Bhavnagar : કોરોના જાગૃતિ અંગે પોલીસની અનોખી પહેલ, માસ્ક ડ્રાઈવ શરૂ કર્યું
ભાવનગર પોલીસ દ્વારા 40 હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયુ છે અને લોકોને માસ્ક પહેરવા અપીલ પણ કરાઇ છે. હાલ પોલીસ દ્વારા માસ્ક ડ્રાઇવ પણ હાથ ધરાઇ છે.
ભાવનગરમાં(Bhavnagar)કોરોનાના(Corona)કેસ વધતા તંત્ર સતર્ક બન્યું છે. ભાવનગર કોર્પોરેશનની(BMC)હેલ્થ ટીમ અને જિલ્લા પંચાયતની ટીમો કામે લાગી છે. કોરોના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે માસ્ક પહેરવાને લઇને કડક અમલવારી કરાઇ છે. ભાવનગર પોલીસ દ્વારા 40 હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયુ છે અને લોકોને માસ્ક પહેરવા અપીલ પણ કરાઇ છે. હાલ પોલીસ દ્વારા માસ્ક ડ્રાઇવ પણ હાથ ધરાઇ છે. જેમાં ત્રણ હજાર એક્સો બાસઠ લોકો પાસેથી રૂ. 31.62 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે..મહત્વનું છે કે જિલ્લામાં સરેરાશ 250થી વધારે કેસ આવી રહ્યાં છે. ત્યારે પરિસ્થિતી વધારે વણસે તે પહેલાં કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને માસ્ક ન પહેરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. ભાવનગર જિલ્લામાં શનિવારે કોરોનાના 295 નવા કેસ નોંધાયા છે.
જ્યારે કોરોનાના કેસ વધતાં ભાવનગર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લા પંચાયતના હેલ્થ વિભાગે ગામડાઓમાં સ્થિતિ કાબૂમાં રહે તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા મહુવા અને પાલીતાણા ખાતે બે નવા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે. આ સિવાય ગામડાઓમાં આવેલા દવાખાનાઓમાં પુરતા પ્રમાણમાં સ્ટ્રેચર, ઓકસિજન બોટલ, નવા બાયપેપ મશીનો અને દવાઓનો પણ સ્ટોક કરી દેવાયો છે.
આ પણ વાંચો : Dwarka : કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર એલર્ટ, જાહેર કર્યા આ નિયમો
આ પણ વાંચો : SURAT: સિટી બસે રાહદારીને અડફેટે લીધો, ઉશ્કેરાયેલાં ટોળાએ બસને આગ ચાંપી દીધી