દિનદયાળ ક્લિનીક સહીત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની મોટી જાહેરાતો, RTPCR ટેસ્ટ હવે રૂ.400માં થશે

હવે ખાનગી લેબ માં RTPCR TESTનો ચાર્જ 700 માંથી ઘટાડો કરી 400 રૂપિયા રહેશે. દર્દીઓ ના ઘરેથી ટેસ્ટ સેમમ્પ મેળવતા હતા જે ચાર્જ 900 હતો હવે 550 રૂપિયાનો ચાર્જ રહેશે

સમાચાર સાંભળો

GANDHINAGR : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દિનદયાળ કલીનીક સહીત અનેક મોટી જાહેરાતો કરી છે. ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ કરાવવો હોય એના દર ઘટાડવામાં આવ્યાં છે. કીટ ની કિંમતો માં ધટાડો થયો છે. હવે ખાનગી લેબ માં RTPCR TEST નો ચાર્જ રૂ.700 માંથી ઘટાડો કરી રૂ.400 કરવામાં આવ્યો છે. દર્દીઓ ના ઘરેથી ટેસ્ટ સેમમ્પ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ રૂ.900 હતો હવે ઘટાડીને રૂ.550 કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર જો ટેસ્ટ કરાવવાની જરૂર હોય તેનો અત્યાર સુધીનો ચાર્જ રૂ.4000 હતો, જેમાંથી ઘટાડીને રૂ.2700 કરવામાં આવ્યો છે. બીજી લહેર વખતે HRCT ટેસ્ટનો ચાર્જ રૂ.3000 હતો જેમાં ઘટાડો કરી રૂ.2500 કરવામાં આવ્યો છે.

જ્યાં સરકારી મશીનરી છે ત્યાં અને સરકારી હોસ્પિટલોમાં બધી જ જગ્યાએ આ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે

ત્રીજી લહેર માં જિલ્લા કક્ષા ની હોસ્પિટલ માટે નવા 17 સીટી સ્કેન મશીન ખરીદાશે, જેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.રાજ્ય ની મેડિકલ કોલેજ, જિલ્લા કક્ષા હોસ્પિટલને 82.50 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર, સોલા, વડોદરા ગોત્રી કોલેજમાં નવા મશીનો ખરીદાશે, જેના કારણે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા નહિ જવું પડે. માં અને માં વાત્સલ્ય યોજના હેઠળ વિના મૂલ્યે ટેસ્ટ કરી આપવામાં આવશે. રાજ્ય માં તમામ વિસ્તાર ને આવરી લઈ જિલ્લા કક્ષાએ સીટી સ્કેન MRI ની સુવિદ્યા મળે એ માટે 112 કરોડ ના મશીન ખરીદવામાં આવશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati