Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી, જાણો ક્યારે થશે ચોમાસુ એક્ટિવ

હાલ રાજયભરમાં 47% વરસાદની ઘાટ જોવા મળી રહી છે. આગામી સમયમાં સારો વરસાદ થાય તે હવે ખૂબ જ જરૂરી બન્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 9:55 AM

Gujarat Rain: આ વર્ષે ચોમાસુ લાંબુ ખેંચતા ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદને લઈને ચિંતિત બન્યા છે. તેવામાં ગુજરાતનાં હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 17 ઓગસ્ટ બાદ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

રાજ્યના હવામાન વિભાગે હાલ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસમાં છૂટા છવાયા વરસાદની આશા બંધવામાં આવી છે. ત્યાર બાદ 17 ઓગસ્ટ થી રાજ્યમાં ચોમાસુ ફરીથી એક્ટિવ થાય અને ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

17 ઓગસ્ટ બાદ સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજયભરમાં 47% વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી સમયમાં સારો વરસાદ થાય તે હવે ખૂબ જ જરૂરી બન્યું છે.

આ પણ વાંચો: Junagadh: રાજ્યકક્ષાની સ્વતંત્રંત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

આ પણ વાંચો: Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">