સુરતમાં આગની ઘટના સમયે લોકો મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા અને આ યુવકે દેખાડ્યું પોતાનું સાહસ, જુઓ ખાસ વાતચીત
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની દુર્ઘટનાને લઈ ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરત ખાતે હાજર છે. આ ઘટના સમયે બાળકોના જીવ બચાવવામાં એક યુવકે પોતાનો સાહસ દેખાડ્યો છે. કેટલાક લોકો તો મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા. પરંતુ આ યુવક માનવતાને બચાવી રહ્યો હતો. કેતન નામના યુવકે ઘટના સ્થળે પહોંચ્યો હતો. કેતને સીડીના માધ્યમથી લોકોને ઉપરથી ઉતારવાની […]
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની દુર્ઘટનાને લઈ ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરત ખાતે હાજર છે. આ ઘટના સમયે બાળકોના જીવ બચાવવામાં એક યુવકે પોતાનો સાહસ દેખાડ્યો છે. કેટલાક લોકો તો મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા. પરંતુ આ યુવક માનવતાને બચાવી રહ્યો હતો. કેતન નામના યુવકે ઘટના સ્થળે પહોંચ્યો હતો. કેતને સીડીના માધ્યમથી લોકોને ઉપરથી ઉતારવાની કામગીરી કરી હતી. જે બાળકો છલાંગ લગાવી રહ્યા હતા તેને પકડવાની કોશિશ પણ કરી હતી.
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની દુર્ઘટના પર દેશના મહામહિમ રામનાથ કોવિંદે પણ દુ:ખ વ્યક્ત કર્યુ. રાષ્ટ્રપતિ કોવિંદે ગુજરાતીમાં ટ્વીટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યુ. અને કહ્યું કે ગમખ્વાર દુર્ઘટનામાં થયેલી જાનહાનીથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છે. આશાસ્પદ વિદ્યાર્થીઓના અકાળે અવસાનના સમાચારે હ્રદયને હચમચાવી નાખ્યું છે. તો દુર્ઘટનામાં સદગત પામેલા પરિવારોને સાંત્વના પાઠવી હતી. અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે.