લો બોલો, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું- પોરબંદરની છબી ખરાબ છે, ઉદ્યોગપતિ રોકાણ કરવા નથી આવતા !
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય પ્રાધન મનસુખ માંડવિયાએ જાહેર કાર્યક્રમમાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેનાથી પોરબંદરની પ્રજા અચંબામાં છે. તેમનું કહેવુ છે કે પોરબંદરની છબી ખરાબ હોવાથી ઉદ્યોગકારો રોકાણ કરતા ખચકાયા છે. તેવું કેન્દ્રીય પ્રધાન અને સાંસદ મનસુખ માંડવિયાએ જાહેર કાર્યક્રમના મંચ પરથી આ નિવેદન આપ્યું છે.

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય પ્રાધન મનસુખ માંડવિયાએ જાહેર કાર્યક્રમમાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેનાથી પોરબંદરની પ્રજા અચંબામાં છે. તેમનું કહેવુ છે કે પોરબંદરની છબી ખરાબ હોવાથી ઉદ્યોગકારો રોકાણ કરતા ખચકાયા છે. તેવું કેન્દ્રીય પ્રધાન અને સાંસદ મનસુખ માંડવિયાએ જાહેર કાર્યક્રમના મંચ પરથી આ નિવેદન આપ્યું છે.
એક જાહેર કાર્યક્રમના મંચ પરથી ઔધોગીક વિકાસ મુદ્દે બોલતા માંડવિયાએ કાયદો હાથમાં લેનારા તત્વોને સાનમાં સમજાવવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે.અને કાયદો હાથમાં લેનારા તત્વોની ભલામણ કે બચાવવાનો પ્રયાસ નહીં થાય.માંડવિયાએ દાવો કર્યો કે કેટલાક લોકોના કારણે પોરબંદર વિકાસથી વંચિત નહીં રહે. હવે પોરબંદરની જનતા સહયોગ કરશે સહન નહીં
પોરબંદરની છબી ખરાબ હોવાથી ઉદ્યોગો નથી આવતાઃ માંડવિયા
પોરબંદરના વિકાસમાં અવરોધરૂપ બનેલા ગુનાખોરીના મુદ્દા પર કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં પોરબંદરની મુલાકાત દરમિયાન એક જાહેર સભામાં બોલતા, માંડવિયાએ જણાવ્યું કે શહેરની નકારાત્મક છબીને કારણે ઉદ્યોગપતિઓ રોકાણ કરવામાં અચકાય છે. તેમણે ઉમેર્યું કે આ ગંભીર સમસ્યા છે જે પોરબંદરના વિકાસને અટકાવે છે.
મનસુખ માંડવિયાએ કહ્યું કે તેમણે જિલ્લા કલેક્ટર ડીડીઓ અને એસપીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક સૂચનાઓ આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ગુનાખોરીમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને બચાવવામાં નહીં આવે, ભલે તે કોઈ પણ હોય.
મનસુખ માંડવિયાએ ઉદ્યોગપતિઓને પોરબંદરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું અને આશ્વાસન આપ્યું કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂર્ણ પ્રયાસ કરશે. તેમણે પોરબંદરના લોકોને પણ સહયોગ કરવા અને શહેરની છબી સુધારવા માટે મદદ કરવા અપીલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પોરબંદરનો વિકાસ માટે સૌનો સહયોગ અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, માંડવિયાએ સૂચવ્યું કે શહેરના લોકોએ પોતાનો માનસિકતા બદલવાની જરૂર છે જેથી શહેરમાં ઉદ્યોગોને આવકારવામાં આવે.