Gujarat માં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો વ્યાપ વધ્યો, હવે 18 વર્ષ સુધીના વિધાર્થીઓનો સમાવેશ

હવે રાજ્યની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ અને ડિગ્રી- ડિપ્લોમામાં સંસ્થાના 18 વર્ષ સુધીના દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat માં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો વ્યાપ વધ્યો, હવે 18 વર્ષ સુધીના વિધાર્થીઓનો સમાવેશ
Gujarat scope of school health program has increased now students up to 18 years Eligibale
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 6:42 PM

ગુજરાત(Gujarat) સરકારે યુવાનોની આરોગ્ય(Health)ની ચિંતા કરીને હવે માત્ર શાળા કક્ષા સુધી સીમિત શાળા આરોગ્ય તપાસણી(School Health Programme)કાર્યક્રમનો વિસ્તાર કર્યો છે . જેમાં હવે રાજ્યની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ અને ડિગ્રી- ડિપ્લોમામાં સંસ્થાના 18 વર્ષ સુધીના દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમ્યાન ગંભીર બિમારી ધરાવતાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની વિનામૂલ્યે સારવાર રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે.

આ અંગે ગાંધીનગરમાં મળેલી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની સ્ટિયરિંગ કમિટીની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષની ઉમરના શાળાએ જતા અને ન જતા વિદ્યાર્થીઓને આવરી લેવાતા હતા. આ વર્ષે 18 વર્ષની ઉમરના કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા એટલે કે, આઇ.ટી.આઇ., કોલેજ, ડીગ્રી-ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લઇ વિનામૂલ્યે સારવાર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે વિદ્યાર્થીઓને કિડની, હ્રદય, કેન્સર જેવા ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તેમને પણ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત કેટલાક ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય તે અંગેનું નિદાન 18 વર્ષ પહેલા થઇ ગયુ હોય પરંતુ ટ્રાન્સપ્લાન્ટ અંગેનું ઓર્ગન 18 વર્ષ બાદ મળે તો પણ આવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઉલ્લેખનીય છે કે, રાજય સરકારની પ્રેસ રીલીઝ મુજબ આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2019-20માં 1 કરોડ 59 લાખ 61 હજાર 906 બાળકોના આરોગ્યની તપાસ કરાઇ હતી. જેમાં 28 લાખ 55 હજાર 447 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા 2 લાખ 65 હજાર 004 બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. 98 હજાર બાળકોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ હતું.

આ ઉપરાંત 20 હજાર 674 બાળકોને હૃદયરોગ, 2869 બાળકોને કિડનીરોગ, 1855 બાળકોને કેન્સર રોગ, 822 ક્લેપ લીપ-પેલેટ, 1152 ક્લબ ફૂટની સારવાર અપાઇ હતી. જ્યારે 25 બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, 163 કોકલીયર ઇમ્પલાન્ટ તથા 22 બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકારે પૂરી પાડી હતી.

આ પણ વાંચો :  UPSC ESIC Recruitment 2021: UPSC તરફથી નાયબ નિયામકની જગ્યા માટે બહાર પાડવામાં આવી ભરતી, જાણો તમામ વિગત

આ પણ વાંચો : Mumbai : દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ અનિલ કપૂરનું ઘર, આજે પુત્રી રિયા લગ્નના તાંતણે બંધાશે

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">