AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

Gujarat Brief news : જાણો રાજ્યમાં ક્યા પ્રોજેક્ટ માટે મળી રિવ્યુ બેઠક, ક્યારે શરૂ થશે અમદાવાદમાં મેટ્રો ટ્રેન, ક્યા શહેરમાં થઈ હત્યા, ક્યા ધારાસભ્યના ઘરે થઈ ચોરી જાણો તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
જાણો ગુજરાતના તમામ મહત્વના સમાચાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 2:52 PM
Share

1. શાળા-કૉલેજો શરૂ કરવા અંગે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપ્યું નિવેદન

શાળા-કૉલેજો શરૂ કરવા અંગે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું નિવેદન આપ્યું છે. જોકે તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે શાળાઓ ક્યારે ખોલવામાં આવશે. શિક્ષણપ્રધાને વધુમાં ઉમેર્યું કે, શાળા-કૉલેજો શરૂ કરવા અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

2.ગુજરાતમાં આગામી ત્રણ મહિનામાં ડેવલપ થશે હર્ડ ઈમ્યુનિટી

ગુજરાતમાં આગામી 3 મહિનામાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થશે, આરોગ્ય વિભાગના અધિક સચિવ દ્વારા આ દાવો  કરવામાં આવ્યો  છે. રાજ્યમાં જુલાઈના અંત સુધીમાં વધુ 70 લાખ ડોઝ આપવામાં આવશે. જેથી, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતા લોકોને કોરોનાથી રક્ષણ મળશે.

3.રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે બે મહત્વના પ્રોજેક્ટ માટે મળશે રિવ્યૂ બેઠક 

સૌરાષ્ટ્ર માટે બે મહત્વના પ્રોજેક્ટની આજે રિવ્યૂ બેઠક મળશે. રાજકોટ એઇમ્સ અને ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે આજે જિલ્લા કલેક્ટર પ્રોજેક્ટની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

4.ધારાસભ્ય કેસરી સિંહનાં જુગારકાંડ મામલે નાયબ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન

ધારાસભ્યના જુગારકાંડ મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે નિવેદન આપ્યું હતું કે, હાઈ કમાન્ડ દ્વારા ધારાસભ્યને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો છે અને શિસ્ત વિષયક પગલા પણ પ્રદેશ કક્ષાએ લેવામાં આવશે.

5.અમદાવાદ કોર્પોરેશનના વિકાસના કામો માટે રાજ્ય સરકારે ફાળવ્યા 702 કરોડ રૂપિયા

રાજ્ય સરકારે અમદાવાદના વિકાસના કામો કરવા 702 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવશે. જેમાં, રોડ રિસરફેલિગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા કામો કરવામાં આવશે.

6.અમદાવાદમાં રથયાત્રાના આયોજન માટે ગૃહરાજ્ય પ્રધાને મંદિરના ટ્રસ્ટીઓ સાથે કરી બેઠક 

અમદાવાદમાં રથયાત્રાના આયોજન પર અસમંજસ વચ્ચે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહે મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી છે. જેમાં રથયાત્રા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, જો રથયાત્રાના આયોજનના અસમંજસ વચ્ચે પણ રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.

7.કલોલ વિધાનસભાના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે તસ્કરો ત્રાટક્યા

વિધાનસભાના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે ચોરી થઈ છે. તસ્કરોએ રોકડ અને સોનાના દાગીના સહિત આઠ લાખ રૂપિયાથી વધુની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ ચોરીની જાણ થતા જ કલોલ સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ CCTVના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

8.અમદાવાદમાં 2022માં મેટ્રો દોડશે, ટ્રેક પાથરવાનું કરાયું શરૂ

અમદાવાદમાં 2022માં મેટ્રો શરૂ થઈ જશે. મેટ્રો ટ્રેનના ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી 6.5 કિમી લાંબી ટનલમાં RCC લગાવવાનું કામ પુરું થયું છે, જ્યારે ટ્રેક પાથરવાનું કામ હાલ શરૂ કરાયું છે.

9.અમદાવાદના સોલા વિસ્તારમાં ફૂટપાથ પર બેસવાની બાબતમાં  રિક્ષા ચાલકની હત્યા 

અમદાવાદના સોલા વિસ્તારમાં ફૂટપાથ પર બેસવાને લઈ બબાલ થતા રિક્ષા ચાલકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. જુની અદાવત રાખી રિક્ષા ચાલક પૂનમની હત્યા કરવામાં આવી તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. સોલા પોલીસે આરોપી ધવલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

10.લેપ્ટોસ્પાયરોસિસ બિમારીને અટકાવવા નવસારી જિલ્લાના આરોગ્ય તંત્રએ શરૂ કરી કામગીરી

ખેડૂતો અને ખેત મજૂરો માટે ભય સમાન લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારીએ રાજ્યમાં ભરડો લીધો છે. મુખ્યત્વે, આ બિમારી ઉંદરના મળ મૂત્ર મારફતે ફેલાતા આ રોગને અટકાવવા નવસારી જીલ્લાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. જો કે, ગત વર્ષે 2020માં નવસારી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નવસારીમાં સામે આવ્યો નથી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">