ગુજરાતની કાબિલે તારિફ સિદ્ધિ, Vaccination માં વિકસિત દેશોને પાછળ છોડયા

નોંધનીય છેકે કોરોના રસી ઝુંબેશને વેગ આપવા માટે ગુજરાત રાજ્ય સરકારે ઓગસ્ટ મહિનામાં રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેની સરખામણીમાં ઓગસ્ટના અંતસુધીમાં રાજ્યમાં રસીના 1.34 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા.

ગુજરાતની કાબિલે તારિફ સિદ્ધિ, Vaccination માં વિકસિત દેશોને પાછળ છોડયા
Gujarat first in vaccination
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 5:43 PM

રસીકરણમાં (Vaccination )ગુજરાતે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રસીકરણના તાજા આંકડાઓના આધારે  ગુજરાતે (Gujarat)વિશ્વના સૌથી વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે. અને, ગુજરાતે  પ્રતિ 100 વયસ્કોમાં વસ્તી દીઠ 169.2  લોકોનું રસીકરણ કરી આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા પણ દેશભરમાં ગુજરાત રસીકરણ મામલે અગ્રેસર રહ્યું છે.

ઇન્ફોગ્રાફિકમાં ગુજરાતને ટોચ પર દર્શાવવામાં આવ્યું છે, વેક્સિનેશનના આંકડામાં વિકસિત દેશો યુ.કે. ફ્રાન્સ અને યુએસએ જેવા દેશોને પછાડીને અગ્રસ્થાને છે. પ્રતિ 100 વયસ્કોને રસી આપવામાં વિકસીત દેશો કરતા ગુજરાત આગળ છે. જેમાં પ્રતિ 100 વયસ્કોએ ગુજરાતમાં 169.2 ટકા રસીકરણ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં રસીના 8 કરોડ 30 લાખથી વધુ ડોઝ અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4.60 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. અત્યાર સુધીમાં 3.69 કરોડથી વધુ લોકોને બંને ડોઝ અપાયા છે.

વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર 100 ની વસ્તીએ ગુજરાતમાં 169.2 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે તે વિશ્વના વિકસીત દેશો કરતાં પણ વધુ અગ્રેસર છે. ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ 100 વ્યક્તિએ 169.2 વેક્સિન ડોઝ અપાયા છે તેની તુલનાએ ફ્રાન્સમાં 166.9. યુ.એસ.એ માં 138.4, જર્મની 153.6, કેનેડા 164.7, ઇટલી 159, નેધરલેન્ડ 168.8 ડોઝની સંખ્યા ધરાવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

(Vaccination ) રસીકરણના જાહેર થયેલા આંકડા :

ગુજરાત : 169.2 

યુકે : 162.8

ફ્રાન્સ : 166.9

યુએસએ : 138.4

જર્મની : 153.6

કેનેડા : 164.7

ઇટાલી : 159

નેધરલેન્ડ્સ : 168.8

ફિનલેન્ડ : 167.5

સ્વીડન : 165.8

મેક્સિકો : 157.9

સ્વિટ્ઝર્લૅન્ડ : 148.8

સાઉદી અરેબિયા : 147.9

હંગેરી : 137

વિયેતનામ : 130.7

રશિયા : 107.3

(નોંધ- Doses Per 100 Eligible Population: Gujarat vs Developed Countries) (પ્રતિ 100 વયસ્કોમાં વસ્તી દીઠ રસીકરણ : ગુજરાત Vs વિકસિત દેશો)

એટલું જ નહિ, ગુજરાત કરતાં અન્ય જે રાષ્ટ્રોમાં આવી સંખ્યા ઓછી છે તેમાં ફિનલેન્ડ ૧૬૭.પ, સ્વીડન ૧૬પ.૮, મેકસીકો ૧પ૭.૯ તેમજ સ્વીત્ઝરલેન્ડ ૧૪૮.૮, સાઉદી અરેબિયા ૧૪૭.૯, હંગેરી ૧૩૭, વિયેટનામ ૧૩૦.૭ અને રશિયા ૧૦૭.૩ નો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં હાથ ધરાયેલા હર ઘર દસ્તક અભિયાનને ગુજરાતમાં સઘન બનાવી આરોગ્ય કર્મીઓ-ફ્રન્ટલાઇન વર્કર્સએ આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક વેક્સિનેશન

નોંધનીય છેકે કોરોના રસી ઝુંબેશને વેગ આપવા માટે ગુજરાત રાજ્ય સરકારે ઓગસ્ટ મહિનામાં રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેની સરખામણીમાં ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં રસીના 1.34 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. આ આંકડો એક મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. તે સમયે આરોગ્ય વિભાગે દાવો કર્યો હતો કે જો પ્રતિ મિલિયન (મિલિયન) વસ્તીના આધારે જોવામાં આવે તો રસીકરણની દ્રષ્ટિએ ગુજરાત ટોચના રાજ્યોની યાદીમાં અગ્રેસર છે.

રાજયમાં રસીકરણને વેગ આપવા ડોર-ટુ-ડોર અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે. તથા, વિકલાંગો-વૃદ્ધો અને અશક્ત લોકો માટે વેક્સિનેશનને લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આવા ઉત્કૃષ્ટ પ્રયાસો થકી આજે ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાં પણ વેક્સિનેશનનું જોર વધ્યું છે. આ સાથે લોકોમાં પણ જાગૃતિ આવવાને કારણે દેશમાં વેક્સિનેશનનો આંકડો ઉત્તરોત્તર વધી રહ્યો છે.

નોંધનીય છેકે આ પહેલા તાજેતરમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, એમપી અને હરિયાણા સહિતના કેટલાક રાજ્યોએ દૈનિક રસીના ડોઝની સંખ્યામાં વિકસિત દેશોને પાછળ છોડી દીધા હતા.

આ વર્ષના અંત સુધીમાં વસ્તીના મોટા ભાગને રસી આપવાના પ્રયાસમાં, દેશભરની રાજ્ય સરકારો તેમના શ્રેષ્ઠ પગને આગળ ધપાવી રહી છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને હરિયાણા સહિતના કેટલાક રાજ્યોએ સરેરાશ દૈનિક ડોઝની માત્રામાં વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે. રાજ્ય સરકારોની નોંધપાત્ર સિદ્ધિઓને પ્રકાશિત કરતા દર્શાવ્યું હતું કે કેવી રીતે ભારતીય રાજ્યો તેમના નાગરિકોને ઇનોક્યુલેટ કરવામાં પશ્ચિમના વિકસિત દેશોને પાછળ છોડી રહ્યા છે.

આ પણ વાંચો : UP: હિન્દુ બનતાની સાથે જ વસીમ રિઝવીનુ વિવાદાસ્પદ નિવેદન – ઈસ્લામ કોઈ ધર્મ નથી, તે એક આતંકી જૂથ છે, જે 1400 વર્ષ પહેલા અરબસ્તાનમાં બન્યુ હતુ

આ પણ વાંચો : RRB NTPC: ફેબ્રુઆરીમાં RRB NTPC CBT-2ની પરીક્ષા, જાણો પરિણામ અને એડમિટ કાર્ડની તારીખ

g clip-path="url(#clip0_868_265)">