કાલાવડ નજીક આવેલા ફુલઝર-1 ડેમ ઓરવફલો થયો.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">