AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather: ગુજરાતના બંદરો ઉપર 3 નંબરનુ ભયસુચક સિગ્નલ લગાવવા, માછીમારોને દરિયા ના ખેડવા હવામાન વિભાગની સુચના

બંગાળની ખાડીમાંથી ઉદભવીને ઓરિસ્સા, આંઘ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેની અસર વર્તાવીને વાવાઝોડુ ગુલાબ નબળુ પડીને ફરી પાછુ મજબૂત થઈ ને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાવશે.

Gujarat Weather: ગુજરાતના બંદરો ઉપર 3 નંબરનુ ભયસુચક સિગ્નલ લગાવવા, માછીમારોને દરિયા ના ખેડવા હવામાન વિભાગની સુચના
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 4:13 PM
Share

બંગાળની ખાડીમાંથી ઉદભવેલુ વાવાઝોડુ ગુલાબ ઓરિસ્સા અને આંઘ્રપ્રદેશમાં વ્યાપક અસર સર્જયા બાદ, આગળ વધીને નબળુ પડી ખંભાતના અખાતમાં વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપમાં ફેરવાયુ છે. જે આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. અને ત્યાર બાદ તે ફરી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને પાકિસ્તાનના મકરાણ તરફ આગળ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

બંગાળની ખાડીમાંથી ઉદભવીને ઓરિસ્સા, આંઘ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેની અસર વર્તાવીને વાવાઝોડુ ગુલાબ નબળુ પડીને ફરી પાછુ મજબૂત થઈ ને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ એટલે કે પહેલી ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવા તાકીદ બદલાયેલા વાતાવરણને કારણે, દરિયો તોફાની બની રહેવાની સંભાવનાને ધ્યાને લઈને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ બંદર ઉપર ભયસુચક 3 નંબરનુ સિગ્લન લગાવવા તાકીદ કરી છે.

માછીમારોને દરિયા ના ખેડવા સલાહ દરિયાકાંઠે 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના હોવાથી, ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને આગામી 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માછીમારી માટે દરિયા ના ખેડવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે. અને દરિયામાં ગયેલા માછીમારોને નજીકના દરિયાકાંઠે તેમની બોટને લાગરવા માટે કહ્યુ છે.

29 સપ્ટેમ્બરે કયા કયા પડશે વરસાદ આણંદ, ભરૂચ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમાનાથમાં બારે વરસાદ, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડના કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

30 સપ્ટેમ્બરે ક્યા કયા પડી શકે છે વરસાદ જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં 40થી 60 કિ.મી.ની ઝડપ પવન ફુંકાવવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ ગુલાબ વાવાઝોડાનો કહેર યથાવત, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત ! હવામાન વિભાગે આ જિલ્લામાં જાહેર કર્યુ એલર્ટ

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અનેક જળાશયો ઓવરફલો, જાણો કયાં ડેમના કેટલા દરવાજા ખોલાયા ?

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">