ગુજરાતમાં રવિવારે કરાશે ગણેશ વિસર્જન, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પોલીસ ખડેપગે

ગણેશ વિસર્જનમાં ભક્તોએ નિયમોનું પણ પાલન કરવું પડશે.રાજ્ય સરકારે તૈયાર કરેલી SOPનો ભક્તોએ કડક અમલ કરવાનો રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 9:04 AM

ગુજરાતમાં રવિવારે ગણેશ વિસર્જન થશે. જેમાં ભક્તોએ 10 દિવસ સુધી આતિથ્ય માણ્યા બાદ સૃષ્ટિના સર્જનહાર એવા ગણેશજીને આજે વિદાય અપાશે.ભક્તો ગણેશજીને ભક્તિભાવ અને અશ્રુભીની વિદાય આપશે અને ગણેશ પ્રતિમાને વિસર્જિત કરશે.

જોકે આ વખતે ગણેશ વિસર્જનમાં ભક્તોએ નિયમોનું પણ પાલન કરવું પડશે.રાજ્ય સરકારે તૈયાર કરેલી SOPનો ભક્તોએ કડક અમલ કરવાનો રહેશે. તો ભક્તો ગણેશ વિસર્જન સમયે ભીડભાડ નહીં કરી શકે અને વિસર્જનમાં એક વાહન સાથે માત્ર 15 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.

તો ગણેશ વિસર્જન સાથે કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પોલીસ વિભાગે પણ ખાસ તૈયારીઓ કરી છે.અમદાવાદમાં 10 હજાર કરતા વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેશે.તો 52 સ્થળો પર 180 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાશેઆ તરફ રાજકોટમાં પણ પોલીસે ગણેશ મંડળો માટે અલગ અલગ રંગોના પાસ ઇસ્યુ કર્યા છે.

જો પોલીસનો રંગીન પાસ હશે તો જ વિસર્જનને મંજૂરી મળશે.આ તરફ સુરતમાં પણ 9 હજાર કરતા વધુ પોલીસકર્મીઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે..મનપાએ સુરતમાં 8 ઝોનમાં કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે.

મહત્વનું છે કે અમદાવાદ કોર્પોરેશન દવારા જે કુંડ બનાવ્યા છે તે 52 જેટલા છે. જ્યાં લાઇટિંગની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેથી ભક્તોને વિસર્જનમાં હાલાકી ન પડે. તો જરૂર પ્રમાણે મજબૂત બેરીકેટિંગ કરવા પર પણ ધ્યાન અપાયુ છે. જેથી ધક્કામુક્કી ન થાય અને દુબવાથી મોત ને કોઈ ઘટના ન બને તે મુખ્ય મુદ્દો છે. જે તમામ અનુસંધાને તમામ અધિકારીને બ્રિફ કરી સૂચના પણ આપી દેવાઈ હોવાનું ડીસીપી કંટ્રોલ જણાવ્યું.

તો વધુમાં એ પણ જણાવ્યું કે શહેરમાં 740 સ્થળે ગણેશ પંડાલ લગાવેલ છે. જેમાં ફક્ત 180 સાર્વજનિક ગણેશ વિસર્જન માટે આવનાર છે. બાકી સ્થળ પર વિસર્જન કરશે તેવી માહિતી મળી છે. જેથી નિયમનું પાલન થાય તેવી પોલીસને આશા છે.

જોકે તેમ છતાં રવિવારે વિસર્જન છે તો પોલીસ તરફથી અપીલ કરાઈ છે કે શક્ય હોય ત્યાં સુધી સ્થાપન હોય ત્યાં કે આસપાસ જ વિસર્જન કરીએ. કુંડમાં વિસર્જન કરવું આગ્રહ ન રાખીએ. જો જવાનું થાય તો ગાઈડલાઈનનું પાલન કરે.વિસર્જન દરમીયાન ભીડ થાય તો પોલીસને સહકાર આપે. કેમ કે દોઢ વર્ષથી મહામારી જોઈએ છીએ તો તે ધ્યાન રાખી ભીડ ન કરીએ. માસ્ક પહેરી નિયમ પાડી વિસર્જન કરી સહકાર આપીએ તેવી અપીલ કરાઈ.

આ પણ  વાંચો : Surat: ફાયર ફાઈટીંગ રોબોટ માટે સુરત કોર્પોરેશન અમદાવાદ કરતા 30 લાખ રૂપિયા વધુ ચુકવશે

આ પણ વાંચો : પંચમહાલમાં બાળકોમાં ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો, ડેન્ગ્યુના 150થી વધુ કેસ નોંધાયા

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">