ગુજરાત હાઇકોર્ટનો ખાનગી શાળાની ફી મુદ્દે મહત્વનો ચુકાદો, શાળાઓ પ્રમાણસર ફી વસૂલી શકશે
ગુજરાત હાઇકોર્ટે ખાનગી શાળાની ફી મુદ્દે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કહ્યું છે કે શાળાઓ પ્રમાણસર ફી વસૂલી શકશે
ગુજરાત હાઇકોર્ટે ખાનગી શાળાની ફી મુદ્દે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કહ્યું છે કે શાળાઓ પ્રમાણસર ફી વસૂલી શકશે. જેમાં ખાનગી શાળા હવે ફી વધારી શકશે. જો કે શાળા અતિશય ફી વસૂલી શકશે નહિ. તેમજ ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહિ. ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે, પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસે લઈ શકે નહીં
આ ઉપરાંત ખાનગી શાળાઓ મિલકત પરના ઘસારાની બાબતે અલગ ક્લેમ કરી શકશે નહિ. ખાનગી શાળાઓ રિજનેબલ સરપ્લસ માટે ફી વસૂલી શકશે. જ્યારે ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસે લઈ શકે નહીં. તેમજ ખાનગી શાળાઓ એ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમિટીએ ધ્યાનમાં લેવું પડે અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માગી શકે. આ ઉપરાંત ફી નિર્ધારિત કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટીએ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને ફી વધારાની માંગણી નક્કી કરવાની રહેશે. જ્યારે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કરલયુકમ એક્ટિવિટી પાછળ કરેલો ખર્ચ ફી માટે ગણી શકે
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..