ઇટલીના પરિવારે રાજકોટની એક દિકરીને દત્તક લીધી, 2020માં બાળક તરછોડાયેલી હાલતમાં મળી હતી

ફેબ્રુઆરી ૨૦૨૦માં ઠેબચડાં અને મહિકા ગામની સીમમાં એક નવજાત બાળકી મળી આવી હતી. જ્યારે બાળકી મળી હતી ત્યારે તેના શરીરમાં કૂતરાના બચકાંના નિશાન હતા. બાળકી જીવશે કે કેમ તે એક સવાલ હતો.

ઇટલીના પરિવારે રાજકોટની એક દિકરીને દત્તક લીધી, 2020માં બાળક તરછોડાયેલી હાલતમાં મળી હતી
Italian family adopted a daughter from Rajkot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 11:53 PM

મારવાવાળા કરતા બચાવવાવાળો મોટો હોય છે. આ કહેવત રાજકોટ (RAJKOT) ની એક દિકરી (Daughter)માટે સાર્થક થઇ છે. બે વર્ષ પહેલા કૂતરાના બચકાંથી ઇજાગ્રસ્ત હાલતમાં તરછોડાયેલી મળેલી બાળકીને રાજકોટ પોલીસે દત્તક (Adopted )લીધી અને તેને અંબા નામ આપ્યું. સતત બે મહિના સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમીને આ બાળકી સ્વસ્થ થઇ અને આજે આ બાળકીને ઇટાલીનો પરિવાર(Italy family) દત્તક લઇ રહ્યો છે.

ઇટાલીમાં રહેતા અંટ્રેનર ગુંથર અને પ્લેન્ક કેટરીનના હાથમાં હસતી રમતી આ છે અંબા. અંબાને આ જ દંપતિએ દત્તક લીધી છે અને હવે અંબાને (AMBA) માતા પિતા અને એક ભાઇ મળ્યા છે. આજે કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં અંબાને ઇટાલીના દંપતિને સોંપવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા હતા.

કોણ છે અંબા ?

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ફેબ્રુઆરી ૨૦૨૦માં ઠેબચડાં અને મહિકા ગામની સીમમાં એક નવજાત બાળકી મળી આવી હતી. જ્યારે બાળકી મળી હતી ત્યારે તેના શરીરમાં કૂતરાના બચકાંના નિશાન હતા. બાળકી જીવશે કે કેમ તે એક સવાલ હતો. પોલીસે બાળકીને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી, ત્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ બાળકીને દત્તક લીધી, અને સતત બે મહિના સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી. રાજકોટના પોલીસ કમિશનરે આ બાળકીને અંબા નામ આપ્યું અને સરકારી નિયમ પ્રમાણે જ્યારે તે સ્વસ્થ થઇ બાદમાં કાઠિયાવાડ બાલાશ્રમમાં મોકલી આપી હતી. બાદમાં અંબાના દત્તક માટે જાહેરાત કરવામાં આવી. અને ઇટાલીના દંપતિએ દત્તક માટે રસ દાખવ્યો અને સરકારી કાર્યવાહી પૂર્ણ કરીને તેને દત્તક આપવામાં આવી.

અંબાને દત્તક લેનાર પિતા કોમ્પ્યુટર ઓપરેટર છે જ્યારે માતા નર્સ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાને દત્તક આપતા સમયે ખુશી વ્યક્ત કરી હતી અને તેના સારા ભવિષ્યની મનોકામના કરી હતી. તો અંબાને દત્તક લેનાર માતા પિતાએ અંબાનો ઉછેર ખૂબ સારી રીતે કરશે તેવો દાવો કર્યો હતો તેની માતાએ તો નર્સની નોકરી છોડીને તેના ઉછેર કરવાની જાહેરાત કરી હતી.

છેલ્લા બે વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમ દ્રારા અંબાનો ઉછેર કરવામાં આવતો હતો. કાઠિયાવાડ બાલાશ્રમના પ્રમુખે કહ્યું હતું કે સરકાર અને કોર્ટ દ્રારા અંબાને દત્તક આપતા પહેલા તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી છે. અરજી મળ્યા બાદ તેની આવક અને સંપતિની ખરાઇ કરવામાં આવી હતી. અને બાદમાં તેને સોંપવામાં આવી છે. એટલું જ નહિ આ દંપતિ દ્રારા દર ત્રણ મહિને સંસ્થાને તેના ફોટોગ્રાફ્સ અને તેની હાલની સ્થિતિનો રિપોર્ટ મોકલવો ફરજીયાત છે. જે સંસ્થા દ્રારા લેવામાં આવશે.

અત્યાર સુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમના અનેક તરછોડાયેલા અનાથ બાળકોને માતા પિતા મળ્યા છે. અને આવા બાળકો વિદેશ પણ ગયા છે. સૌથી વધારે જર્મનીમાં કાઠિયાવાડ બાલાશ્રમમાંથી દત્તક ગયા છે. આ ઉપરાંત અમેરિકા,ઇટાલી, સહિતના દેશોમાં છે. જર્મનીમાં તો રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમના બાળકોના માતા પિતાનું એક એસોસિએશન પણ છે જે અનેક સેવાકીય કામ કરે છે.

આ પણ વાંચો : અરવલ્લી : શામળાજી મંદિર પૂનમના દિવસે બંધ રહેશે, કોરોના મહામારીને કારણે લેવાયો નિર્ણય

આ પણ વાંચો :  Bhavnagar : કોરોના જાગૃતિ અંગે પોલીસની અનોખી પહેલ, માસ્ક ડ્રાઈવ શરૂ કર્યું

g clip-path="url(#clip0_868_265)">