ગુજરાતમાં આજે કોરોનાના નવા 1009 કેસ, 22ના મોત, હજુ 83 વેન્ટીલેટર ઉપર
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં લેવા માટે અનેક પ્રકારે પ્રયાસો કરવા છતા કોરોનાના સંક્રમણનો વ્યાપ યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 1009 કેસ નોંધાયા છે. 22 દર્દીઓના મોત નિપજ્યા છે. તો હજુ પણ 83 દર્દીઓ વેન્ટીલેટર ઉપર સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરત શહેર અને જિલ્લામાંથી નોંધાયો છે. સુરત શહેર અનેજિલ્લામાં થઈને […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં લેવા માટે અનેક પ્રકારે પ્રયાસો કરવા છતા કોરોનાના સંક્રમણનો વ્યાપ યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 1009 કેસ નોંધાયા છે. 22 દર્દીઓના મોત નિપજ્યા છે. તો હજુ પણ 83 દર્દીઓ વેન્ટીલેટર ઉપર સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરત શહેર અને જિલ્લામાંથી નોંધાયો છે. સુરત શહેર અનેજિલ્લામાં થઈને કુલ 258 કેસ નોંધાયા છે. તો અમદાવાદ શહેર અને જિલ્લામાં થઈને કુલ 152 કેસ નોંધાયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં થઈને કુલ 85 કેસ તો વડોદરામાં 98 કેસ કોરોનાના નોંધાયા છે. જ્યારે સમગ્ર રાજ્યમાંથી 974 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના સંક્રમણને કારણે 22ના મોત નિપજ્યા હતા. જેમાં સુરત શહેર અને જિલ્લામાં થઈને કુલ 11ના મોત નિપજ્યા છે. તો અમદાવાદમાં 6 દર્દીના મોત નિપજ્યા છે. ભાવનગર શહેર, વડોદરા શહેર, જૂનાગઢ, કચ્છ અને રાજકોટ જિલ્લામાં એક એક દર્દીનુ મોત થયુ છે. ગુજરાતમાં કુલ 14614 દર્દીઓના કેસ એકટીવ છે. જેમાં 14,531ની હાલત સ્થિર છે. ગુજરાતમાં આજદીન સુધીમાં કોરોનાથી કુલ 2509 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
