અરવલ્લી : શામળાજી મંદિર પૂનમના દિવસે બંધ રહેશે, કોરોના મહામારીને કારણે લેવાયો નિર્ણય

અરવલ્લી : શામળાજી મંદિર પૂનમના દિવસે બંધ રહેશે, કોરોના મહામારીને કારણે લેવાયો નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 11:32 PM

અરવલ્લી જિલ્લાનું અને ગુજરાતનું અતિ મહત્વનું ધાર્મિક સ્થાન બંધ રહેશે. જીહાં, શામળાજી મંદિરને પણ પોષી પૂનમને દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજયભરમાં હાલ કોરોના મહામારીએ સકંજો કસ્યો છે. જેના કારણે હવે સરકાર દ્વારા કડક નિર્ણયો લેવાઇ રહ્યા છે. અને, કોરોના (Corona) સંક્રમણને રોકવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હવે કોરોના મહામારીને પગલે ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો પણ ધીરેધીરે બંધ થઇ રહ્યા છે. ત્યારે હવે અંબાજી મંદિર કોરોના મહામારીને કારણે બંધ રાખવાના નિર્ણય લેવાયા બાદ અરવલ્લી (Aravalli) જિલ્લાનું અને ગુજરાતનું અતિ મહત્વનું ધાર્મિક સ્થાન બંધ રહેશે. જીહાં, શામળાજી મંદિરને (Shamlaji Temple )પણ પોષી પૂનમને (Poshi Poonam) દિવસે બંધ (close)રાખવાનો નિર્ણય લેવાયો છે. પોષી પૂનમના દિવસે ભીડ ઉમટવાની સંભાવનાને લઇને ટ્રસ્ટી મંડળે આ નિર્ણય લીધો છે. કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ નિર્ણય લેવાયો હોવાનુ ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલે જણાવ્યુ છે. જોકે, મંગળવારથી કોરોના ગાઈડ લાઈન મુજબ ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે.

શામળાજી મંદિરમાં પોષી પૂનમનું વિશેષ મહત્વ

અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજીઓ વચ્ચે એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ અતિ પ્રાચિન છે. આ મંદિર કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.પરંતુ ૧૫૦૦ વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે.

યાત્રિકો અહીં કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહેછે. કાર્તકી પૂનમે અહી મોટો મેળો ભરાય છે.તેમાં મોટી સંખ્યામાં માણસો આવે છે. પરંતુ, કોરોના મહામારીને પગલે આ વરસે આ તમામ ધાર્મિક ઉજવણી પર અસર પહોંચશે.

આ પણ વાંચો : Bhavnagar : કોરોના જાગૃતિ અંગે પોલીસની અનોખી પહેલ, માસ્ક ડ્રાઈવ શરૂ કર્યું

આ પણ વાંચો : Bharuch : કાર ચાલકે એક સાથે પાંચ વાહનોને ટક્કર મારી, બે લોકો ઇજાગ્રસ્ત

Published on: Jan 15, 2022 11:26 PM
g clip-path="url(#clip0_868_265)">