આણંદ-નડિયાદની સિવિલ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, ડોક્ટરોએ જણાવ્યું કારણ

આણંદ-નડિયાદની સિવિલ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, ડોક્ટરોએ જણાવ્યું કારણ
Hospitals in Anand-Nadiad overflowed with patients

આણંદ અને નડિયામાં એક મહિના પહેલાં વાઈરલ ઇન્ફેક્શનના 30થી 40 કેસ આવતા હતા તે હવે 80 ઉપર પહોંચી ગયા. કોરોનાના કેસોમાં પણ વધારો થયો છે.

Dharmendra Kapasi

| Edited By: kirit bantwa

Jan 19, 2022 | 2:41 PM

આણંદ ખેડા જિલ્લામાં કોરોનાનાં કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને એમાં પણ વાયરલ ઇન્ફેક્શનનાં દર્દીઓથી આણંદ નડિયાદની સિવિલ હોસ્પિટલ (Hospital) ઉભરાઇ રહી છે. જો વાત કરવામાં આવે આણંદ (Anand) સિવિલ હોસ્પિટલની તો જાન્યુઆરી માસ પહેલાં પ્રતિદિવસ વાયરલ ઇન્ફેકશનના દર્દીઓની સંખ્યા 30 જેટલી હતી તેમાં છેલ્લા 18 દિવસમાં સતત વધારો થઈ ઓપીડીમાં દર્દીઓ (patients) ની સંખ્યા 60થી વધી ગઈ છે તો નડિયાદ (Nadiad) સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરી માસ પહેલા 30થી 40 કેસ નોંધાતા હતા તેમાં ઉછાળો આવી હાલ પ્રતિદીવસ 80થી પણ વધારે કેસ ઓપિડીમાં આવી રહ્યા છે

સિવિલ હોસ્પિટલમાં આવનારા મોટાભાગના દર્દીઓ શરદી-ખાંસી અને ગળામાં દુ:ખાવાની ફરિયાદ કરતા હોય છે. બીજી તરફ અનેક દર્દીઓ કોરોના (corona) ના ડરે સરકારી હોસ્પિટલના બદલે પોતાના રહેણાંક વિસ્તારની નજીકના ખાનગી ડોકટર (doctor) પાસે સારવાર કરાવી રહ્યા છે. જો કે ખાનગી હોસ્પિલમાં સારવાર લેનાર દર્દીઓનો આંકડો પણ મોટો હોઇ શકે છે!

વાયરલ ઇન્ફેક્શનનું મહત્વનું કારણ ઉત્તરીય પ્રદેશમાં હિમ વર્ષા સહિતના કારણોસર ચરોતરમાં પણ ઠંડીનો ધ્રુજારો ફરી વળ્યો હતો. તેમાંયે ઉત્તરાયણમાં લોકોએ પતંગ ચગાવવાની મૌજ માણવા અગાશી, ધાબા, છાપરાં અને ખુલ્લા મેદાનોમાં ભીડ જમાવી હતી.અને સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ,બેફામ બની માસ્ક વગર ફરતા નાગરિકોને કારણે પણ જન આરોગ્યને અસર પહોંચી હોવાથી શરદી-ખાંસી અને એકાએક તાવ ચઢવાની ફરિયાદોમાં વધારો થયો છે

નડિયાદ સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર ડો પ્રેરણા ગ્વાલાનીના મતે જો ગળામાં દુ:ખાવો, શરદી-ખાંસી સાથે તાવ આવતો હોય તો કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ. જોકે લોકોએ ડર રાખ્યા વિના બ્લડ ટેસ્ટ અને બ્લડ ટેસ્ટમાં ડબ્લ્યુબીસી કાઉન્ટ (વ્હાઈટ બ્લડ સેલ) ઓછા જણાય તો કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ,

આ પણ વાંચોઃ AMCએ અમદાવાદની સત્તાવાર હેરિટેજ વેબસાઇટ લોન્ચ કરી, સાઇટમાં 1411માં સ્થપાયેલા શહેરની ઝલક

આ પણ વાંચોઃ કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી: અત્યારે આવતા 60થી 70 ટકા કેસ ઓમિક્રોનના છે, સામાન્ય શરદી ખાંસી પણ કોરોના હોઈ શકે છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati