GUJARAT : વેક્સિનેશન પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, રાજય પાસે વેક્સિનનો અપુરતો જથ્થો : સૂત્ર

GUJARAT સરકાર પાસે હાલ 18થી 45 વર્ષની વયજૂથના નાગરિકો માટે રસીનો પુરતો ડોઝ ઉપલબ્ધ નથી તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અને, રસીનો ડોઝ આવતાં હજુ ઓછામાં ઓછા 15 દિવસ લાગી શકે છે.

GUJARAT : વેક્સિનેશન પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, રાજય પાસે વેક્સિનનો અપુરતો જથ્થો : સૂત્ર
ફાઇલ
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 5:58 PM

GUJARAT સરકાર પાસે હાલ 18થી 45 વર્ષની વયજૂથના નાગરિકો માટે રસીનો પુરતો ડોઝ ઉપલબ્ધ નથી તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અને, રસીનો ડોઝ આવતાં હજુ ઓછામાં ઓછા 15 દિવસ લાગી શકે છે. તેથી આ વય જૂથના નાગરિકોને રસી મળવામાં હજુ 15 દિવસનો સમય વીતી જશે તેમ હાલના સંજોગોમાં લાગી રહ્યું છે. જોકે રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ રસીની માગ વધુ હોવાથી 15 દિવસમાં જ રસી આવી જ જશે એ કહેવું મુશ્કેલ છે.

GUJARAT સરકાર પાસે હાલમાં માત્ર 7 લાખ વેક્સિનનો ડોઝ CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારે અગાઉ સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસે 1 કરોડ Covishield ડોઝ તથા ભારત બાયોટેક પાસે Covexinના 50 લાખ ડોઝ મગાવ્યા હતા. હવે સીરમ પાસેથી વધુ એક કરોડ ડોઝની માગણી કરાઇ છે. આમ, 18થી 45 વર્ષની વયજૂથના લોકો માટે ઓછામાં ઓછા 2.5 કરોડ ડોઝ હોવા જરૂરી છે, પરંતુ હાલ 45થી વધુ વયના લોકો માટે ફક્ત 7 લાખ જેટલા ડોઝ છે. એમાં Covishieldના 3.70 લાખ અને Covexinના 3.30 લાખ ડોઝ છે.

હર્ડ ઇમ્યુનિટી માટે 70 ટકા Vaccination જરૂરી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અત્યારસુધીમાં GUJARATને કેન્દ્ર સરકાર તરફથી 1.27 કરોડ ડોઝ મળ્યા છે. Vaccination ના તમામ તબક્કામાં ગુજરાતમાં કુલ 1.20 કરોડ લોકોએ રસી લઇ લીધી છે, જે કુલ વસતિના 18.3 ટકા છે. તેમાંથી 95.64 લાખ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. નિષ્ણાતોના મતે, સંક્રમણને લગભગ નાબૂદ કરવા હર્ડ ઇમ્યુનિટી હેઠળ 70 ટકા વસતિને રસી આપવી જરૂરી છે. ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સથી Vaccination અભિયાનનો 10 જાન્યુઆરીએ પ્રારંભ થયો હતો, જેથી લગભગ ચાર મહિનામાં હર્ડ ઇમ્યુનિટી માટે જરૂરી 70 ટકા પૈકીની ગુજરાતની ચોથા ભાગની વસતિ રસી મેળવી ચૂકી છે.

ફાઈઝરની રસી ટૂંકમાં ઉપલબ્ધ હાલ ગુજરાતમાં Covishield અને Covexin એમ બે રસી ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં ત્રીજી રસી તરીકે ફાઇઝર આવી શકે છે. CM રૂપાણીએ આ અંગે સંકેત આપ્યો હતો. આ રસી મળશે એ સાથે ગુજરાતમાં એ આપવાનો પ્રારંભ થશે. જોકે ફાઇઝરની રસી સ્વખર્ચે લેવાની રહેશે.

Covexin ગુજરાતને રૂપિયા 400માં પડશે ભારત બાયોટેકે પોતાની Covexin નામની રસી અગાઉ રાજ્ય સરકારોને 600 રૂપિયા પ્રતિ ડોઝ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કંપનીની નવી જાહેરાત મુજબ, હવે તમામ રાજ્ય સરકારોને એ 400 રૂપિયે જ પડશે. ગુજરાત સરકારે આ રસીના 50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે.

જોકે આ તમામ સંજોગો વચ્ચે સીએમ રૂપાણીએ મીડિયાને આપેલી માહિતીમાં પહેલી મેથી 18 વર્ષથી ઉપરની ઉંમરવાળાને રસી આપવામાં આવશે તેમ જણાવ્યું છે. પરંતુ, સરકાર પાસે અપુરતા વેક્સિનના ડોઝને કારણે આ રસીકરણમાં વિલંબની શક્યતાઓ દેખાઇ રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">