AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરી, કેટલીક ટ્રેનના રુટ પર અસર થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી કે પસાર થતી કેટલીક ટ્રેનો સેવાઓ પર અસર થશે.

અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરી, કેટલીક ટ્રેનના રુટ પર અસર થશે
Interlocking operations will affect train service (File)
Darshal Raval
| Edited By: | Updated on: Jan 19, 2022 | 10:58 AM
Share

અમદાવાદ (Ahmedabad) માં ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરોને ફરીથી હાલાકીનો સામનો સહન કરવા તૈયાર રહેવુ પડશે. અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય (Interlocking operations) થવાના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી કે પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જ્યારે 21 અને 22 જાન્યુઆરીના રોજ આદરજ મોતી-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 07 બંધ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે કેટલીક ટ્રેનને સંપૂર્ણ રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનના રુટ આંશિક રદ કરવામાં આવ્યા છે. તો કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

19 જાન્યુઆરીની ટ્રે નં. 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 19 જાન્યુઆરીની ટ્રેન નં. 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ 19 જાન્યુઆરીની ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ 19 જાન્યુઆરીની ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ 20 જાન્યુઆરીની ટ્રેન નં. 09460 વિરમગામ – અમદાવાદ મેમુ સ્પેશિયલ 20 જાન્યુઆરીની ટ્રેન નં. 22960 જામનગર – વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ એક્સપ્રેસ 18 જાન્યુઆરી ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ અને વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19319 વેરાવળ – ઇન્દોર એક્સપ્રેસ 19 જાન્યુઆરી અમદાવાદ સ્ટેશનથી શરૂ હશે અને વેરાવળ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

તો કેટલીલ ટ્રેન ડાયવર્ટ પણ કરાઈ

19 જાન્યુઆરીની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ સામાખિયાળી-ચાંદલોડિયા-પાલનપુરને બદલે રૂપાંતરિત રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને દોડશે. તો આ તરફ 21 અને 22 જાન્યુઆરીના રોજ આદરજ મોતી-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 07 બંધ રહેશે. અમદાવાદ ડિવિઝન પર આદરજ મોતી-ગાંધીનગર રેલવે સેક્શન વચ્ચે (આદરજ મોતી દેવ યાર્ડ) સ્થિત રેલવે ક્રોસિંગ નં. 07 કિમી (8/3-4) રિપેરીંગ કામ માટે 21 જાન્યુઆરી 2022 ના રોજ સવારે 08:00 થી 22 જાન્યુઆરી ના રોજ 20:00 કલાક (કુલ બે દિવસ) સુધી બંધ રહેશે.આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ આ સમયગાળા દરમિયાન કલોલ-આદરજ મોતી વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં, 06 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો-

Kutch: રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી, કહ્યુ કચ્છવાસીઓની માગ પુરી કરવા પ્રયત્નશીલ

આ પણ વાંચો-

Rajkot: મહિલા કોન્સ્ટેબલે સિવિલ હોસ્પિટલમાં બ્રધરને લાફો માર્યો, હોસ્પિટલ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">