6 ઓગસ્ટના મહત્વના સમાચાર : ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટોચની ટીમ મલેશિયાને 5-0થી હરાવી
Gujarat Live Updates : આજ 6 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 6 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
Gujarat Latest News : IND vs WI 2nd T20: વેસ્ટ ઈન્ડિઝે ભારતને બે વિકેટથી હરાવ્યું, શ્રેણીમાં 2-0ની લીડ મેળવી
IND vs WI 2nd T20: વેસ્ટ ઈન્ડિઝે ભારતને બે વિકેટથી હરાવ્યું, શ્રેણીમાં 2-0ની લીડ મેળવી છે. 16મી ઓવરમાં ભારતે રોમાંચક રીતે મેચમાં પરત ફર્યુ હતું. આ ઓવરમાં ત્રણ વિકેટ ભારતને મળી હતી. જોકે અંતમાં ભારતે 2 વિકેટથી મેચમાં પરાજય સહન કર્યો હતો. આમ પાંચ મેચની T20 શ્રેણીમાં કેરેબિયન ટીમે 2-0 થી લીડ મેળવી છે.
-
Gujarat Latest News : મુંબઈમાં બોટ પલટી જતાં ડૂબી ગયેલા 2 યુવકોમાંથી એકનો મૃતદેહ મળ્યો
મુંબઈના વર્સોવા બીચ પર બોટ પલટી જતાં ડૂબી ગયેલા બે યુવકોમાંથી એકનો મૃતદેહ જુહુ બીચ પરથી મળી આવ્યો છે. બંને લોકોને શોધવા માટે બચાવ અને સર્ચ ટીમો, લાઈફ ગાર્ડ્સ અને ફાયર એન્જિન ઉપરાંત કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. દિવસભરની શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે જુહુમાં અન્ય એક યુવક હજુ પણ ગુમ છે, પરંતુ રાત્રિના અંધારાના કારણે આજે સર્ચ ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે.
-
-
Gujarat Latest News : ACT: ભારતે મલેશિયાને 5-0થી કચડી નાખ્યું
જીતના માર્ગે પરત ફરતી ભારતીય હોકી ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની રાઉન્ડ રોબિન મેચમાં મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. ભારત તરફથી કાર્તિ સેલ્વમ (15મું), હાર્દિક સિંહ (32મો), કેપ્ટન હરમનપ્રીત સિંહ (42મો), ગુરજંત સિંહ (53મો) અને જુગરાજ સિંહ (54મો) ગોલ કર્યા. આ જીત બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે અને સેમીફાઈનલમાં પણ પહોંચવાની નજીક પહોંચી ગઈ છે
-
Gujarat Latest News : ચંદ્રયાન-3 એ મોકલી ચંદ્રની પહેલી તસવીર, ISROએ ટ્વિટ કરીને ચંદ્રની આ પ્રથમ ઝલક કરી શેર
ચંદ્રયાન-3 મિશન અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી. ચંદ્રયાન મિશન શનિવારે ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. આ દરમિયાન ચંદ્રની નજીક ચક્કર લગાવતી વખતે અવકાશયાનમાં લાગેલા કેમેરાએ ચંદ્રનો વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં ચમકતો ચંદ્ર જોઈ શકાય છે. વિડીયોમાં અવકાશયાનમાં ફીટ કરાયેલી સોલાર પેનલ પણ દેખાઈ રહી છે. ISROએ ટ્વિટર પર ચંદ્રની આ પ્રથમ ઝલક શેર કરી છે.
-
Gujarat Latest News : પાકિસ્તાનઃ ટ્રેન અકસ્માતમાં 30ના મોત
પાકિસ્તાનના સિંધમાં આજે હજારા એક્સપ્રેસ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 100 લોકો ઘાયલ થયા છે. આ એક્સપ્રેસ કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી. નવાબશાહ જિલ્લાના સરહરી રેલવે સ્ટેશન પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.
-
-
Gujarat Latest News : મોરબી બ્રિજ દુર્ઘટના કેસના 2 ક્લાર્કના મંજૂર કરાયેલા જામીન રદ કરવા પીડિત પરિવારોની સુપ્રીમમાં અરજી
બ્રિજ દુર્ઘટનામાં 2 ક્લાર્કને અપાયેલા જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારાયા. ગુજરાત સરકારના બદલે પીડિત પરિવારોને સુપ્રિમ કોર્ટમાં અરજી કરવી પડી છે. ગુજરાત સરકારે આરોપી 2 ક્લાર્કના જામીન વિરુદ્ધ અરજી ન કરતા પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને 2 ક્લાર્કના જામીન રદ કરવાની દાદ માગી છે. ગુજરાત હાઈકોર્ટે ટિકિટ વહેંચનાર 2 ક્લાર્કના જામીન મંજૂર કર્યા છે. પીડિત પરિવારોની અરજી પર આવતીકાલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
-
Gujarat Latest News : વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20, ભારતની બીજી વિકેટ પડી
ભારતની 2 વિકેટ સતત બે ઓવરમાં પડી ગઈ છે. શુભમન ગિલના આઉટ થયા બાદ બીજી જ ઓવરમાં સૂર્યકુમાર યાદવ પણ આઉટ થયો હતો. તે કાયલ મેયર્સ દ્વારા સ્ટમ્પ પર સીધો અથડાતા રનઆઉટ થયો હતો. પોતાની 50મી T20 રમી રહેલા સૂર્યા માત્ર 1 રન બનાવી શક્યો હતો.
-
Gujarat Latest News : AAPએ પણ વ્હીપ જારી કર્યો છે
કોંગ્રેસની જેમ, આમ આદમી પાર્ટી (AAP) એ પણ તેના તમામ રાજ્યસભા સાંસદોને 7 અને 8 ઓગસ્ટના રોજ ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હી સેવા બિલ રજૂ કરશે.
-
Gujarat Latest News : અફધાનિસ્તાનમાં ફરી આવ્યો ભૂકંપ, રિકટર સ્કેલ પર નોંધાઈ 5.2ની તીવ્રતા
અફધાનિસ્તાનમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 5.2ની નોંધાઈ છે. આ ભૂકંપના આંચકાનુ કેન્દ્રબિંદુ ફેઝાબાદથી દક્ષિણ દક્ષિણ પૂર્વમાં 19 કિ.મી. દૂર નોંધાયું છે.
An earthquake of magnitude 5.2 on the Richter Scale hit 19km SSE of Fayzabad, Afghanistan at around 6:53 pm: National Centre for Seismology.#earthquake #Afghanistan #Fayzabad #TV9News pic.twitter.com/10maQCYcCz
— Tv9 Gujarati (@tv9gujarati) August 6, 2023
-
Gujarat Latest News : નૂહ હિંસામાં અત્યાર સુધીમાં 56 FIR, 150 લોકોની ધરપકડ- SP નરેન્દ્ર
નૂહના એસપી નરેન્દ્ર બિજરનિયાએ જણાવ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને મેં શાંતિ સ્થાપવા માટે બ્લોક સ્તરે બેઠક કરી છે. ગામડાઓમાં વિખવાદ ઓછો કરવા સરપંચોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. હિંસા અંગે અત્યાર સુધીમાં 56 FIR નોંધવામાં આવી છે અને લગભગ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં વીડિયોના આધારે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
-
Gujarat Latest News : જમ્મુ કશ્મીરમાં શહીદ થયેલ અમદાવાદના જવાનને મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનને અમદાવાદના વિરાટનગર સ્થિત તેના નિવાસસ્થાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ હસમુખ પટેલ, પ્રોટોકોલ પ્રધાન જગદીશ પંચાલ, અમદાવાદના એલિસબ્રિજ મતવિસ્તારના ધારાસભ્ય અમિત શાહ સહીતના આગેવાનો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપી હતી.
-
Gujarat Latest News : અમિત શાહ રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કરશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આવતીકાલ સોમવારે રાજ્યસભામાં ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ, 2023 રજૂ કરશે. આ બિલ લોકસભામાં પહેલા જ પાસ થઈ ચૂક્યું છે.
-
Gujarat Latest News : પંજાબથી ગુજરાતમાં આવી રહેલા કન્ટેનરમાંથી રૂ. 40 લાખનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો
સિરોહી જિલ્લાના અબુ રોડ રિકો પોલીસ સ્ટેશને રવિવારે એક મોટી કાર્યવાહી કરી છે. પંજાબથી ગુજરાત આવી રહેલા એક કન્ટેનરમાંથી ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. બે આરોપીઓની ધરપકડ કરી જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત સરહદ પર માવલ ચોકી પર નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન પંજાબથી આવેલ કન્ટેનરના ડ્રાઇવરને દરવાજો ખોલવા અને સામગ્રી બતાવવા માટે કહેવામાં આવ્યું હતું, જેનો તેણે ઇનકાર કર્યો હતો અને સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ડ્રાઇવર અને ક્લિનરના વર્તનથી કન્ટેનરમાં ગેરકાયદેસર સામગ્રી હોવાની આશંકા હતી, જેના આધારે લોક ખોલવામાં આવ્યું હતું. જ્યારે કન્ટેનરનો દરવાજો ખોલ્યો, તો જોયું કે તે દારૂથી ભરેલો હતો. જે ગેરકાયદેસર રીતે પંજાબથી ગુજરાતમાં લઈ જવામાં આવી રહ્યો હતો.
-
Gujarat Latest News : પાકિસ્તાનમાં હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 7ના મોત, 50 ઘાયલ
પાકિસ્તાનના નવાબશાહમાં હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં પ્રાથમિક અહેવાલ અનુસાર સાત લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
-
અમદાવાદ: અમદાવાદના જવાન મહિપાલસિંહ વાળાને મુખ્યમંત્રી શ્રદ્ધાંજલિ આપશે
જમ્મુ કશ્મીરમાં મુઠભેડમાં શહીદ થયેલ અમદાવાદના જવાન મહિપાલસિંહ વાળાને મુખ્યમંત્રી શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે અને પરિજનોને પણ સાંત્વના આપશે. સાંજે 5.30 વાગ્યે વિરાટનગર નિવાસ સ્થાને મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે પહોંચશે.
-
સુરત: કામરેજના ધોરણ પારડી ગામ નજીક ગતરોજ અકસ્માત થયાનો મામલો
- અકસ્મતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
- કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો અક્સ્માત
- બાઈક પર ત્રણ યુવકો સવાર હતા
- અકસ્માતની ઘટનામાં એકનું સ્થળ પર મોત નિપજ્યું હતું
- જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય બે યુવકોના પણ મોત થયા
- આ અકસ્માતની ઘટનામાં ટોટલ ત્રણ યુવકોના મોત થયા હતા
-
ગુરુગ્રામ હિંસા: AAP નેતા જાવેદ અહેમદ વિરુદ્ધ કેસ નોંધાયો
ગુરુગ્રામમાં આમ આદમી પાર્ટીના નેતા જાવેદ અહેમદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નૂહ હિંસા દરમિયાન ગુરુગ્રામના પ્રદીપ શર્માના મૃત્યુના સંબંધમાં આમ આદમી પાર્ટીના નેતા જાવેદ અહેમદ સહિત 150 લોકો સામે હત્યાની FIR નોંધવામાં આવી છે.
-
વિપક્ષનું એક જ કામ ન કઈ કરશે અને ન કઈ કરવા દેશે: PM મોદી
વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પણ વિપક્ષનો એક વર્ગ એ જ જૂની લાઇન પર ચાલી રહ્યો છે. આજે પણ તેઓ ન તો પોતે કંઈ કરશે અને ન તો તે કરવા દેશે. સરકારે સંસદનું નવું બિલ્ડીંગ બનાવ્યું, કર્તવ્ય પથ ડેવલપ કર્યો, પરંતુ વિપક્ષે તેનો પણ વિરોધ કર્યો. વિપક્ષે અમે બનાવેલા યુદ્ધ સ્મારકનો વિરોધ કર્યો. સરદાર વલ્લભભાઈની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમનો એક પણ નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગયો નથી.
-
રાજકોટમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શનમાં
રાજકોટમાંથી ઝડપાયેલા અલકાયદાના આતંકી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા શખ્સોને (Terrorist) લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે રાજકોટ પોલીસ એલર્ટ મોડ પર આવી છે. અને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ. જાહેરનામાં અનુસાર જે લોકો કોઈ પણ વ્યક્તિને મકાન ભાડે આપે કે નોકરી પર કોઈ વ્યક્તિને રાખે તેમની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવવામાં કરાવી જરુરી છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રારંભ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રારંભ કર્યો છે. તેઓ દેશના 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ કાર્ય માટે શિલાન્યાસ કરશે. PM મોદીએ 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કર્યો
-
‘મુંબઈ લોકલ ટ્રેનમાં સીરિયલ બ્લાસ્ટ થશે’ – મુંબઈ પોલીસને મળ્યો ધમકી ભર્યો ફોન
મુંબઈ પોલીસે માહિતી આપી છે કે એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મુંબઈની લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થશે. ફોન કરનારે દાવો કર્યો હતો કે તે વિલે પાર્લેથી ફોન કરી રહ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
-
વલસાડ: વાપીના મોરાઈમાં નિર્માણધીન બ્રિજનો બિમ પડ્યો
- બિમ સાથે સ્લેબ નીચે પડતા ભાગદોડ મચી
- ઘટનામાં કોઈ જાનહાની નહીં
- મોરાઈ ખાતે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બની રહી રહ્યો હતો
- બ્રિજનું કામ બંધ હતુ અને સ્લેબ સાથે એક સાઈડનો બિમ નીચે પડ્યો
-
નૂહ હિંસામાં નોંધાઈ 104 FIR, 216ની ધરપકડ, 8 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ
હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદના સરઘસ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. મામલાની ગંભીરતાને જોતા હરિયાણા સરકારે 8 ઓગસ્ટ સુધી નૂહમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર નૂહમાં નિર્ધારિત તારીખ સુધી મોબાઈલ ઈન્ટરનેટ અને SMS બંને સેવા પર પ્રતિબંધ રહેશે.
-
દિલ્હી-NCR સહિત 18 રાજ્યમાં વરસાદનું એલર્ટ
દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન મહેરબાન છે. બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે પણ ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે તાપમાનમાં થોડી નરમાશ જોવા મળી છે, જેના કારણે લોકોને ઉકળાટ અને ગરમીમાંથી થોડી રાહત મળી છે. તેમજ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ હવે હવામાન વિભાગે દિલ્હી સહિત 18 રાજ્યમાં વરસાદને લઈને પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું હતું.
-
વારાણસીઃ ASIની ટીમ જ્ઞાનવાપી પહોંચી, આજે સર્વેનો ત્રીજો દિવસ
ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) ની એક ટીમ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ પરિસર પહોંચી છે. આજે અહીં સર્વેનો ત્રીજો દિવસ છે.
-
આજે ત્રીજા દિવસે જ્ઞાનવાપીમાં થશે સર્વે
વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આજે સતત ત્રીજા દિવસે સર્વે યોજાશે. સવારે 8 વાગ્યાથી સર્વે શરૂ થશે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની 4 ટીમો સર્વેમાં રોકાયેલી છે. ગઈકાલે એએસઆઈએ બે શિફ્ટમાં પાંચ કલાકથી વધુ સમય માટે મેપિંગ કર્યું હતું. સર્વેક્ષણ પછી, હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે ભોંયરાની દિવાલ પર માનવ અને પ્રાણીઓના શરીરવાળી મૂર્તિ મળી આવી હતી.
-
બનાસકાંઠામાં 4.6ની તિવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો
રાજ્યમાં અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે બનાસકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠામાં 4.6ની તિવ્રતાનો ભુકંપનો આચંકો ( earthquake ) અનુભવાયો છે. આજે વહેલી સવારે 4.36 કલાકે આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 104 કિમી દૂર નોંધાયુ છે. તેમજ રાજસ્થાનના ઝાલોર પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ છે.
-
જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં એન્કાઉન્ટર ચાલુ, 1 આતંકી ઠાર, 2 છુપાયા હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે 2 વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.
-
નવસારી: મોલધરા ગામમાં દીપડો આંટા ફેરા કરતો દેખાયો
- નવસારી નજીક આવેલા મોલધરા ગામમાં દીપડો આંટા ફેરા કરતો દેખાયો
- રાત્રે 8:00 વાગ્યા બાદ દીપડો ગામમાં આટા ફેરા મારતો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
- દીપડાએ ગામમાં અનેક મરઘાં, બકરા અને શ્વાનનો શિકાર કર્યો
- પશુને બચાવવા માટે મોલધરા ગામના લોકોએ જાતે રાત્રે પહેરો ભરવા મજબૂર
- દીપડાના આંટા ફેરાની વાત નવસારી વન વિભાગને કરવામાં આવી
- વન વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરું મૂકી દીપડાને પકડવાના પ્રયાસો શરૂ કરવામાં આવશે
-
કચ્છ: અમદાવાદ DRIએ દાણચોરી રેકેટના ત્રણ માસ્ટર માઈન્ડની ધરપકડ કરી
- DRIએ મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી 100 કરોડના દાણચોરી રેકેટના માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા
- અમદાવાદ DRIએ દાણચોરી રેકેટના ત્રણ માસ્ટર માઈન્ડની ધરપકડ કરી
- જો કે DRI દ્રારા નામ જાહેર કરવામાં આવ્યા નથી
- સિગારેટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની થઈ રહી હતી દાણચોરી
- ભારતીય કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી
- ભારતીય કસ્ટમ્સમાંથી કન્સાઈનમેન્ટની ક્લિયરન્સમાં મદદ કરવાનો પ્રયાસ કરનારા વચેટિયાઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી
- DRI દ્વારા જાન્યુઆરીમાં 100 કરોડનો દાણચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
- DRI દ્રારા વધુ તપાસ ચાલુ
Published On - Aug 06,2023 6:32 AM