AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Alert : દેશના આ રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા પહોંચ્યું ચોમાસુ

હવામાન વિભાગે આ અંગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 9 જુલાઈએ ઉત્તર પશ્ચિમ ભારતના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Monsoon Alert : દેશના આ રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા પહોંચ્યું ચોમાસુ
The monsoon system in the Bay of Bengal will bring torrential rains (File Picture)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 6:01 PM
Share

હવામાન વિભાગ(IMD) ની આગાહી મુજબ ચોમાસા(Monsoon )ની ગતિવિધી ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી દક્ષિણ બિહાર અને ઉત્તરી ઝારખંડથી ગંગીય પશ્ચિમ બંગાળ સુધી જોવા મળી રહી છે. આની સાથે એક જ એક બીજી  ગતિવિધી ઝારખંડથી ઓડિશા તરફ પસાર થઈ રહી છે. તેની અસર બિહારના હવામાન પર પડશે. જેના કારણે દક્ષિણ બિહારની સાથે સાથે ઉત્તર બિહારમાં પણ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે.

10 જુલાઈ પછી પૂર્વ રાજસ્થાનમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આ અંગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 9 જુલાઈએ ઉત્તર પશ્ચિમ ભારતના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ 10 જુલાઈ પછી પૂર્વ રાજસ્થાનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે સ્કાયમેટ વેધર મુજબ, ઉત્તર-પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહારના કેટલાંક ભાગોમાં, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામના કેટલાક ભાગો, છત્તીસગઢના કેટલાક ભાગ, વિદર્ભ, તેલંગાણા અને ઓડિશાના દરિયાકાંઠા વિસ્તારમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કર્ણાટક, દક્ષિણ કોંકણ અને ગોવા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને મરાઠાવાડાના અલગ અલગ હિસ્સામાં છૂટાછવાયા સ્થળોએ થોડા સમય માટે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના છે.

જ્યારે ઝારખંડ, ઓડિશાના અંતરીયાળ વિસ્તાર, રાયલસીમા, કેરળ, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ, લક્ષદ્વીપ અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમી હિમાલયના કેટલાક વિસ્તારો, પંજાબ, પશ્ચિમી મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં એક અથવા બે સ્થળોએ ભારે અને મધ્યમ વરસાદ પડી શકે છે.

ચોમાસુ ક્યાંથી પહોંચશે , જાણો વરસાદ ક્યારે આવશે ?

હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાડમેર, ભીલવાડા, ધોલપુર, અલીગઢ , મેરઠ, અંબાલા અને અમૃતસરથી પસાર થઈ રહ્યું છે. આગાહી કરવામાં આવી રહી છે કે આઠ જુલાઈ બાદ બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવન પશ્ચિમ ભારત પહોંચશે. જે ધીરે ધીરે 10 જુલાઈ સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતના પંજાબ અને હરિયાણા રાજ્યોમાં ફેલાશે. જેના કારણે આ વિસ્તારમાં વરસાદ શરૂ થશે. આની સાથે જ 10 જુલાઈ સુધીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાકીના ભાગો ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ સાથે સાથે પંજાબના કેટલાક હિસ્સામાં અને હરિયાણા રાજસ્થાન સહિત દિલ્હી પહોંચશે. અહીં પણ વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો : Rajdhani Express ટ્રેન આ કારણે છે ખાસ, જાણો અન્ય ટ્રેન કરતા રાજધાની એક્સપ્રેસનું મોંઘા ભાડાનું શું છે કારણ?

આ પણ વાંચો :  Mussoorie: કેમ્પટી ધોધ પર નહાવા માટે ઉમટ્યા હજારો લોકો, કોવિડ-19 નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, જુઓ વીડિયો  

g clip-path="url(#clip0_868_265)">