Gujarat : રાજ્યમાં રાહતના સમાચાર, આગામી બે દિવસ બાદ વરસશે વરસાદ

રાજ્યમાં વરસાદ ( Rain) મામલે હવામાન વિભાગ દ્વારા આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે, હવામાન વિભાગની આગાહી મજબ ગુજરાતમાં બે દિવસ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 9:50 AM

રાજ્યમાં ચોમાસુ ( monsoon ) શરૂ થતાની સાથે જ જાણે વિદાય લીધી  હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે ગુજરાત માટે આંશિક રાહતના (Relief News) સમાચાર મળી રહ્યા છે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદી ( Rain) માહોલ સર્જાશે.

જેમાં,રાજ્યના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર,ડાંગ , નર્મદા,તાપી,વલસાડ અને સુરતમાં હળવો વરસાદ( rain ) પડશે. ઉપરાંત આવતી કાલે અમદાવાદ સહિત આણંદ,દાહોદ,ખેડા અને મહિસાગર(Mahisagar) પંથકમાં ગાજવીજ સાથે હળવો વરસાદની સંભાવના છે.

જ્યારે રવિવારે રાજ્યના નર્મદા, ડાંગ,ભરૂચ,તાપી અને સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે, ચાર દિવસ બાદ સૌરાષ્ટ્ર(Saurashtra) સહિત દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે અમદાવાદ (Ahmedabad)સહિત સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થશે.

 

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆતમાં જાણે ચોમાસાની(Monsoon) વિદાય જેવું વાતાવરણ સર્જાતા વાવણી કરી ચુકેલા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. કરાણ કે રાજ્યમા મોટા ભાગની ખેતી વરસાદ પર નિર્ભર હોય છે. ત્યારે વરસાદની આગમનથી જગતના તાતને(farmer)  જરુરથી રાહત મળશે.

આ પણ વાંચો : Gandhinagar : કલોલમાં કોલેરાથી 40 વર્ષીય મહિલાનું મોત, છેલ્લા 6 દિવસમાં 5 લોકોના મોત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">