AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગઈ નવરાત્રિથી આ નવરાત્રિ વચ્ચે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં આટલા રૂપિયાનો વધારો, મોંઘવારીએ મધ્યમવર્ગની તોડી કમર

ગઈ નવરાત્રિથી આ નવરાત્રિ વચ્ચે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં આટલા રૂપિયાનો વધારો, મોંઘવારીએ મધ્યમવર્ગની તોડી કમર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 9:32 AM
Share

ભાવ વધારાએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. સામાન્ય પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે. ચાલો જાણીએ રાજ્યના અલગ અલગ શહેરમાં પેટ્રોલના આજના ભાવ.

ગત નવરાત્રિથી આ નવરાત્રિ વચ્ચે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં રૂ.22નો વધારો થયો છે. ગુરુવારે પેટ્રોલમાં લિટરે 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરાયો હતો. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઑલ ટાઇમ હાઇ થયા છે. ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 81 ડૉલર થઈ જતા ઑઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 103.24 રૂપિયા જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 109.25 પ્રતિ લિટર થયા હતા. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવમાં લિટરે 85 પૈસાનો વધારો થોય છે. ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ પહેલીવાર 100 રૂપિયાને પાર થયા હતા. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 115.14 રૂપિયા પ્રતિ લિટર સાથે દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મળી રહ્યું છે.

જાહેર છે કે ભાવ વધારાએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. સામાન્ય પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા રાજ્યના મોટાભાગના સ્થળો પર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ છેલ્લા ઘણા સમયથી 97 થી 98 વચ્ચે રહેવાના કારણે તેમજ હવે 100 નો આંકડો પાર કરવાના કારણે લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

કયા શહેરમાં પેટ્રોલના શું ભાવ?

અમદાવાદમાં પેટ્રોલ રૂ.100.64, ડીઝલ રૂ.98.22
ગાંધીનગરમાં પેટ્રોલ રૂ.100.32, ડીઝલ રૂ.99.19
ભાવનગરમાં પેટ્રોલ રૂ.101.8, ડીઝલ રૂ.100.65
વડોદરામાં પેટ્રોલ રૂ.97.7, ડીઝલ રૂ.98.57
સુરતમાં પેટ્રોલ રૂ.99.94, ડીઝલ રૂ.98.84
રાજકોટ પેટ્રોલ રૂ.97.76, ડીઝલ રૂ.98.64
જૂનાગઢમાં પેટ્રોલ રૂ.100.78, ડીઝલ રૂ.99.67
જામનગરમાં પેટ્રોલ રૂ.99.97, ડીઝલ રૂ.98.84
અમરેલીમાં પેટ્રોલ રૂ.100.82, ડીઝલ રૂ.99.78

 

આ પણ વાંચો: શિરડી: સાંઇ મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ફરી ખૂલ્યા, દર્શનના આવા હશે નિયમો, ચૂકવવા પડશે આટલા રૂપિયા

આ પણ વાંચો: Surat : મેટ્રો કોરિડોર માટે મહિધરપુરાના 51 પરિવારોને મકાન-દુકાન ખાલી કરવા નોટિસ, ન મળશે કોઈ વળતર કે ન મળશે આવાસ

g clip-path="url(#clip0_868_265)">