Gujarat Top News: રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાનની મહત્વની જાહેરાત હોય કે,કોરોના અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

|

Jul 28, 2021 | 5:58 PM

રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાને કરી મહત્વની જાહેરાત,મુખ્યપ્રધાનની ઉજવણી કાર્યક્રમમાં PMને આમંત્રણ,સતત બીજા વર્ષ સૌરાષ્ટ્રનો લોકમેળો રદ,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાનની મહત્વની જાહેરાત હોય કે,કોરોના અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News

Follow us on

1.મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં PMનરેન્દ્ર મોદીને આમંત્રણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતા 1 થી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના કોઈ પણ એક દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વર્ચ્યુઅલી જોડાય તે અંગે સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીને આમંત્રણ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2.નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની મહત્વની જાહેરાત, RTPCR ટેસ્ટ હવે રૂ.400માં થશે

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દિનદયાળ કલીનીક સહીત અનેક મોટી જાહેરાતો કરી છે. ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ કરાવવો હોય એના દર ઘટાડવામાં આવ્યાં છે. કીટ ની કિંમતો માં ધટાડો થયો છે. હવે ખાનગી લેબ માં RTPCR TEST નો ચાર્જ રૂ.700 માંથી ઘટાડો કરી રૂ.400 કરવામાં આવ્યો છે. દર્દીઓ ના ઘરેથી ટેસ્ટ સેમમ્પ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ રૂ.900 હતો હવે ઘટાડીને રૂ.550 કરવામાં આવ્યો છે.

આ આ સમાચાર વિગતવાર વાંચો: દિનદયાળ ક્લિનીક સહીત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની મોટી જાહેરાતો, RTPCR ટેસ્ટ હવે રૂ.400માં થશે

3.સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રદ્દ કરાયો

રાજકોટમાં સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે .કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ સાવચેતીના ભાગ રૂપે આ નિર્ણય કર્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રદ્દ કરાયો

4.રાજ્યમાં કર્ફ્યૂનો સમયનો ઘટાડવા હોટલ એસોસિએશનની માંગ

હોટલ એસોસિએશનને રાજ્ય સરકારને કર્ફ્યૂનો સમય રાત્રે 10 ના બદલે 12 વાગ્યા સુધી કરવાની માંગ કરી છે. તેમ જ રાત્રે 9ને બદલે 11 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખવાની પરવાનગી આપવા રાજ્ય સરકારને  અપીલ કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat માં હોટલ એસોસિએશનની કર્ફ્યૂનો સમય રાત્રે 10 ના બદલે 12 વાગે સુધી કરવાની રાજ્ય સરકારને માંગ

5.ભાવનગરમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં, સપ્તાહમાં 32. 92 ટકાનો વધારો

ભાવનગર શહેર અને જિલ્લામાં હવે કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે. જેમાં સપ્તાહમાં સાત દિવસ પૈકી માત્ર પાંચ જ દિવસ રસીકરણ થયુ હોવા છતાં ગયા સપ્તાહની તુલનામાં આ સપ્તાહે રસીકરણમાં 32.92 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Bhavnagar : કોરોના રસીકરણની ઝડપ વધી, સપ્તાહમાં 32. 92 ટકાનો વધારો

6.ભર ચોમાસે અમીરગઢના આંતરિયાળ ગામોમાં પીવાના પાણીની અછત

બનાસકાંઠા જિલ્લામાં ભર ચોમાસે લોકો પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવા માટે પાણી મળતુ નથી. જેના કારણે મહિલાઓને બે કિલોમીટર સુધી પાણી ભરવા માટે મજબુર બન્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Banaskantha : અમીરગઢના આંતરિયાળ ગામોમાં પીવાના પાણીની અછત, મહિલાઓએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

7.કોરોનાની ત્રીજી લહેર પહેલા સુરત સજ્જ, સિવિલમાં તૈયાર કરશે ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના નેજા હેઠળ કોરોનની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજી લહેર જો આવે અને બાળકો તેમાં સંક્રમિત થાય તો તંત્રની તૈયારી કેવી છે તેના પર સમીક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત સિવિલમાં  ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : ત્રીજી લહેરમાં બાળકો કોરોનાને હસતા રમતા હરાવે તે માટે સિવિલમાં તૈયાર કરશે ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ

8.અમરેલી જિલ્લાના જન સેવા કેન્દ્રમાં કોરોના નિયમનોના ધજાગરા

અમરેલીના લાઠી જનસેવા કેન્દ્રમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું નિમંત્રણ આપતા હોય તેવા ચિંતાજનક દ્રશ્યો જોવા મળ્યાં હતા. જેમાં જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કે અન્ય કામગીરી માટે લોકોની લાંબી કતાર જોવા મળી હતી. જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં પહોંચેલા અરજદારો કોરોના નિયમોનોને નેવે મુકીને ભીડ કરતા જોવા મળ્યા હતા.

આ સમાચાર વિગતવાર વાંચો: Amreli ના લાઠી જન સેવા કેન્દ્રમાં કામ માટે લોકોની લાંબી કતાર, કોરોના ગાઈડ લાઇન્સનો ખુલ્લેઆમ ભંગ

9.રાજુલાનો ધાતરવડી -2 ડેમમાં નવા નીરની આવક, વહીવટી તંત્રએ હાઇએલર્ટ જાહેર કર્યું

ધાતરવડી-2 ડેમ પાણીથી 90 ટકા ભરાઈ જતાં હાલ હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. અહીં પાણીની સતત આવક વધતા અગાઉથી જ તંત્ર દ્વારા ડેમનો 1 દરવાજો રૂલ લેવલ જાળવવા માટે 0. 0125 મીટર ખોલી નાખવામાં આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Amreli : રાજુલાનો ધાતરવડી -2 ડેમ પાણીથી 90 ટકા ભરાયો, વહીવટી તંત્રએ હાઇએલર્ટ જાહેર કર્યું

10. વડોદરામાં દબાણ દૂર કરાતા સ્થાનિકો અને મનપાની ટીમ વચ્ચે ઘર્ષણ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ ખાતા દ્વારા તુલસીવાડીમાં ટ્રાફિક અને લોકોની અવરજવરમાં નડતરરૂપ દબાણ દૂર કરાયા છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ કરતાં કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે વિરોધ કરી રહેલ લોકોની અટકાયત કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Vadodara માં દબાણ દૂર કરાતા સ્થાનિકો અને મનપાની ટીમ વચ્ચે ઘર્ષણ, પોલીસે લોકોની અટકાયત કરી

Published On - 5:56 pm, Wed, 28 July 21

Next Article