પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારો CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા

76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારો CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2025 | 5:48 PM

26મી જાન્યુઆરી 2025ના રોજ, દિલ્હીના કર્તવ્ય પથ ખાતે વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ તમામ ઝાંખીઓમાં લોકોના મત મેળવીને નંબર પ્રાપ્ત કરવાની પણ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ગુજરાતની ઝાંખી સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં પ્રથમ આવી હતી.

વિરાસતથી વિકાસ એટલે કે, વડનગરના ઐતિહાસિક તોરણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ગુજરાતની યાત્રાને “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” તરીકે પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ટેબ્લો સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો.

76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલ વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓમાં ગુજરાતના ટેબ્લોએ ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા.

Pill Line Meaning : દવાની ગોળી વચ્ચે આવતી લાઇનને શું કહેવાય ? જાણી ને ચોંકી જશો
સ્મૃતિ મંધાના વેલેન્ટાઈન ડે પર કોની સાથે ડેટ પર જશે?
Miraculous mantra : કપાળ પર ચંદનનું તિલક લગાવતી વખતે કયો મંત્ર બોલવામાં આવે છે?
RCB કેપ્ટન રજત પાટીદાર પત્નીને દુનિયાથી છુપાવીને કેમ રાખે છે?
પાકિસ્તાનમાં હિન્દુઓના મૃતદેહોની અંતિમવિધિ કેવી રીતે થાય ?
Vastu Tips : લગ્ન વાળા ઘરમાં ભૂલથી આ વસ્તુઓ રાખી તો થશે નુકસાન !

આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે.એલ.બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક જિગર ખુંટ સહિત માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી છે. રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન અને પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન  મેળવવા બદલ સૌ કલાકારોને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">