AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં સ્કૂલ વર્ધીના વાહનમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં ! ઓવરલોડ વાનનો વીડિયો વાયરલ, તંત્ર સામે ઉઠ્યા સવાલો

રાજકોટમાં સ્કૂલ વેનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવાનો અને પાછળનો કાચ તૂટેલો હોવાનો વીડિયો વાયરલ થતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. વાલીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાજકોટમાં સ્કૂલ વર્ધીના વાહનમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં ! ઓવરલોડ વાનનો વીડિયો વાયરલ,  તંત્ર સામે ઉઠ્યા સવાલો
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jun 24, 2026 | 6:20 PM
Share

રાજકોટમાં ફરી એકવાર સ્કૂલ વેનમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સ્કૂલ વેનમાં નિયત ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને ઠાંસોઠાંસ ભરવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, વેનનો પાછળનો કાચ પણ તૂટેલો હોવાનું સામે આવતા વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

વિદ્યાર્થીઓને શાળા સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી ધરાવતા વાહન સંચાલકો દ્વારા આવા પ્રકારની બેદરકારી દાખવવામાં આવતા હવે મોટો પ્રશ્ન ઉભો થયો છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? વાલીઓ અને સ્થાનિક લોકોએ આ મામલે કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

ઘટનાને લઈને લોકોમાં અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તાજેતરમાં લખનૌના અલીગંજ વિસ્તારમાં બનેલી આગની દુર્ઘટનામાં અનેક બાળકોના મોત થયા બાદ જ વિવિધ શહેરોમાં ફાયર સેફ્ટી અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ મોટી ઘટના ન બને અથવા નિર્દોષ લોકોના જીવ ન જાય ત્યાં સુધી જવાબદાર વિભાગો અને અધિકારીઓ સક્રિય થતા નથી.

દુર્ઘટના બન્યા બાદ તપાસ સમિતિઓ, SIT અને ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવામાં આવે છે, પરંતુ સમય જતાં મોટાભાગના કેસો ઠંડા બસ્તામાં ચાલી જાય છે તેવી પણ લોકોમાં ચર્ચા છે. વાલીઓ અને સ્થાનિકોનો આક્ષેપ છે કે જો નિયમિત ચેકિંગ, કડક અમલવારી અને જવાબદારો સામે સમયસર કાર્યવાહી કરવામાં આવે તો અનેક દુર્ઘટનાઓને અટકાવી શકાય. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દે માત્ર તપાસના આદેશો નહીં પરંતુ જવાબદારી નક્કી કરીને કડક પગલાં ભરવાની જરૂરિયાત હોવાનું લોકો માની રહ્યા છે.

‘સરકારી સ્ટાફ’ અને ‘પોલીસ’ની આ તે કેવી ભૂખ ? ડિમોલિશનના નામે આ મફતિયાઓ ₹27 લાખની જયાફત ઉડાવી ગયા

Follow Us
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">