RRB NTPC: ફેબ્રુઆરીમાં RRB NTPC CBT-2ની પરીક્ષા, જાણો પરિણામ અને એડમિટ કાર્ડની તારીખ

RRB NTPC CBT 2: રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ભરતી માટે બીજા તબક્કાની CBT પરીક્ષાની તારીખ જાહેર કરી છે.

RRB NTPC: ફેબ્રુઆરીમાં RRB NTPC CBT-2ની પરીક્ષા, જાણો પરિણામ અને એડમિટ કાર્ડની તારીખ
RRB NTPC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 3:27 PM

RRB NTPC CBT 2: રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ભરતી માટે બીજા તબક્કાની CBT પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, RRB NTPC CBT-2 પરીક્ષા (RRB NTPC CBT 2 Exam date) ફેબ્રુઆરી 2022 માં લેવામાં આવશે.

આ પરીક્ષા 14 ફેબ્રુઆરી 2022 થી 18 ફેબ્રુઆરી 2022 દરમિયાન લેવામાં આવશે. આ સાથે RRB એ NTPC CBT-1 પરિણામની તારીખ પણ જાહેર કરી છે.

રેલ્વે ભરતી બોર્ડે કહ્યું છે કે, કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય સુરક્ષા માટે નિર્ધારિત તમામ સરકારી માર્ગદર્શિકાને અનુસરીને પરીક્ષા લેવામાં આવશે. જો કે, પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, પરીક્ષાની આ તારીખોમાં ફેરફાર પણ શક્ય છે. RRBએ તેની વેબસાઇટ rrbcdg.gov.in પર નોટિસ જાહેર કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

RRB NTPC CBT 1 પરિણામ ક્યારે આવશે

RRB દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, રેલવે NTPC CBT-1 પરીક્ષાનું પરિણામ જાન્યુઆરી 2022માં જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાના CBT RRB NTPC પરિણામ 15 જાન્યુઆરી 2022 સુધીમાં જાહેર કરવામાં આવશે. પરિણામની લિંક RRBની વિવિધ પ્રાદેશિક વેબસાઇટ્સ પર સક્રિય કરવામાં આવશે. તમે જે પ્રદેશ માટે અરજી કરી છે તેની વેબસાઇટની મુલાકાત લઈને તમે તમારા પરિણામો તપાસી શકશો.

આરઆરબી એનટીપીસી સીબીટી 2 એડમિટ કાર્ડ

RRB NTPC CBT 1 પરિણામ પછી, CBT 2 પરીક્ષા લેવામાં આવશે. જે ઉમેદવારો પ્રથમ તબક્કામાં સફળ જાહેર થશે તેમને બીજા તબક્કાની પરીક્ષામાં બેસવાની તક મળશે. આ માટે એડમિટ કાર્ડ જાન્યુઆરી 2022 ના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે, ઘણી વખત સ્થગિત કર્યા પછી RRB NTPC CBT 1 પરીક્ષા 7 તબક્કામાં લેવામાં આવી હતી. પ્રથમ તબક્કાની પરીક્ષા 28 ડિસેમ્બર 2020 પહેલા શરૂ કરવામાં આવી હતી, જેનો 7મો અને અંતિમ તબક્કો 31 જુલાઈ 2021ના રોજ સમાપ્ત થયો હતો.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

g clip-path="url(#clip0_868_265)">