જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાના વીત્યા 24 કલાક, અમદાવાદમાં અનેક સ્થળો પર યોજાયા વિરોધ પ્રદર્શન
ઉરી બાદ સૌથી મોટો આતંકી હુમલો થતાં જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યારે ગતરોજ પુલવામાં થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 40 થી વધુ જવાન શહીદ થતા ભારતવાસી શોકમાં ગરકાવ છે. હુમલાની એવી અસર પડી છે કે ભારતમાં એક શહેર એવું નહિ હોય કે જ્યાં આતંકીઓ સામે લોકોએ વિરોધ દર્શાવ્યો ન હોય. […]
ઉરી બાદ સૌથી મોટો આતંકી હુમલો થતાં જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યારે ગતરોજ પુલવામાં થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 40 થી વધુ જવાન શહીદ થતા ભારતવાસી શોકમાં ગરકાવ છે. હુમલાની એવી અસર પડી છે કે ભારતમાં એક શહેર એવું નહિ હોય કે જ્યાં આતંકીઓ સામે લોકોએ વિરોધ દર્શાવ્યો ન હોય.
જેમાં પણ ગુજરાતના અમદાવાદમાં આતંકી હુમલાના 24 કલાકના સમયમાં 24 કરતા પણ વધુ કાર્યક્રમો થયા. જેમાં કોઈએ સૂત્રોચાર કર્યા. કોઈએ પૂતળા દહન કરવામાં આવ્યા તો કોઈએ પાકિસ્તાન અને આતંકી હાય હાય ના નારા લગાવ્યા.
આ પણ વાંચો : વાયરલ પોસ્ટથી વધી ભાજપની મુશ્કેલી, ‘મારા વોટથી જો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક થાય તો મારો વોટ માત્ર ભાજપને’
પુલવામા બનેલી ઘટનાના અમદાવાદમાં એવી અસર પડી છે કે. વહેલી સવારથી જ લોકો ભેગા થઈને વિરોધ દર્શાવી શકે તેઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો. ગાંધી રોડ પર કોઈએ આતંકીનું પૂતળું બાળી વિરોધ દર્શાવ્યો.
દરિયાપુર દરવાજા પાસે હાર્ડવેરના વેપારીઓએ એક દિવસ બંધ પાડી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી. અને આમ શહેર ભરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમ યોજાયા. જે તમામે આ આતંકી પ્રવુતિ સામે ભારત સરકાર મુતોડ જવાબ આપે તેવી માંગ કરી.
[yop_poll id=1462]