Ahmedabad: માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સતત ઘટાડો, વધુ 29 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 7:32 AM

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)ના કેસમાં તીવ્ર ગતિથી વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ (Ahmedabad)માં નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં નવા 23 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે બીજી તરફ 29 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરતા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 23 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. 29 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. એક દિવસ પહેલા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 111 હતી. 29 વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 105 થઈ છે.

મહત્વનું છે કે ગુજરાતમાં 18 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 17119 નવા કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતાં કોરોનાના એક્ટિવ કેસની (Active Case) સંખ્યા 79,600 પર પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 5,998 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ

Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા

આ પણ વાંચોઃ

ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">