ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 514 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 28 દર્દીના મોત થયા છે. આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 339 દર્દીને રજા આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જાણો રાજ્યના ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોના પોઝિટિવ કેસ?
રાજ્યમાં કોરોના વાઈરસના નવા 514 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના કેસની જિલ્લા મુજબ વાત કરીએ તો સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 327 કેસ નોંધાયા છે. અન્ય જિલ્લામાં જોઈએ તો સુરતમાં 64 કેસ, વડોદરામાં 44 કેસ, ગાંધીનગરમાં 15 કેસ, જામનગર અને ભરૂચમાં 09-09 કેસ, રાજકોટમાં 08 કેસ, પંચમહાલમાં 07 કેસ, સાબરકાંઠા અને જુનાગઢમાં 04-04 કેસ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 03-03 કેસ, મહેસાણામાં 02 કેસ, અરવલ્લીમાં 02 કેસ, વલસાડમાં 02 કેસ નોંધાયા છે. જ્યાં કોરોના વાઈરસનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે એવા જિલ્લામાં બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા. બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યના 3 કેસ પણ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો