AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજે 8 રાજ્યોમાં IMDની ભારે વરસાદની ચેતવણી, ઉત્તરાખંડના 5 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2026 | 7:50 AM
Share

આજે 26 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજે 8 રાજ્યોમાં IMDની ભારે વરસાદની ચેતવણી, ઉત્તરાખંડના 5 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

LIVE NEWS & UPDATES

  • 26 Sep 2026 07:50 AM (IST)

    કોંગોમાં વિમાન દુર્ઘટનામાં 14 લોકોના મોત

    કોંગોમાં વિમાન દુર્ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં બે ઉચ્ચ લશ્કરી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન કિકવિટથી રાજધાની કિન્શાસા તરફ પરત ફરી રહ્યું હતું. જોકે હવામાં જ ટેકનિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ થઇને જમીન પર પટકાયું હતું. પ્લેન ક્રેશ થયું ત્યારે જોરદાર ધડાકો થયો હતો. ભીષણ આગ ફાટી નીકળી હતી.જેના કારણે પ્લેનમાં સવાર તમામ 14 લોકો મોતને ઘાટ ઉતર્યા છે.

  • 26 Sep 2026 07:24 AM (IST)

    રાજુલામાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના, દરિયામાં ડૂબી જતાં યુવકનું મોત

    અમરેલીના રાજુલા તાલુકામાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના સર્જાઈ છે. ચાંચબંદર ગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન ચાર યુવકો દરિયામાં ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને બચાવ ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી, જેમાં ત્રણ યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, એક યુવક દરિયામાં ડૂબી ગયો હતો. શોધખોળ બાદ યુવકનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

  • 26 Sep 2026 07:23 AM (IST)

    દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની સટાસટી, 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

    દેશના અનેક રાજ્યોમાં હાલ ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તરાખંડના 5 જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. પિથોરાગઢ અને નૈનીતાલમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો આવતીકાલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તર પ્રદેશના 36 જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અનેક વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. બીજી તરફ બિહારમાં કોસી નદી ગાંડીતૂર બનતા સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે ઓડિશામાં ભારે વરસાદને પગલે લગભગ 10 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.

આજે 26 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Sep 26,2026 7:22 AM

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
g clip-path="url(#clip0_868_265)">