Banaskantha : અમીરગઢના આંતરિયાળ ગામોમાં પીવાના પાણીની અછત, મહિલાઓએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવા માટે પાણી નથી. જેના કારણે મહિલાઓને બે કિલોમીટર સુધી પાણી માટે જવું પડે છે.
બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં ભરચોમાસે લોકો પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં બનાસકાંઠાના અમીરગઢ(Amirgadh) તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવા માટે પાણી નથી. જેના કારણે મહિલાઓને બે કિલોમીટર સુધી પાણી માટે જવું પડે છે. અમીરગઢની ખુણીયા ગામની મહિલાઓ કહી રહી છે કે પીવાના પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન છે. તેમજ જો તેમની સમસ્યાનો ઝડપી ઉકેલ નહિ આવે તો મતાધિકારનો બહિષ્કાર કરવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો : IND vs SL: હાર્દિક પંડ્યાને લઇને ગાવાસ્કરે કહ્યુ ઓલરાઉન્ડરમાં વિકલ્પ શોધવા બીજાને મોકો આપવો જોઇએ
આ પણ વાંચો : Karnataka: રાજીનામાની જાહેરાતનાં 20 દિવસ પહેલાજ રાજીનામું આપી ચુક્યા હતા યેદિયુરપ્પા ! PM Modi પાસે હતો તેમનો પત્ર