Gujarati Video : અંકલેશ્વરની આમલાખાડીમાં પ્રદૂષણે માઝા મૂકી, ખાડીમાં સફેદ ફીણ વહેતું નજરે પડ્યું
Ankleshwar : અંકલેશ્વર નજીક વહેતી આમલાખાડી(Aamla Khadi) દેશની સૌથી પ્રદુષિત નદીઓ(Most Polluted Rivers In India) પૈકીની એક માનવામાં આવે છે. ભારતમાં ઘણી નદીઓ વહે છે. આ નદીઓ લોકમાતા તરીકે પૂજવામાં આવે છે. ભારતની આ નદીઓનું ધાર્મિક મહત્વ છે પરંતુ તેમ છતાં દેશની નદીઓની હાલત ખૂબ જ ખરાબ છે.

ગંગા જેવી નદી આજે પ્રદૂષણથી પીડાઈ રહી છે તો સ્થિતિ એટલી હદે ખરાબ છે કે આ નદીઓ ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. નદીઓના પાણી ઝેરી બની રહ્યા છે. આમલાખાડી પણ પ્રદૂષણનો ભોગ બની છે.
આ પણ વાંચો-Surat Rain : ભારે વરસાદ બાદ ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા, અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો, જુઓ Video
નદીઓમાં સફેદ ફીણ દેખાય છે. યમુના નદી આ મામલે સૌથી વધુ બદનામછે. નદીઓમાં સફેદ ફીણ બનવા પાછળનું કારણ શું છે?ભારતની પ્રદૂષિત નદીઓમાં આ દ્રશ્યો વારંવાર જોવા મળે છે
પર્યાવરણની બાબતોના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ ફીણના બે કારણ હોય છે. એક ગટરના પાણી સાથે આવતા સાબુ અને ડિટર્જન્ટ છે. બીજી તરફ ફેક્ટરીઓમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પણ આ માટે જવાબદાર હોય છે. યમુનાના અભ્યાસ મુજબ ચોમાસા પછી જ્યારે નદીમાં જળસ્તર ઘટવા લાગે છે ત્યારે પ્રદૂષક કણો એક સ્તર બનાવે છે. પ્રદૂષકો ખાસ કરીને ફોસ્ફેટનું પ્રમાણ ફીણના આ સ્તર માટે જવાબદાર હોય છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો