Gujarat: અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શહેરનું નામ બદલવું જોઈએ ? વાંચો આ અહેવાલ

અમદાવાદનું નામ બદલવાની માંગણી કરનારાઓની એવી દલીલ છે કે 1411માં મુસ્લિમ શાસક અહમદ શાહે જ્યાં કબજો જમાવ્યો અને તેનું નામ અહમદાબાદ કરી નાખ્યું. જે અમદાવાદ પણ કહેવાય છે. અમદાવાદનું અસલ નામ કર્ણાવતી છે.

Gujarat: અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શહેરનું નામ બદલવું જોઈએ ? વાંચો આ અહેવાલ
Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 1:21 PM

મહારાષ્ટ્રનું અહમદનગર હવે ‘અહિલ્યાદેવી હોલકર નગર’ (Ahilyadevi Holkar Nagar) તરીકે ઓળખાશે. સીએમ એકનાથ શિંદેએ બુધવારે (31 મે) આ જાહેરાત કરી હતી. સીએમ શિંદેએ પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકરના જન્મસ્થળ અહમદનગરના ચૌન્ડીમાં અહલ્યાબાઈ હોલકરની 298મી જન્મજયંતિ સંબંધિત એક બેઠકને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) સભાને સંબોધવા આવ્યા, ત્યારે તેમણે કહ્યું કે આ દરેકની ઈચ્છા છે. આ ઈચ્છાને માન આપીને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે અહમદનગરનું નામ બદલીને ‘અહિલ્યાદેવી હોલકર નગર’ કરવામાં આવશે. આ ઉપરાંત ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર અને ઉસમાનાબાદનું નામ ધારાશિવ કરવામાં આવ્યું છે.

અલ્હાબાદ શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું

જો ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો અલ્હાબાદ શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું. મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન રાખવામાં આવ્યું અને ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર 2017 માં જનસંઘના સહ-સ્થાપકના નામ પરથી ગુજરાતના કંડલા પોર્ટનું નામ બદલીને દીન દયાલ પોર્ટ રાખવામાં આવ્યું હતું. જુલાઈ 2018 માં મુંબઈના એલ્ફિન્સ્ટન રોડનું નામ બ્રિટિશ ગવર્નરના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેને બદલીને પ્રભાદેવી કરવામાં આવ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : Electricity: દેશના 27 રાજ્યમાં મળે છે વીજળી પર સબસિડી, જાણો સરકાર કેટલો કરી રહી છે ખર્ચ

ગુજરાતના અમદાવાદ શહેરનું નામ પણ બદલાવવાની માગ છેલ્લા ઘણા વર્ષોથી ઉઠી રહી છે. 1998-2004 દરમિયાન આ મુદ્દો આવ્યો ત્યારે લોક અધિકાર સંઘ વતી પિટિશન કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી પોતાની પ્રેસ નોટ કે અન્ય જગ્યાએ જ્યાં પણ શહેરના નામનો ઉલ્લેખ થાય છે ત્યાં અમદાવાદ શહેરની જગ્યાએ કર્ણાવતીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત RSS પણ અમદાવાદના નામનો જ ઉપયોગ કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દરેક જગ્યાએ ગુજરાતીમાં તો અમદાવાદ લખે છે પરંંતુ અંગેજીમાં પણ Amdavad લખે છે. AMC ના લોગોમાં પણ Amdavad લખવામાં આવ્યું છે.

Amdavad Municipal Corporation - Wikipedia

અમદાવાદનું નામ બદલવાની માંગણી કરનારાઓની એવી દલીલ છે કે 1411માં મુસ્લિમ શાસક અહમદ શાહે જ્યાં કબજો જમાવ્યો અને તેનું નામ અહમદાબાદ કરી નાખ્યું. જે અમદાવાદ પણ કહેવાય છે. અમદાવાદનું અસલ નામ કર્ણાવતી છે. તેની પાછળ દલીલ એવી છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે અશાવલ ભીલ નામના રાજાને હરાવીને હાલનો પ્રદેશ જીત્યો હતો અને ત્યારબાદ તે જગ્યાનું નામ કર્ણાવતી રાખ્યું હતું. આથી તેનું નામ કર્ણાવતી હોવું જોઈએ.

આશાવલ અમદાવાદ શહેરનું પ્રથમ નામ છે. પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે આ વિસ્તાર ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર અને તેની આસપાસનો છે. અહીં 11મી સદીથી (ત્યારે તે આશાપલ્લી અથવા આશાવલ તરીકે જાણીતો હતો) લોકો વસવાટ કરે છે. આશાવલ શહેર સાબરમતી નદીની પૂર્વ દિશામાં આવેલ હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">