Kutch: રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી, કહ્યુ કચ્છવાસીઓની માગ પુરી કરવા પ્રયત્નશીલ
દેવુસિંહે મુલાકાત દરમિયાન કચ્છની વિવિધ માગો પર સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, હવાઇ,રેલવે, વગેરે વધુ ઝડપી સેવા માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા વિચારણા કરી ઝડપી કાર્યવાહી કરવા પ્રયત્ન કરવામાં આવશે.
રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan) કચ્છ (Kutch)ની બે દિવસીય મુલાકાતે છે. તેમણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce)ના સન્માન કાર્યક્રમમાં હાજરી આપવા સાથે ઉદ્યોગકારોએ ફરીયાદ અને માંગણીઓ સંદર્ભે તેમણે ચર્ચા કરી હતી અને કચ્છવાસીઓની માગોની પુરી કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યુ હતુ.
બિદડા સર્વોદય ટ્રસ્ટની સ્વર્ણિમ જયંતિના ઉપલક્ષમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટીઓ તેમજ દાતાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, 50 વર્ષ પહેલાં સમાજના શ્રેષ્ઠીઓને આવી સેવા કરવાનો વિચાર આવવો એજ ખુબ મહત્વની બાબત છે. જીવનનું ઋણ ચૂકવવાનો આ અવસર છે. લોકભાગીદારીથી થતાં કામો હંમેશા સફળ થાય છે. તેમણે બિદડા સર્વોદય ટ્રસ્ટની પ્રવૃતિઓને બિરદાવી હતી.
તો ભુજ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા “લાસ્ટ માઈલ કનેકટીવીટી” વિષય પર આયોજીત કાર્યક્રમમાં વકતવ્ય આપતાં દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આજના યુગમાં કનેકટીવીટીનું ખુબજ મહત્વ છે. આધુનિક યુગમાં ઈન્ટરનેટનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહીને ટકાવી રાખવા માટે છેવાડાના માનવી સુધી કનેકટીવીટી જરૂરી છે. દેશમાં 5G ટેકનોલોજી કાર્યરત કરવા ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. જે ઝડપથી થશે સાથે દેશની પશ્ચિમ કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્ઢ બને તે અત્યંત જરૂરી છે, તે માટેની ઝડપી કાર્યવાહી કરવામા આવશે તેવી ખાતરી આપી હતી.
દેવુસિંહે મુલાકાત દરમિયાન કચ્છની વિવિધ માગો પર સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, હવાઇ,રેલવે, વગેરે વધુ ઝડપી સેવા માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા વિચારણા કરી ઝડપી કાર્યવાહી કરવા પ્રયત્ન કરવામાં આવશે.
દેવુસિંહ ચૌહાણનુ કચ્છ સાથે જુનુ કનેકશન
કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા સાથે દેવુસિંહ ચૌહાણે કચ્છ જીલ્લા ભાજપના આગેવાન કાર્યક્રરો સાથે પણ મુલાકાત કરી હતી. તો તેઓ ભુજ રેડીયો સ્ટેશન ખાતે પહોચ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન તેમણે પોતાના જુના દિવસોને યાદ કર્યા હતા અને જણાવ્યુ હતુ. કે 80-90 ના દશકમાં જ્યારે તેઓ જાહેર જીવનમાં ન હતા ત્યારે કચ્છમાં 7 વર્ષ રહ્યા હતા. તે દરમિયાન તેમણે ભુજ આકાશવાણી કેન્દ્રમાં ફરજ બજાવી હતી. તેમણે કચ્છ સાથે તેમની અનેરી યાદો જોડાયેલી હોવાનું જણાવ્યુ. મંત્રી બન્યા બાદ કચ્છની પ્રથમવાર મુલાકાતે આવેલા મંત્રી દેવુસિંહ ચૌહાણે કચ્છના સંસ્મરણો યાદ કર્યા હતા અને કચ્છના વધુ વિકાસ માટે તેઓએ બનતા પ્રયાસ કરવાની પણ ખાતરી આપી હતી.
આ પણ વાંચોઃ
SURAT: યુવકે જ્વેલર્સની દુકાનમાં દાગીનાની કરી ઉઠાંતરી, ચોરીનું કારણ નવાઈ પમાડે તેવું છે !
આ પણ વાંચોઃ