GUJARAT : મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે

GUJARAT : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી મહિને ચુંટણીની તારીખ જાહેર કરાઇ છે. જેમાં સ્થાનિક ચુંટણીઓ બે તબક્કામાં યોજાશે.

| Updated on: Jan 23, 2021 | 6:27 PM

GUJARAT : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આગામી મહિનામાં યોજાશે. 21મી ફેબ્રુઆરીએ ગુજરાતની છ મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયત માટે 28મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાની રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કર્યાની સાથે જ ગુજરાતમાં આર્દશ ચૂટણી આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા ,31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચુંટણી યોજાશે.

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા ,31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચુંટણી યોજાશે.

જ્યારે 6 મહાનગરપાલિકાની ચુંટણીનું પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરાશે તેમજ નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતનું પરિણામ 5 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરતાની સાથે જે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતમાં જ્યાં ચૂંટણી યોજાવવાની છે ત્યાં આચાર સંહિતા લાગુ પડી છે.

જેમા મહાનગરપાલિકા માટે જાહેરનામું 23 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 8 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી અને જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 13 ફેબ્રુઆરી રહેશે.

મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ પરત ભરવાની તારીખ 8 ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 16 ફેબ્રુઆરી રહેશે.

મહાનગરપાલિકા માટે મતદાન 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7 થી 6 વાગે સુધી યોજાશે.

મહાનગરપાલિકાનું પરિમાણ 2 માર્ચ અને નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતનું પરિણામ 5 માર્ચમાં રોજ જાહેર કરવામાં આવશે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">