AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 જાન્યુઆરીના મહત્વના સમાચાર : હજ યાત્રીઓ માટે નવા નિયમો, મક્કા અને મદીનામાં હવે ભોજન નહીં બનાવી શકે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2026 | 9:47 AM
Share

આજે 27 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 જાન્યુઆરીના મહત્વના સમાચાર : હજ યાત્રીઓ માટે નવા નિયમો, મક્કા અને મદીનામાં હવે ભોજન નહીં બનાવી શકે

LIVE NEWS & UPDATES

  • 27 Jan 2026 09:47 AM (IST)

    નવસારીઃ સહિત સમગ્ર જિલ્લામાં ધુમ્મસ છવાયુ

    નવસારીઃ સહિત સમગ્ર જિલ્લામાં ધુમ્મસ છવાયુ. સવારે 9:30 વાગ્યા સુધી ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું. ધુમ્મસના કારણે કેરી પાકમાં મોટા નુકસાનની ભીતિ છે. ધુમ્મસના કારણે મોર કાળા પડવાની શરૂઆત થઈ. વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે મોરનું ખરણ થવાની શરૂઆત થઇ છે.

  • 27 Jan 2026 09:21 AM (IST)

    રાજકોટઃ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જંગલી પ્રાણીનો આતંક

    રાજકોટઃ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જંગલી પ્રાણીનો આતંક જોવા મળી રહ્યો છે. ઢાંક ગામના સરપંચ અને અન્ય એક વ્યક્તિ પર હુમલો કર્યો. હુમલામાં સરપંચ સહિત અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તો સારવાર અર્થ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી છે. હુમલાની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 27 Jan 2026 08:35 AM (IST)

    રાજ્યમાં કડકડતી ઠંડી બાદ આંશિક રાહત, બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો

    રાજ્યમાં કડકડતી ઠંડી બાદ આંશિક રાહત મળી છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો છે. સૂસવાટા મારતા પવનોએ વિરામ લીધો છે. હવામાન વિભાગ પ્રમાણે બે દિવસ ઠંડીમાં રાહત મળશે. આવતીકાલ બાદ ફરી ઠંડીનું જોર વધી શકે છે. બે દિવસ બાદ ફરી હાડ થીજવતી ઠંડીની શક્યતા છે.

  • 27 Jan 2026 08:34 AM (IST)

    રાજકોટઃ ધોરાજી નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ

    રાજકોટઃ ધોરાજી નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ પડ્યુ છે. લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા છૂટ્યા. ધોરાજીના જમનાવડ રોડ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યુ છે.

  • 27 Jan 2026 08:07 AM (IST)

    અમરેલીઃ ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં ખેલાયું ધીંગાણું

    અમરેલીઃ ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં ધીંગાણું ખેલાયું. જમણવારમાં રોટલી પીરસવા જેવી બાબતમાં મારામારી થઇ. જાનૈયા અને માંડવીયા વચ્ચે ધીંગાણું ખેલાયું. લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરાયો. ટોળા પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો. મારામારીમાં બંને પક્ષના 15 લોકોને ઈજા થઈ. 2 ઇજાગ્રસ્તની તબિયત લથડતા અમરેલી રીફર કરાયા. ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

  • 27 Jan 2026 07:52 AM (IST)

    મહીસાગરઃ ખાનપુર ગામે સરપંચે સર્જેલા અકસ્માતમાં મોટો ખુલાસો

    મહીસાગરઃ ખાનપુર ગામે સરપંચે સર્જેલા અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સરપંચ અને તેનો સાથી દારૂના નશામાં હોવાનો ખુલાસો થયો છે. ગાડી રોંગ સાઈડમાં ચલાવી કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળક સહિત 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. બાકોર પોલીસે સરપંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

  • 27 Jan 2026 07:46 AM (IST)

    સુરેન્દ્રનગરઃ ચુલી ગામ પાસે ઝડપાયો વિદેશી દારૂ

    સુરેન્દ્રનગરઃ ચુલી ગામ પાસે વિદેશી દારૂ ઝડપાયો. આશીર્વાદ હોટેલના કમ્પાઉન્ડમાં ઉભેલા ટ્રકમાંથી દારૂ ઝડપાયો. ટ્રકના ચોરખાનામાંથી વિદેશી દારૂની 25 હજાર બોટલ મળી. LCBએ 87.56 લાખનો વિદેશ દારૂનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે દારૂ સહિત 1.7 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે રેડ કરતા આરોપીઓ  ફરાર થયા. પોલીસે ટ્રકના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.
  • 27 Jan 2026 07:26 AM (IST)

    અમેરિકામાં ખતરનાક હિમવર્ષા, તાપમાન -31 ડિગ્રી સુધી ઘટી ગયું

    ઉત્તરપૂર્વ અમેરિકામાં એક ખતરનાક શિયાળુ વાવાઝોડું ત્રાટક્યું છે. ભારે હિમવર્ષા, ઠંડી અને વરસાદે અનેક રાજ્યોમાં વિનાશ મચાવ્યો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નોંધાયા છે. આ વાવાઝોડાને કારણે અરકાનસાસથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના 2,100 કિલોમીટરના વિસ્તારમાં તાપમાન ઠંડું પડી ગયું છે. આ વિસ્તારો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • 27 Jan 2026 07:23 AM (IST)

    અમેરિકાએ વેપાર કરારમાં વિલંબ કરવા બદલ દક્ષિણ કોરિયાને ટેરિફ લગાવવાની ધમકી આપી

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દક્ષિણ કોરિયાને વેપાર કરારમાં વિલંબ થવા પર 25% સુધીના ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પ માને છે કે દક્ષિણ કોરિયાની સંસદ અમેરિકા સાથેના તેના કરારનું પાલન કરી રહી નથી. તેથી, તેઓ કડક પગલાં લઈ રહ્યા છે.

  • 27 Jan 2026 07:22 AM (IST)

    હજ યાત્રાળુઓ માટે નવા નિયમો

    સલામતીના કારણોસર, હજ યાત્રાળુઓને હજ દરમિયાન પોતાનો ખોરાક જાતે રાંધવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રસોઈ દરમિયાન આગ લાગવાનું જોખમ રહેલું છે. આ માહિતી કાનપુર તન્ઝીમ ખુદામ આઝમીન-એ-હજ દ્વારા તાજેતરમાં બાંસમંડીમાં યોજાયેલા હજ તાલીમ શિબિરમાં આપવામાં આવી હતી.

આજે 27 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jan 27,2026 7:21 AM

જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી માટે બોલી બઘડાટી
જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી માટે બોલી બઘડાટી
આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ઘરે બેઠા અપડેટ કરો તમારી આધાર વિગતો
ઘરે બેઠા અપડેટ કરો તમારી આધાર વિગતો
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">