AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે જમનભાઈ ભંડેરીની વરણી

જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલ અને વાઈસ ચેરમેન ધીરૃભાઈ કારિયાના હોદ્દાની અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થતાં તેમના સ્થાને નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

Jamnagar : માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે જમનભાઈ ભંડેરીની વરણી
જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:02 PM
Share

જામનગર( Jamnagar) ના માર્કેટિંગ યાર્ડમાં ગુરુવારે ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જામનગર માર્કેટિંગ યાર્ડ( Marketing yard) ના ચેરમેન તરીકે ડિરેકટર રહી ચૂકેલા પ્રવિણસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી. જ્યારે ભારે રસાકસી વચ્ચે યોજાયેલી ચુંટણીમાં વાઇસ ચેરમેન તરીકે જમનભાઈ ભંડેરીની વરણી થઈ હતી.

જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલ અને વાઈસ ચેરમેન ધીરૃભાઈ કારિયાના હોદ્દાની અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થતાં તેમના સ્થાને નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

રસાકસી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી

રાજ્યમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કાયદામાં ગત વર્ષ થયેલા ફેરફારોને કારણે હોદ્દા પર રહેલા ધારાસભ્ય સહિતના હોદ્દેદારોને રાજીનામું આપવું પડ્યું હતું. તેથી કાયદા મુજબ જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી ચૂંટણીમાં ચૂંટાયેલા 17 ડિરેક્ટરોને સાથે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જામનગર  માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં રાજ્યમંત્રી હકુભા જાડેજા અને ધારાસભ્ય તથા પૂર્વ ચેરમેન રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રસાકસી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી.

પ્રવિણસિંહ ઝાલા માર્કેટિંગ યાર્ડમાં ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તે જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં પણ વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે અને હાલ જામનગર જિલ્લા બેંક ખાતે ડાયરેક્ટર છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે વરણી પામેલા જમનભાઈ ભંડેરી હર્ષદપુર ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ  છે તેમજ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર પણ  છે.

જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની નિયુકિત બાદ રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેરમેન-વાઈસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતાં. જયારે પૂર્વ ચેરમેન રાઘવજીભાઈ પટેલે તેમના કાર્યકાળમાં સહયોગ આપનારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :  Modi Cabinet Meeting: મોદી કેબીનેટનો કોરોનાને લઈ મોટો નિર્ણય, 23100 કરોડનાં ઈમરજન્સી હેલ્થ પેકેજની જાહેરાત કરી

આ પણ વાંચો  : Monsoon Alert : દેશના આ રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા પહોંચ્યું ચોમાસુ

આ પણ વાંચો  : Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 62 નવા કેસ, સતત બીજા દિવસે એક પણ દર્દીનું મૃત્યુ નહીં

g clip-path="url(#clip0_868_265)">