AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP: હિન્દુ બનતાની સાથે જ વસીમ રિઝવીનુ વિવાદાસ્પદ નિવેદન – ઈસ્લામ કોઈ ધર્મ નથી, તે એક આતંકી જૂથ છે, જે 1400 વર્ષ પહેલા અરબસ્તાનમાં બન્યુ હતુ

શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ સોમવારે ઈસ્લામમાંથી હિંદુ ધર્મ અપનાવ્યો. તેના ધર્મપરિવર્તન પછી, વસીમે કહ્યું કે તેને પહેલેથી જ ઇસ્લામમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને તેનું શિરચ્છેદ કરવા બદલ ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

UP: હિન્દુ બનતાની સાથે જ વસીમ રિઝવીનુ વિવાદાસ્પદ નિવેદન - ઈસ્લામ કોઈ ધર્મ નથી, તે એક આતંકી જૂથ છે, જે 1400 વર્ષ પહેલા અરબસ્તાનમાં બન્યુ હતુ
Wasim Rizvi - Jitendra Narayan Singh Tyagi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 3:22 PM

શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ (Wasim Rizvi) ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો છે. સોમવારે સવારે યતિ નરસિંહાનંદ સરસ્વતીએ તેમને ગાઝિયાબાદના ડાસના મંદિરમાં સનાતન ધર્મમાં સામેલ કર્યા. વસીમ રિઝવીએ હિંદુ બન્યા બાદ કહ્યું કે મને ઈસ્લામમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે, દર શુક્રવારે અમારા માથા માટેના ઈનામમાં વધારો કરવામાં આવે છે. આજે હું સનાતન ધર્મ અપનાવી રહ્યો છું. યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ કહ્યું કે અમે વસીમ રિઝવીની સાથે છીએ, વસીમ રિઝવી ત્યાગી બંધુત્વમાં જોડાશે, તેમનું નવું નામ જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી (Jitendra Narayan Singh Tyagi) રાખવામાં આવ્યું છે.

ધર્મ બદલ્યા બાદ વસીમ રિઝવીએ કહ્યું- આ ધર્મ પરિવર્તનની વાત નથી. મને ઇસ્લામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, હવે હું કયો ધર્મ સ્વીકારું તે મારી પસંદગી છે. સનાતન ધર્મ એ વિશ્વનો પ્રથમ ધર્મ છે અને તેમાં મહાન ભલાઈ અને માનવતા જોવા મળે છે. અમે ઇસ્લામને ધર્મ માનતા નથી. ઈસ્લામ, મોહમ્મદ સાહેબે બનાવેલ ધર્મ વાંચ્યા પછી અને તેમનો આતંકવાદી ચહેરો જોયા પછી મને સમજાયું કે તે કોઈ ધર્મ નથી. આ એક આતંકી જૂથ છે જેની રચના 1400 વર્ષ પહેલા અરેબિયામાં થઈ હતી. દરેક જુમ્માની પ્રાર્થના પછી, અમને અમારા માથા કાપી નાખવા માટે હાકલ કરવામાં આવે છે. તેઓ મને મુસ્લિમ માનતા શરમ અનુભવે છે, તેથી મેં સનાતન ધર્મ સ્વીકાર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વસીમ રિઝવીએ પહેલા જ જાહેરાત કરી હતી કે તે ઈસ્લામ છોડીને સનાતન ધર્મમાં જોડાઈ રહ્યો છે. બીજી તરફ વસીમના ધર્માંતરણ બાદ યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ કહ્યું- અમે વસીમ રિઝવીની સાથે છીએ, વસીમ રિઝવી ત્યાગી સમુદાયમાં જોડાશે.

ઈન્સ્ટાગ્રામ પર છવાયો વૈભવ સૂર્યવંશીનો જાદુ
અભિનેત્રીએ કરોડો રુપિયાની નવી લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
High Blood Pressure ના શરૂઆતી લક્ષણ કયા છે ? દરેકે જાણવા જરૂરી
અર્જુન રામપાલના પરિવાર વિશે જાણો
Electricity meter : વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, તમે નહીં જાણતા હોવ
Wife on Rent : ભારતમાં અહીં ભાડે મળે છે પત્ની, વિશ્વાસ ન થતો હોય તો જોઈ લો

વસિયતનામાથી કહ્યુ મારા અંતિમ સંસ્કાર કરવા હાલમાં જ વસીમ રિઝવીએ પોતાનું વસિયતનામું પણ જાહેર કર્યું હતું. જેમાં તેણે એવી જાહેરાત કરી હતી કે મૃત્યુ બાદ તેને દફનાવવામાં ન આવે, પરંતુ હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે અને તેના મૃતદેહને બાળી નાખવામાં આવે. વસીમ રિઝવીએ કહ્યું હતું કે યતિ નરસિમ્હાનંદે પોતાની ચિતાને અગ્નિદાહ આપવો જોઈએ.

વસીમ રિઝવીએ કહ્યું હતું કે કેટલાક લોકો તેને મારી નાખવા માંગે છે અને આ લોકોએ જાહેર કર્યું છે કે તેના મૃત્યુ પછી તેના મૃતદેહને કોઈપણ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે નહીં. તેથી તેના મૃતદેહને સ્મશાનમાં જ અગ્નિદાહ આપવો જોઈએ.

આ પણ વાંચોઃ

રશિયા સાથેની બેઠકમાં ભારતે ઉઠાવ્યો ‘ચીન’નો મુદ્દો, સીમા પર અતિક્રમણના મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દાખવી સખતાઈ

આ પણ વાંચોઃ

Video : ગ્રુપમાં બેઠેલા એક વાંદરાએ નાના વાનરનો કર્યો ચાળો ! પછી જે થયુ તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

g clip-path="url(#clip0_868_265)">