29 નવેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં ફરી વળશે ઠંડીનું મોજું, અંબાલાલ પટેલે કાતીલ ઠંડી પડવાની કરી આગાહી, કહ્યું 3 ડિસેમ્બર બાદ પડશે હાજા ગગડાવતી ઠંડી
Gujarat Live Updates: આજ 29 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 29 નવેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
મહેસાણા: માર્ગ-મકાન વિભાગના ઈજનેરના લોકરમાંથી 88 લાખના દાગીના મળ્યા
મહેસાણા: વર્ગ-2ના અધિકારી સામે અપ્રમાસર મિલકત મામલે માર્ગ-મકાન વિભાગના ઈજનેરના લોકરમાંથી 88 લાખના દાગીના મળ્યા છે. નાયબ કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલના બેંક લોકરમાંથીસોનું મળ્યું છે. 762 ગ્રામ સોનું અને 752 ગ્રામ ચાંદીના દાગીના ACBએ જપ્ત કર્યા છે. ગાંધીનગર ACBની ટીમે અર્બન બેંકના લોકરની તપાસમાં ખુલાસો કર્યો છે. પગાર કરતાં 16 ટકા વધુ અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ થયો હતો. ધરપકડથી બચવા ઈજનેરે મુકેલી આગોતરા જામીન અરજીનો આજે નિર્ણય આવી શકે છે.
-
સાબરકાંઠામાં જમીન માટે સર્જાયો જંગ
સાબરકાંઠાના પ્રાંતિજના સોનાસણ ગામે ખેતરની હદ મુદ્દે બે પક્ષો વચ્ચે ભારે તકરાર સર્જાઇ અને ખેતરના હદના પાળાને લઈ બે જૂથો આવી ગયા આમને સામને. મામલો એટલો તો બિચક્યો કે, મહિલા અને આધેડો વચ્ચે ધીંગાણુ સર્જાયુ અને ત્રણ લોકોને લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો. મારામારીની ઘટના CCTVમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
-
નવસારી: ખેરની તસ્કરી અંગે અધિકારીઓ પર મોટી કાર્યવાહી
નવસારી: ખેરની તસ્કરી અંગે અધિકારીઓ પર મોટી કાર્યવાહી કરી છે. વાંસદા પૂર્વ રેન્જના RFO જે.ડી રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. ગાંધીનગરની ટીમે તસ્કરીમાં સડોવણી અંગે સસ્પેન્ડ કર્યા છે. ખેરના લાકડાની આંતરરાજ્ય તસ્કરી કરાતી હતી. ચીખલી, વાંસદામાંથી ખેરના લાકડાની મહારાષ્ટ્ર તસ્કરી કરાતી હતી. અગાઉ ચીખલીના મહિલા RFO પણ સસ્પેન્ડ થયા હતા. આંતરરાજ્ય તસ્કરી મામલે મોટા ખુલાસા થવાની શક્યતા છે.
-
અમદાવાદઃ પોલીસની યુક્તિથી ફરાર આરોપી ઝડપાયો
રાજ્યમાં એકતરફ મતદાર યાદી સુધારાણા કાર્યક્રમ એટલે કે SIRની કામગીરીને લઈને BLOનો વિવાદ ચાલે છે તો બીજી તરફ આ જ SIRની કામગીરીથીઅમદાવાદમાં બે વર્ષથી ફરાર આરોપી ઝડપાઈ ગયો છે. અમદાવાદના નરોડામાં પોલીસે છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને પકડવા માટે અનોખી તરકીબ અજમાવી. યુવતીને ભગાડી જવાના કેસમાં આરોપી રોહિત ઠાકોર ફરાર હતો. પોલીસે આરોપીને પિતાને ફોન કરીને જણાવ્યું કે હું BLO વાત કરુ છું અને ચૂંટણી કાર્ડની કામગીરી માટે તમારા પુત્રની વિગત આપો. હવે પિતાએ પોતાના પુત્રનું લોકેશન આપી દીધુ. એટલે પોલીસે તાત્કાલિક મહેસાણા પહોંચીને ફરાર આરોપીને દબોચી લીધો.
-
આણંદઃ ગંભીરા બ્રિજ પર બનાવામાં આવશે સ્ટીલ બ્રિજ
આણંદઃ ગંભીરા બ્રિજ પર બનાવામાં આવશે સ્ટીલ બ્રિજ. 9.12 કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર બનશે સ્ટીલ બ્રિજ. બ્રિજ પર સ્ટીલ બ્રિજ બનાવવા સરકારની મંજૂરી. ટૂ-વ્હીલર અને રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો થશે. પાદરા અને બોરસદના લોકોને રાહત મળશે. ઔદ્યોગિક એકમોના કામદારોને રાહત મળશે.
-
-
નવસારીઃ ઠગાઈના કેસમાં ગરબા આયોજકની ધરપકડ
નવસારીઃ ઠગાઈના કેસમાં ગરબા આયોજકની ધરપકડ કરાઈ છે. AC ડોમ ગરબાના આયોજનમાં છેતરપિંડી કરી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે છેતરપિંડી કર્યાનો આરોપ લગાવાયો છે. બાકી રહેતી રકમની ચુકવણી ન કર્યાનો આરોપ છે. 5 લાખ 7 હજાર 400 રૂપિયાની ચુકવણી ન કરી ઠગાઈ આચરી હોવાનો આરોપ છે. આરોપીએ ફરિયાદીને હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી હતી.
-
સાયબર ફ્રોડ કેસમાં ભાવનગર જિલ્લાના NSUIના પ્રમુખની ધરપકડ
શેર માર્કેટમાં IPO સહિતના રોકાણનની લોભામણી સ્કીમ આપીને ફરિયાદી સાથે 50 લાખથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. ફરિયાદીને શેર માર્કેટમાં IPO તેમજ સ્ટોક ખરીદવાના બહાને રોકાણ કરાવી રકમ પડાવી લીધી જેની સામે માત્ર 3 લાખ આપ્યા. આરોપીએ અત્યાર સુધી આંગડિયા મારફતે 1.5 કરોડનું કમિશન મેળવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે.
આરોપી લોકોના એકાઉન્ટ મેળવીને સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવતો હતો, જેનું કમિશન તે આંગડિયાથી મેળવતો હતો.. આરોપી ધંધુકાના NSUIના આગેવાનના સંપર્કમાં હતો જેના પાસેથી 11 જેટલા બેન્ક એકાઉન્ટમાં ફ્રોડના નાણાં જમા કરાવ્યાં. તમિલનાડુ, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં 27 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આરોપી દુબઈના વ્યક્તિ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.. જે કંબોડિયાના સાયબર ગઠિયાઓ સાથે સંપર્કમાં હોવાથી દુબઈથી સાયબર ફ્રોડના જે પૈસા આપતા હતા તેને આરોપી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો. ઉપરાંત ક્રિપ્ટો કરન્સી માટે નાણાંમાંથી કમિશન કાપી પૈસા આગળ મોકલાવતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી અત્યાર સુધીમાં બે વખત દુબઈ પણ જઈ આવ્યો છે.
-
રાજકોટ: રેલવે સ્ટેશનથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ
રાજકોટ: રેલ્વે સ્ટેશનથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરાયુ છે. દેવભૂમિ દ્વારકા પોલીસે 3 ભાઈ-બહેન સહિત ત્રણ આરોપીને ઝડપ્યા છે. મોબાઇલમાં વ્યસ્ત માતાની નજર ચુકવી 3 લોકો બાળકી ઉઠાવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપીઓ દ્વારકાની હોટલમાં રોકાયા હોવાની બાતમી મળી હતી. દ્વારકા રેલવે સ્ટેશનનાં CCTVમાં આરોપી કેદ થયા હતા. ગણતરીનાં કલાકોમાં દ્વારકા LCBએ આરોપીને ઝડપી લીધા છે.
રાજકોટ રેલવે સ્ટેશન પરથી આરોપીઓ બાળકીને લઇ ટ્રેનમાં ભાગ્યા હતા. દ્વારકા પહોંચેલા ત્રણેય આરોપીઓએ એક સ્થાનિક હોટલમાં આશરો લીધો હોવાની બાતમી મળી. દ્વારકા રેલવે સ્ટેશન બહારના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે તમામ આરોપીને ઝડપી હાલ રાજકોટ રેલવે પોલીસને હવાલે કર્યા છે.
-
પંચમહાલમાં અમૃચ વિદ્યાલયના ફુડ પોઈઝનિંગ મામલે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
પંચમહાલઃ અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા નમૂનાનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. શાળામાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂના પાસ થયા છે. કઠોળમાં જીવાત અને મસાલા એક્સ્પાયરી હોવાનો આરોપ લાગ્યો હતો. MLAએ ચોખામાંથી જીવાત મળ્યાની કબૂલાત કરી હતી. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કડક કાર્યવાહીની સૂચના આપી હતી. MLAની ટકોર બાદ પણ નમૂના પાસ થઈ જતા સવાલ ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે કાલોલની અમૃત વિદ્યાલયમાં એક સાથે 63 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. ત્યારે સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે શાળાની મુલાકાત લઈ તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વધુમાં ધારાસભ્યે મુલાકાત દરમિયાન ચોખામાંથી જીવાત મળી આવ્યાની કબૂલાત પણ કરી હતી. ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટમાં તમામ ખાદ્ય પદાર્થના નમૂના પાસ થઈ જતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.
-
આણંદમાં પૂરપાટ દોડતી કારે સર્જ્યો અકસ્માત
આણંદમાં પણ બેફામ કારે અકસ્માત સર્જ્યો. જેના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે. આણંદના બેઠક મંદિર પાસે પૂરપાટ વેગે દોડતી કાર દુકાનના બોર્ડ સાથે અથડાઇ. જોકે સદનસીબે દુકાન બહાર ઉભેલા શખ્સનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી ગઇ.
-
મહિસાગરમાં નશામાં ધૂત શિક્ષકે સર્જ્યો અકસ્માત
મહીસાગરમાં પણ નશામાં ધૂત શિક્ષકે સર્જેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. લીમડિયા ચોકડી પર નશામાં ધૂત શિક્ષકે સર્જ્યો ગંભીર અકસ્માત કર્યો હતો. શિક્ષકે બુલેટ સવારને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી તો નશામાં સાનભાન ગુમાવી ચૂકેલા શિક્ષકે લીમડિયા ચોકડી પર આવેલી દુકાનમાં પણ કાર ઘુસાડી દીધી હતી. શિક્ષકની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. મહીસાગર પોલીસે શિક્ષકની ધરપકડ કરી તેના વિરૂદ્ધ ખાતાકીય તપાસની શિક્ષણ વિભાગને જાણ કરી છે તો શિક્ષકનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા RTO વિભાગને પણ જાણ કરાઇ છે.
-
ભરૂચમાં રિક્ષાચાલકે વિદ્યાર્થીઓને ખીચોખીચ ભર્યા
ભરૂચમાં રિક્ષામાં ખીચોખીચ બેઠેલા વિદ્યાર્થીઓનો વાયરલ વીડિયો અનેક સવાલો ઉભા કરે છે. રિક્ષામાં ખીચોખીચ વિદ્યાર્થી બેઠા છે અને કેટલાક વિદ્યાર્થીઓ તો રીતસરના રિક્ષાની બહાર લટકીને મુસાફરી કરી રહ્યા છે. આ જોખમી સવારી ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે છે. બહાર લટકતા વિદ્યાર્થીને કોઈ પણ સમયે વાહનની ટક્કર લાગે તો શું થાય ? ટ્રાફિક નિયમો જાણે નેવે મુકાયા હોય તેમ વિદ્યાર્થીઓ આવી જોખમી સ્થિતિમાં શાળાએ અવર-જવર કરી રહ્યા છે. શિક્ષક વિભાગ અને RTOએ જાહેર કરેલી માર્ગદર્શિકા અને નિયમો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે.
-
સુરતમાં સ્ટંટબાજો બેફામ, છુટા હાથે એક્ટિવા હંકારી કર્યા સ્ટંટ
સુરતમાં એક યુવકે જાહેર રસ્તા પર જોખમી સ્ટંટ કરી રીતસર પોલીસને પડકાર ફેંક્યો. યુવકે રસ્તા પર છૂટા હાથે એક્ટિવા હંકારી પોતાની સાથે અન્ય વાહનચાલકોના જીવ પર પણ જોખમ સર્જ્યું. સ્ટંટના ચક્કરમાં યુવકે જાણે કે આખો રોડ બાનમાં લીધો. સોશિયલ મીડિયા પર ખ્યાતિ મેળવવાના ચક્કરમાં યુવકે બેફામ સ્ટંટબાજી કરી.
-
બનાસકાંઠા: દાંતા સિવિલ હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ
બનાસકાંઠા: દાંતા સિવિલ હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ થયા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સાધનો ચાલતા ન હોવાનો આરોપ લગાવ્યો છે. દાંતાની એક વ્યક્તિને મોડી રાત્રે છાતીમાં દુખાવાની ફરિયાદ ઉઠી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાતા સાધાનો ચાલતા ન હોવાનું સામે આવ્યું છે. સાધનો ન હોઈ દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. સામાન્ય તકલીફમાં પણ દર્દીને પાલનપુર રીફર કરાતા હોવાના આક્ષેપ કરાયો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સની પણ સુવિધા ન હોવાનો દાવો કરાયો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ સાધનો ચાલતા નથી. હોસ્પિટલમાં હાજર તબીબે પણ ઈન્સ્ટ્રુમેન્ટ બે મહિનાથી બગડેલું હોવાની વાત સ્વીકારી હતી. તો દાંતા ગ્રામ પંચાયતના સરપંચે ડૉક્ટર પાસે તેનું લખાણ લેવડાવી દીધું હતું. એટલું જ નહીં સરપંચનો દાવો છે કે અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. આરોગ્ય કેન્દ્રની જવાબદારી કોની છે તે પણ સ્પષ્ટ નથી કરાતું. આ સંજોગોમાં જો કોઈ જીવ ગુમાવે તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે.
-
ગુજરાત સરકારની બારમી ચિંતન શિબિરની પૂર્ણાહુતિ
ગુજરાત સરકારની બારમી ચિંતન શિબિરની પૂર્ણાહુતિ થઈ ચુકી છે. પણ, તેમાંથી સામે આવ્યા છે… અદભુત રંગ. વલસાડના ધરમપુરમાં આયોજીત ચિંતન શિબિરની થીમમાં દક્ષિણ ગુજરાતની અદભુત કલાશૈલીને પણ સાંકળવામાં આવી હતી. અહીંની પારંપારિક વારલી ચિત્રકલા અને વણાટકલાની ઝલક પણ ચિંતન શિબિરમાં જોવા મળી. ચિંતન શિબિરમાં ઉપસ્થિત મંત્રીઓએ પણ આ હસ્તકલા પર હાથ અજમાવ્યો હતો.
જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, તેમજ નરેશ પટેલ જેવા મંત્રીઓ હાથ વણાટથી અગરબત્તી બનાવતા નજરે પડ્યા હતા અને આનંદની લાગણી અનુભવી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે વધુમાં વધુ યુવાનો અને યુવતીઓને આ પરંપરાગત કલાઓની તાલીમ આપી પગભર કરાશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દક્ષિણ ગુજરાતની પારંપરિક વારલી કલા પર હાથ અજમાવ્યો હતો. તો આજે રીવાબા પણ હાથ વણાટની વસ્તુઓમાં રસ દાખવતા નજરે પડ્યા.
-
કચ્છ: ભચાઉના નમસ્કાર જૈન તીર્થધામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
કચ્છ: ભચાઉના નમસ્કાર જૈન તીર્થધામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. નવી મોડસ ઓપરેન્ડી અપનાવી આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો. તીર્થધામમાં કોતરણી કામ કરતાં શખ્સોએ જ લાખોની ચોરી હતી. ચોરોએ પથ્થરની કોતરણીને તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. રાજસ્થાનની ગરાસીયા ગેંગના આરોપીઓએ ચોરી કરી હતી. 2 ચોરોએ તીર્થધામમાંથી મુગટ, કુંડળ, હાર તથા રોકડની ચોરી કરી હતી. કચ્છ LCB અને ભચાઉ પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો. પોલીસે ચોરી થયેલો 1 લાખ 83 હજારનો મુદ્દામાલ પરત મેળવ્યો.
-
બોટાદના હળદર ગામે ખેડૂત આંદોલન સમયે ઘરપકડ કરાયેલ ખેડૂતોને કોર્ટે છોડ્યા
બોટાદ જિલ્લાના હળદર ગામે થયેલા ખેડૂત આંદોલન સમયે પોલીસ દમન બાદ ધરપકડ કરાયેલા ખેડૂતોને કોર્ટે છોડી મૂક્યા છે. ખેડૂત આંદોલનના આગેવાની કરનાર મયૂર સાકરિયા સહિતના ખેડૂતો જેલમુક્ત થયાં છે. જેલમાંથી અમે છૂટ્યા છીએ. સત્યની જીત થઈ છે અને થશે. કાવતરાં ભાગ રૂપે અમારા વિરૂદ્ધ કાર્યવાહી થઈ છે. સરકાર તાનાશાહી કરે છે, ખેડૂતોનો અવાજ ઉઠાવતા જ રહીશું. ભારતીય ન્યાયતંત્ર સામે અમને પૂર્ણ ભરોષો છે. અમે ખેડૂતોના કદડા ના મુદે ત્યાં ગયા હતા. કાવતરાના ભાગરૂપે અમને જેલમાં પુરવામાં આવ્યા હતા. ન્યાયતંત્રે અમને જેલ મુક્ત કર્યા છે તે ન્યાય અને સત્યનો વિજય છે. 84 ખેડૂતો ઉપર ગંભીર કલમો લગાવી છે. કોઈ અસામાજિક તત્વોએ મોઢે રૂમાલ બાંધી અમારા આંદોલનને બગાડ્યું છે. અમારા આંદોલન અને વિરોધ ને સરકાર એ દબાવાનો પ્રયાસ કર્યો છે.
-
હવામાન વિભાગની આગાહીઃ 24 કલાક બાદ તાપમાન 2-3 ડિગ્રી ઘટતા ઠંડી અનુભવાશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાશે. આગામી 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનો અનુભવ થશે. અમદાવાદનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા ચે. ગાંધીનગરનું લઘુતમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે.
-
આમ આદમી પાર્ટીનો જીગ્નેશ મેવાણીને ટેકો, કહ્યું-IPS અધિકારીના પરિવારના લોકો કેમ રોડ પર ના આવ્યા ?
આમ આદમી પાર્ટીનો જીગ્નેશ મેવાણીને ટેકો, કહ્યું-IPS અધિકારીના પરિવારના લોકો કેમ રોડ પર ના આવ્યા. દારૂ અને ડ્રગ્સના મુદ્દાને ઉઠાવવા બદલ આમ આદમી પાર્ટીએ મેવાણીને આપ્યું સમર્થન. લોકોના પ્રશ્નો માટે કોંગ્રેસને સમર્થન આપીશું. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ વિરુદ્ધ કોંગ્રેસ નેતાએ આંદોલન કર્યું છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષે આક્ષેપ કર્યો છે કે, ગૃહમંત્રી નાના પોલીસ કર્મચારીના પરિવારના લોકોને રસ્તા પર ઉતારે છે, પણ અમારે પુછવું છે કે, મેવાણીનો વિરોધ કરવા માટે ગૃહ પ્રધાન કેમ કોઈ IPS અધિકારીના પરિવારના લોકોને રોડ ઉતારતા. કોંગ્રેસે ભલે ખેડૂતના આંદોલનમાં આમ આદમી પાર્ટીને સમર્થન ના આપ્યું હોય, અમે ભ્રષ્ટાચાર, કૌભાડ, દારૂ અને ડ્રગ્સના વિરોધ બાબતે કોંગ્રેસને સમર્થન આપીશું.
-
અમદાવાદમાંથી ઝડપાયુ કોલ સેન્ટર, ગિફ્ટ કાર્ડના બહાને અમેરિકન નાગરિકોને બનાવતા હતા ટાર્ગેટ
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયુ. વેજલપુર પોલીસે બાતમીના આધારે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા. વેજલપુર પોલીસ સ્ટેશનમાં 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. અમેરિકન નાગરિકોને ટાર્ગેટ બનાવી ગિફ્ટ કાર્ડ ખરીદી કરાવી છેતરપિંડી આચરતાં.
-
છોટાઉદેપુર જિલ્લામા ખાતરની અછત, ખેડૂતો લાંબી કતાર લગાવવા મજબૂર
છોટાઉદેપુર જિલ્લામા ખાતરની અછત ઉભી થઇ છે. ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાંબી કતારો લાગી છે. ખુબ મોટી સંખ્યાંમા રાત્રી ત્રણ વાગ્યાંથી ખેડૂતો લાંબી કતારો મા ઊભા રહે છે. પૂરતા પ્રમાણમા ખાતર ના આવતા ઉભી થઇ અછત. વાવણીના સમયે જ ખાતર ના મળતા ખેડૂતોમા ચિંતા પેઠી છે. એક તરફ કમોસામી વરસાદને લઇ નુકશાન, તો બીજી તરફ ખાતર ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
-
ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરાતા ખેડૂત લાચાર બન્યો, સંસદમાં ઉઠાવાશે મુદ્દો
ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિહ ગોહિલે શુન્યકાળમાં ચર્ચા માટે આપી નોટીસ. 1 ડિસેમ્બર થી શરૂ થતા સત્રમાં ચર્ચા કરવા આપી નોટીસ. નોટીસમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલ સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શૂન્યકાલ પ્રસ્તાવમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, ગુજરાતમાં દિવાળી દરમિયાન સતત કમોસમી વરસાદ પડતો રહ્યો છે. ખેડૂતોની તૈયાર થયેલી સંપૂર્ણ પાક ખૂબ જ ખરાબ રીતે નાશ પામ્યો છે.
ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી દેવામાં આવી છે. એ જ કારણે ખેડૂતો પાસે પોતાના પાકનો કોઈ પણ વીમો નહોતો. મોટા પાયે ખર્ચ કર્યા પછી જ્યારે પાક તૈયાર થયો હતો, એ જ વખતે કમોસમી સતત વરસાદ પડવાથી સંપૂર્ણ પાક નાશ પામ્યો. જેના કારણે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
ગુજરાત સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે પર્યાપ્ત નથી. માત્ર બે હેક્ટરમાં તે પણ અનેક શરતો સાથે જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારથી અનુરોધ કે ગુજરાતમાં ફસલ બીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે. નુકસાન વેઠી રહેલા ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવે.
-
ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સીટી પોલીસના પોલીસ જમાદાર રૂપિયા 30 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મોગીલાલ પઢીયાર રૂપિયા ૩૦ હજારની લાંચ લેતાં ઝડપાયા. શહેરનાં આંબેડકરચોક નજીક સુરેન્દ્રનગર ACB. એ છટકુ ગોઠવી પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા હતા. અરજદાર પાસે જુના ચાલતા કેસમાં મદદ કરી હોઇ અને હાલ કોર્ટમાં કેસ ચાલતો હોઇ 30 હજારની લાંચ માગી હતી.
-
સાબરમતીમાં ટી. પી. રસ્તો ખુલ્લો કરવા AMC હાથ ધરી તોડફોડ
સાબરમતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુના વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાએ હાથ ધરી મોટાપાયે તોડફોડની કામગીરી. સાબરમતી વિસ્તારમાં 24.0 મીટર પહોળાઈનો ટી. પી. રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અડચણરૂપ રહેણાંક તથા વાણિજ્ય પ્રકારના એકમો દૂર કરશે. કુલ 30 જેટલા સ્ટ્રક્ચર દુર કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે.
-
સુરતમાં પતંગ પકડવા જતા કિશોર પર દિવાલ તુટતા થયુ મોત
સુરતમાં પતંગ પકડવા જતા કિશોર પર દિવાલ તુટી પડતા તેનુ મોત થયું હતું. લીંબાયત વિસ્તારમાં ઉતરાયણ પહેલા દુર્ઘટના ઘટી છે. 12 વર્ષના કિશોર મોહમ્મદ ફરઝાનનું કરુણ મોત થયું છે. પતંગ પકડવા ગયેલા કિશોર પર જૂની દીવાલ તૂટી પડી. જેથી બાળક દબાયો હતો. દીવાલ પડતા ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયો હતો. ફરજ પરના તબીબોએ સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો.
-
ગુજરાતના જંગલમાંથી ખેરના લાકડાની તસ્કરી કેસમાં 2 RFO સસ્પેન્ડ
દક્ષિણ ગુજરાતમાં આંતરરાજ્ય ખેર ચોરી રેકેટમાં બે અધિકારીઓ પર ગાજ પડી છે. નવસારીમાં આવતા વલસાડ ઉત્તર વન વિભાગમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેરના લાકડાની ચોરીમાં સંડોવાયેલા વાંસદા પૂર્વ રેંજના RFO જે. ડી. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીખલી રેંજના મહિલા RFO હેતલ પટેલના સસ્પેન્શન બાદ ગાંધીનગરની ટીમે તપાસ બાદ કરી કાર્યવાહી. ચીખલી, વાંસદામાંથી ખેરના લાકડાની મહારાષ્ટ્રમાં તસ્કરી કરવામાં આવતી હતી. સમગ્ર મુદ્દે ગાંધીનગરની ટીમની તપાસ બાદ RFO જે. ડી. રાઠોડને તત્કાળ અસરથી કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેરની આંતરરાજ્ય તસ્કરીમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતા.
-
સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી
સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી છે. જુના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા. નવજાત તાજી જન્મેલી બાળકી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કોઈ મહિલા દ્વારા પોતાનો પાપ છુપાવવા બાળકી છોડી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા ઈચ્છાપોર પોલીસ સ્થળે દોડી આવી હતી. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે નવજાત શિશુના માતા-પિતાને શોધી કાઢનારને 11,000 નું ઇનામ જાહેર કર્યું છે.
-
દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ સામે નોંધાયો વધુ એક ગુનો
દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈ સામે ગુનો નોંધાયો છે. નારાયણ સાઈના સેપરેટ બેરેક નં 1ની ખોલીમાંથી મળી આવ્યો મોબાઈલ. લાજપોર જેલની સ્કોડને નારાયણ સાંઈ પાસે ફોન હોવાની બાતમી મળતા કર્યું હતું સરપ્રાઈઝ ચેકિંગ. નારાયણ સાઈની બેરેકમાં તપાસ કરતા દરવાજા સાથે ચુંબકથી ચોંટાડેલ મોબાઈલ મળી આવ્યો. મોબાઇલમાં લગાવવામાં આવતી બેટરી, દરવાજાના નકૂચા પાછળ છુપાવેલી મળી આવી હતી. તપાસ કરતા સીમકાર્ડ નારાયણ સાંઈના સ્વાસ્થય માટે વાપરતા ઈનહેલર્સમાં છુપાવેલું મળી આવ્યું હતું. Jio કંપનીનું સીમકાર્ડ મળી આવ્યું, નારાયણ સાંઈની બેરેકમાંથી મોબાઈલ બેટરી અને સીમકાર્ડ ત્રણેય અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા હતા.
સચિન પોલીસમાં મથકમાં નોંધાયો ગુનો છે. સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ કેસમાં નારાયણ સાઈ જેલવાસ હેઠળ છે. નારાયણ સાઈને જેલની સેપરેટ સેલની ખોલીમાં રાખવામાં આવ્યો છે. જેલની આંતરિક સુરક્ષા સામે ઉઠ્યા સવાલ. મોબાઈલ અને સીમકાર્ડ જેલમાં કેવી રીતે પહોંચ્યો, કોણે મદદ કરી અને ફોનનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવ્યો, તેની તપાસ સચિન પોલીસે શરૂ કરી છે.
-
મહેસાણા જિલ્લાની પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 94,128 મતદારો રદ થશે
મહેસાણા જિલ્લાની પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 94,128 મતદારો રદ થશે. મતદાર ન મળવા, મૃત્યુ થવું, સ્થળાંતર અને ડુપ્લીકેટ નામની ઓળખ થઈ છે.જિલ્લામાં 5.25% એટલે કે94,128 મતદારોના નામ (રદપાત્ર) જણાતા તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. કુલ 17,91,905 મતદારો પૈકી 17,88,375 મતદારોને ફોર્મ વિતરણ થયું હતું. ફોર્મ કલેક્શનની કામગીરી 77.74 % પૂર્ણ અત્યાર સુધીમાં 13,93,053 ફોર્મ જમા કરાયા છે. 72 % મતદારોનું મેપિંગ પૂર્ણ થયુ છે. જેનું મેપિંગ નથી થયું તેમને નોટિસ ફટકાર્યા બાદ પુરાવા આપવા પડશે. નો મેપિંગ કેટેગરીમાં કુલ 1,00,987 મતદારોનો સમાવેશ થાય છે.
-
ACBએ માર્ગ-મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી 88 લાખના દાગીના શોધીને જપ્ત કર્યા
મહેસાણામાં માર્ગ-મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી 88 લાખના દાગીના મળ્યા. નાયબ કાર્યપાલક ઈજનેર ડી. આર. પટેલના બેંક લોકરમાંથી મળ્યું સોનું. 762 ગ્રામ સોનું અને 752 ગ્રામ ચાંદીના દાગીના ACBએ જપ્ત કર્યા. ગાંધીનગર ACBની ટીમે અર્બન બેંકના લોકરની તપાસમાં કર્યો ખુલાસો. પગાર કરતાં 16 ટકા વધુ અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ થયો હતો. ધરપકડથી બચવા ઈજનેરે મુકેલી આગોતરા જામીન અરજીનો આજે નિર્ણય.
-
અમદાવાદના વાસણામાં 14મા માળેથી ઝંપલાવીને યુવતીએ કરી આત્મહત્યા
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક આર્કેટમા યુવતીએ 14મા માળેથી ઝંપલાવીને કર્યો આપધાત. યુવતી એ 14 માં માળેથી કુદીને આપધાત કર્યો છે. યુવતી આપધાત કરવા માટે સિદ્ધિવિનાયક આર્કેટમા બિલ્ડિંગ પર આવી હતી. યુવતી ઓળખ થઈ ના હોવાથી પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી છે. યુવતીના આપધાત કરવા પાછળના કારણને લઈવધુ તપાસ શરૂ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, સિક્યોરિટીએ કોમ્પ્લેક્ષમાં ઉપર ના જવાનું કહ્યું હોવા છતા યુવતી કોમ્પ્લેક્ષના 14માં માળે ગઈ હતી.
-
અમદાવાદના બાવળાના શ્યામ કોમ્પલેક્ષમાં હત્યા
અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ શ્યામ કોમ્પ્લેક્ષમાં હત્યાનો બનાવ બન્યો છે. મકાનમાલિકને ભાડુઆતને લઈને થયેલ ઝઘડામાં હત્યાનો બનાવ બન્યો હતો. મકાનમાલિક પ્રભાતસિંહને પોતાના ભાડુઆત રવિન્દ્રસિંહ બાબતે સુરેશ ઠક્કર સાથે થયો હતો ઝઘડો. સુરેશ ઠક્કર સાથેના ઝઘડામાં મકાનમાલિક પ્રદીપસિંહનું મોત નીપજ્યું. સુરેશ ઠક્કરે પોતાના ઘરમાં રહેલા છરા વડે મકાનમાલિક પ્રદીપસિંહ હત્યા કરી હતી.
-
ગુજરાત સહિત દેશની 7 મેડિકલ કોલેજો પર ED ના દરોડા
ગુજરાત સહિત દેશની 7 મેડિકલ કોલેજો પર ED એ દરોડા પાડ્યા છે. ED એ 15 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગુજરાતના ગાંધીનગરના કલોલની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ એન્ડ રિસર્ચમાં તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કરાયા છે. મોબાઈલ ફોન, લેપટોપ, સર્વર ડેટા, ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. ઈડીએ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોની મેડીકલ કોલેજમાં પણ દરોડા પાડ્યા છે તેમાં, છત્તીસગઢ, રાયપુરની રાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડેક્સ મેડિકલ કોલેજ, ઇન્દોર, ગાયત્રી મેડિકલ કોલેજ, વિશાખાપટ્ટનમ, ફાધર કોલંબો ઇન્સિટ્યૂટ, વારંગલ, નેશનલ કેપિટલ રિજન ઇન્સ્ટિટ્યૂટ, મેરઠ અને શ્યામલાલ ચંદ્રશેખર મેડિકલ કોલેજ, ખગરિયાનો સમાવેશ થાય છે.
-
અમદાવાદમાં 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપવા પોલીસ બની BLO
અમદાવાદની નરોડા પોલીસે, BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે BLO હોવાનું કહીને આરોપીના પિતાને ફોન કર્યો હતો. BLO બનેલ નરોડા પોલીસે આરોપીના પિતા પાસેથી, કલેક્ટર ઓફિસમાંથી ચૂંટણી કાર્ડ કઢાવવા બહાને નાસતા ફરતા આરોપીની માહિતી મેળવી હતી. આરોપીના પિતા પાસેથી છોકરીને ભગાડી જનાર આરોપીની વિગતો અને મોબાઈલ નંબર મેળવ્યા હતા. આરોપીનું લોકેશન મહેસાણા જણાઈ આવતા પોલીસે આરોપીને ત્યાં જઈને ધરપકડ કરી હતી.
-
સાબરકાંઠાના ઈડરના શીંગા ગામેથી બનાવટી દૂધના જથ્થા સાથે એક ઝડપાયો
સાબરકાંઠાના ઈડરના શીંગા ગામેથી નકલી દૂધો જથ્થો ઝડપાયો છે. સોયા ઓઈલ, મેલ્ટો ડેક્સિન અને વે પાવડર વડે બનાવાતુ હતું નકલી દૂધ. એસઓજીની ટીમને બાતમી મળતા શીંગા ગામે દરોડો પાડતા 200 લીટર બનાવટી દૂધ ઝડપાયું. મકાનની અંદર બનાવટી દૂધ બનાવાતું હતુ. નકલી દૂધ બનાવતા સુનિલ શર્માની પોલીસે ધરપકડ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કાર્યવાહી કરવા માટે જાણ કરાઈ છે.
Published On - Nov 29,2025 7:26 AM