AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટનું આકરુ વલણ, સરકાર સાંજ સુધીમાં નિર્ણય ન લે તો કરાશે કડક આદેશ

હાઇકોર્ટ સુરતમાં રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિના થયેલા મૃત્યુની ગંભીર નોંધ લેતા જણાવ્યુ છે કે, રખડતા ઢોરના કારણે કોઇનો જીવ જવો જોઇએ નહી, અથવા તો કોઇને ઇજા પણ થવી જોઇએ નહી.

રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટનું આકરુ વલણ, સરકાર સાંજ સુધીમાં નિર્ણય ન લે તો કરાશે કડક આદેશ
રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટનું આકરુ વલણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 12:51 PM
Share

રાજ્યમાં રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટે (High Court) આકરુ વલણ દર્શાવ્યુ છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર (state government) યુદ્ધના ધોરણે પગલા લે તેવી ટકોર કરી છે. હાઇકોર્ટે સરકારને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ઠોસ નિર્ણય લેવા ટકોર કરી છે. જો ન લેવાય તો કોર્ટ જ આકરો હુકમ કરશે તેવું જણાવ્યુ છે. હાઇકોર્ટ સુરતમાં રખડતા ઢોરના (Stray cattle) ત્રાસના કારણે એક વ્યક્તિના થયેલા મૃત્યુની ગંભીર નોંધ લેતા જણાવ્યુ છે કે, રખડતા ઢોરના કારણે કોઇનો જીવ જવો જોઇએ નહી, અથવા તો કોઇને ઇજા પણ થવી જોઇએ નહી.

રાજ્યમાં રખડતા ઢોરના કારણે છેલ્લા કેટલાય સમયથી અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. એટલુ જ નહીં થોડા દિવસ પહેલા તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ સિવાય પણ અનેક નવ યુવાનો પણ આ રખડતી રંજાડોના અડફેટે આવી ચુક્યા છે. તેમ છતા તંત્રના પેટનું પાણી પણ જાણે હલતુ નથી. ત્યારે હવે આ બાબતે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય સરકારને આ જે ગંભીર સમસ્યા છે તે મામલે યુદ્ધના ધોરણે પગલા લેવા ટકોર કરી છે. ટુંકમાં હાઇકોર્ટ દ્વારા સરકારને કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો છે કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં સરકાર રખડતા ઢોર મામલે કોઇ ચોક્કસ નિર્ણય લે નહીં તો તેના ઉપર કોર્ટ આકરો હુકમ કરશે.

બીજી તરફ સુરતમાં જે રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિનું મોત થયુ હતુ, તે અંગે કોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે જણાવ્યુ છે કે રખડતા ઢોરના કારણે કોઇનો જીવ પણ જવો જોઇએ નહીં કે કોઇને ઇજા પણ થવી જોઇએ નહીં. જો કે છેલ્લા એક અઠવાડિયાની જ વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, સુરત સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસ સામે આવેલા છે. જેના કારણે અનેક અકસ્માતો પણ થયેલા છે. મહત્વની વાત એ કહી શકાય કે કોર્ટ દ્વારા સરકારને સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ઢોસ નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યુ છે. હવે સૌની નજર તેના પર રહેશે કે સરકાર સાંજ સુધીમાં શું પગલા લેશે.

રાજ્યમાં રખડતા ઢોર યમદૂત બનીને ફરે છે

નોંધનીય છે કે ગુજરાતમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ જીવલેણ બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં રખડતા ઢોરની અડફેટે આવવાના કારણે યુવાનોથી લઇને વૃદ્ધો એમ અનેક લોકો મોતને ભેટ્યા છે. બે દિવસ પહેલા જુનાગઢમાં રખડતા ઢોરની અડફેટે એકનું મોત થયુ છે. તો  વડોદરાના સુભાનપુરામાં ઢોરની અડફેટે આવવાથી બાઇકસવારનું મોત નિપજ્યું હતું. તો આ પહેલા અમદાવાદમાં પણ 31 વર્ષીય યુવક ગાયની અડફેટે આવ્યા બાદ નીચે પટકાતા પાછળથી આવેલા ટ્રક હેઠળ કચડાઇને મોતને ભેટ્યો હતો. બનાસકાંઠાના પાલનપુરના મેરવાડા ગામે પણ કાર સાથે આખલો અથડાતા એક યુવક મોતને ભેટ્યો.

તો જામનગરમા પણ રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લઇને તેને રીતસર ખુંદી નાખતા વૃદ્ધ મોતને ભેટ્યા. આ ઉપરાંત ઢોરની અડફેટે આવવાને કારણે ઇજાગ્રસ્ત થવાની ઘટના તો દૈનિક થઇ ગઇ છે. તેમ છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરના પ્રશ્નના નિરાકરણ માટે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી.

 (વીથ ઇનપુટ- રોનક વર્મા, અમદાવાદ) 

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">