AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સરકારે, રૂ. 1086.86 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 15 મોટા એકમોને આપી મંજૂરી, 3697 નવી રોજગારીનું થશે સર્જન

ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે, ગુજરાતમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉદ્યોગો ગુજરાતમાં કુલ રૂ. 1086.86 કરોડનું મૂડીરોકાણ અને અંદાજિત 3697 નવી રોજગારીનું સર્જન કરશે.

ગુજરાત સરકારે, રૂ. 1086.86 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 15 મોટા એકમોને આપી મંજૂરી, 3697 નવી રોજગારીનું થશે સર્જન
Balwantsinh Rajput, Industries Minister, Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2025 | 5:22 PM
Share

ગુજરાત સરકારે, આજે  3700 લોકોને સીધી અને આડકતરી રીતે રોજગારી આપનારા, રૂપિયા રૂ. 1086.86 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 15 મોટા પ્રોજેક્ટને મંજૂરીની મહોર મારવામાં આવી છે.  ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા પ્લાસ્ટીક સેક્ટર, સિરામિક સેક્ટર, મેટલ સેક્ટરમાં મૂડીરોકાણ આવશે. ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના અંતર્ગત ગુજરાતમાં આકાર પામનારા આ 15 મોટા ઔદ્યોગિક એકમોને સરકારે જાહેર કરેલ ઔદ્યોગિક નીતિ અંતર્ગત લાભ આપવામાં આવશે.

ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાજ્યમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ગુજરાતમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉદ્યોગો ગુજરાતમાં કુલ રૂ. 1086.86 કરોડનું મૂડીરોકાણ અને અંદાજિત 3697 નવી રોજગારીનું સર્જન કરશે.

આ સંદર્ભે વિગતો આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે ગુજરાત આજે રોકાણકારો માટે શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે. ગુજરાતને વિકાસની દીવાદાંડી બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ રાજ્યમાં રોકાણ કરનાર ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય આપવામાં આવે છે.

તે જ અનુક્રમને જાળવી રાખતા રાજ્ય સરકાર દ્વારા આજે વધુ 15 મોટા ઉદ્યોગોને ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના’ હેઠળ નેટ એસ.જી.એસ.ટી. સહાય માટે મંજૂરી હુકમ અર્પણ કરવામાં આવ્યા છે. આ ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલા અમદાવાદ જિલ્લામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા પ્લાસ્ટીક સેક્ટરમાં રૂ. 459.54 કરોડ, પંચમહાલમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં રૂ. 237.48 કરોડ, પાટણમાં પ્લાસ્ટીક સેક્ટરમાં રૂ. 56.97 કરોડ, મહેસાણામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં રૂ. 46.33 કરોડ, મોરબીમાં સિરામિક સેક્ટરમાં રૂ. 62.51 કરોડનું મૂડીરોકાણ તથા વડોદરા જિલ્લામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા મેટલ સેક્ટરમાં રૂ. 224.03 કરોડના મૂડીરોકાણ માટેની સહાયને મંજૂરી આપવામાં આવી છે. આ ઉદ્યોગોના માધ્યમથી રાજ્યમાં અંદાજિત 3697 જેટલી નવી રોજગારીનું સર્જન થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના’ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1,48,000 કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ થયું છે, જેના પરિણામે અંદાજે 1.65 લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. આમ, MSME સેક્ટરના નાના અને મધ્યમ કક્ષાના આનુષંગિક ઉદ્યોગોને વેગ મળ્યો છે, જેથી રાજ્યમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">