AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઔદ્યોગિક સંકટ : એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં ભંગાણના કારણે ૩ GIDC ના સેંકડો ઉદ્યોગો ઠપ્પ થવાનો ભય, જાણો શું છે મામલો

ઘટનાના મૂળ તરફ જઈએતો સજોદ નજીક ભંગાણના કારણે ડિસ્ચાર્જ અટકાવાયું છે. સમારકામ શરૂ કરાયું છે જોકે આ કામગીરી બે દિવસમાં પૂર્ણ ન થાય તો દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વર, પાનોલી અને ઝગડિયાના ૫૦૦ થી વધુ ઉદ્યોગો ઠપ્પ થવાનો ભય ઉભો થયો છે.

ઔદ્યોગિક સંકટ : એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં ભંગાણના કારણે ૩ GIDC ના સેંકડો ઉદ્યોગો ઠપ્પ થવાનો ભય, જાણો શું છે મામલો
The fear of being stuck for three GIDC manufacturing industries
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 7:09 AM
Share

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ આપી દરિયામાં નિકાલ કરતી NCT ની લાઈનમાં સજોદ નજીક ભંગાણ પડતા આમલખાડીમાં પ્રદૂષિત પાણીની રેલમછેલ થઈ હતી. GPCB એ સ્થળ પર દોડી આવી સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ આ સંકટના કારણે દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટરના 500 થી વધુ ઉદ્યોગો ઠપ્પ થવાનો ભય ઉભો થયો છે.

અંકલેશ્વરમાં આવેલ ફાઇનલ એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નર્મદા ક્લીન ટેક ઓદ્યોગિક વસાહતના પ્રવાહી રાસાયણિક કચરાની તીવ્રતા ઘટાડી દરિયામાં નિકાલ કરે છે.  NCT દ્વારા પોતાના પ્લાન્ટમાંથી મોટા 2 પાઈપો દ્વારા આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડી દેવાના આક્ષેપ સાથે પર્યાવરણપ્રેમી સલીમ પટેલે વિડીયો વાઇરલ કર્યા હતા. આ બાબત ફરિયાદ GPCB ને કરાતા જીપીસીબી દ્વારા સ્થળ તપાસ અને સેમ્પલો લઈ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક સૂત્રો અનુસાર આ વેસ્ટ વોટર NCT ના તળાવમાંથી ઓવરફ્લો થઇ વહ્યું હતું.

GPCB ના સૂત્રોએ મામલે જણાવ્યું હતું કે સ્થળ પરથી સેમ્પલો લેવામાં આવ્યા છે. સાથે જ આમલખાડીમાં પ્રદુષિત પાણીના નિકાલ બાબતે નોટિસ આપવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ મોકલી આપવામાં આવશે. જે બાદ વડી કચેરીની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરાશે.NCT અનુસાર સજોદ નજીક લાઈનમાં ભંગાણ પડ્યું હતું. અંકલેશ્વર અને પનોલીના ઉદ્યોગોને તેમનું પ્રદુષિત પાણી નહીં છોડવા સૂચના આપી હતી. જોકે એફલૂઅંટ તરત બંધ ન થતા આમલખાડીમાં ઓવરફ્લો થઈ પાણી વહયું હતું.

ઘટનાના મૂળ તરફ જઈએતો સજોદ નજીક ભંગાણના કારણે ડિસ્ચાર્જ અટકાવાયું છે. સમારકામ શરૂ કરાયું છે જોકે આ કામગીરી બે દિવસમાં પૂર્ણ ન થાય તો દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વર, પાનોલી અને ઝગડિયાના ૫૦૦ થી વધુ ઉદ્યોગો ઠપ્પ થવાનો ભય ઉભો થયો છે. AIA મેનેજીંગ કમિટી અનુસાર બે દિવસનું કંપની પાસે સ્ટોરેજ હોય છે જેમાં હાલ એફ્લુઅન્ટ સ્ટોર કરાઈ રહ્યું છે. આવતીકાલ સાંજ સુધી સમારકામ પૂર્ણ ન થાય તો પ્રોડક્શન લોસની સમસ્યા ઉભી થશે

આ પણ વાંચો :   ચીનમાં આર્થિક જોખમ વધતા વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યાં, જાણો એક સપ્તાહમાં કેટલું થયું રોકાણ ?

આ પણ વાંચો : આ સરકારી કંપનીના નફામાં 52 ટકાનો ઉછાળો આવ્યો, વેચાણમાં 37% નો થયો વધારો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">