ગુજરાતમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, 16 લોકોના મૃત્યુ
ગુજરાતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત છે. 21 જાન્યુઆરીએ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21, 225 કેસ નોંધાયા અને કોરોનાને કારણે 16 દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો સતત વધી રહ્યા છે. જેમાં રાજ્યમાં કોરોના મોટી છલાંગ લગાવી રહ્યો છે. જેમાં 21 જાન્યુઆરીએ પણ કોરોનાની ગતિ યથાવત્ રહી છે.રાજ્યમાં ત્રીજી લહેરમાં(Third Wave) પહેલીવાર એક જ દિવસમાં 16 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતાં પાછલા 24 કલાકમાં 21,225 નવા કેસ નોંધાયા છે.આમ સતત ત્રીજા દિવસે રાજ્યમાં 20 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 8,626 નવા કેસ નોંધાયા અને એક જ દિવસમાં 8 લોકો કોરોના સામે જંગ હારી ગયા. વડોદરામાં પણ કોરોનાના 2,432 નવા દર્દી મળ્યા સુરતમાં 2,124 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં પણ 1,502 કેસ નોંધાયા છે.રાજ્યના અન્ય શહેર-જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસ પર નજર કરીએ તો ગાંધીનગરમાં 612, સુરત જિલ્લામાં 452, ભરૂચમાં 412, વડોદરા જિલ્લામાં 409, ભાવનગરમાં 404, વલસાડમાં 380 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે આણંદમાં 343, જામનગરમાં 330, મહેસાણામાં 314, નવસારીમાં 285, રાજકોટ જિલ્લામાં 252, મોરબીમાં 216, કચ્છમાં 206 અને ગાંધીનગર જિલ્લામાં 203 કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 16 દર્દીઓનાં મોત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 8, સુરતમાં 4, વડોદરામાં બે, ખેડા-ભાવનગરમાં 1-1 મળીને કુલ 16 લોકોનાં મોત થયા છે.
તો છેલ્લા 24 કલાકમાં 92,45 દર્દી કોરોના મુક્ત થયા છે.અત્યાર સુધીમાં 8.95 લાખથી વધુ લોકો કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 16 હજાર 843 એક્ટિવ કેસ છે,જેમાંથી 172 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 16 હજાર 671 દર્દીની હાલત સ્થિર છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, રાજયના 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ
આ પણ વાંચો : આણંદ : અમૂલના 14 ડિરેક્ટરરો પર લાગેલા આક્ષેપોના ડેરીના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા કેવા ખુલાસા કરાયા