Good News : ગુજરાતમાં મોસમનો કુલ 73. 95 ટકા વરસાદ નોંધાયો, હજુ પણ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં રાજ્યમાં મોસમનો 24 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના લીધે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.
ગુજરાત(Gujarat)માં છેલ્લા 20 દિવસમાં પડેલા વરસાદથી(Rain)રાજ્યનો મોસમનો કુલ વરસાદ 73.95 ટકા થયો છે. જે ઓગષ્ટ માસના અંતમાં 51 ટકા હતો. એટલે કે છેલ્લા 20 દિવસમાં રાજ્યમાં મોસમનો 24 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના લીધે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તેમજ આગામી 21 સપ્ટેમ્બર સુધી પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના અત્યાર સુધી સરેરાશ 73.67 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 75.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 57.41 ટકા, દક્ષિણ ગુજરાતમાં 73.95 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 62.83 ટકા, સૌરાષ્ટ્રમાં 87.17 ટકા વરસાદ વરસ્યો છે.
જ્યારે રાજ્યના તાલુકાઓમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો સરેરાશ 5થી 10 ઈંચ વરસાદ પડ્યો હોય તેવા 11 તાલુકા છે.. સરેરાશ 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હોય તેવા 101 તાલુકા છે. જયારે 106 તાલુકા એવા છે જ્યાં સરેરાશ 20થી 40 ઈંચ વરસાદ પડ્યો છે અને સરેરાશ 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા 33 તાલુકા છે.
તો બીજીતરફ છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લા હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ગામોમાં હજી વીજપુરવઠો પૂર્વવત નથી થયો.
જ્યારે રાજ્યમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે.. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી આગામી પાંચ દિવસ સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 73. 95 વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં રવિવારે કરાશે ગણેશ વિસર્જન, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પોલીસ ખડેપગે
આ પણ વાંચો : Ahmedabad : ભારતીય જળ સીમામાંથી અજ્ઞાત બોટમાંથી 50 કિલો હેરોઇનનો જથ્થો મળ્યો