22 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સરદાર સરોવરમાંથી અચાનક પાણી છોડવા અંગે ન્યાયીક તપાસ પંચની નિમણુક કરવા માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 11:57 PM

Gujarat Live Updates : આજ 22 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

22 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સરદાર સરોવરમાંથી અચાનક પાણી છોડવા અંગે ન્યાયીક તપાસ પંચની નિમણુક કરવા માગ
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

આજે 22 સપ્ટેમ્બરને વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Sep 2023 10:37 PM (IST)

    દાહોદમાં ગાડીના કિલ્લાના પોપડા ખરતા અવરજવર બંધ કરાઈ

    • દાહોદમાં ગાડીના કિલ્લાના પોપડા ખરતા અવરજવર બંધ કરાઈ
    • ઇસ 1678માં ઔરંગઝેબના સુબેદારે ગાડીનો કિલ્લો બનાવ્યો હતો
    • 345 વર્ષ જુના કિલ્લો ખંડેર બન્યો
    • કિલ્લાના મુખ્ય દ્વારના પોપડા ખરતા આડાશ મૂકી રસ્તો બંધ કરાયો
    • સદનસીબે કોઈ જાનહાની નહિ
    • જર્જરિત બનેલા કિલ્લામાં સરકારી કચેરી હોવાથી અવરજવર હોય છે
    • પાલિકા દ્વારા આડાશ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો
  • 22 Sep 2023 09:52 PM (IST)

    ભાવનગર પોલીસે જુદા જુદા 4 સ્થળો પર રેડ કરીને નશાકારક સીરપની 4350 બોટલો ઝડપી

    ભાવનગર પોલીસે શહેરમાં જુદા જુદા 4 સ્થળો પર રેડ કરીને નશાકારક સીરપની 4350 બોટલો ઝડપાઈ છે. કુલ 7,19,000 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. તમામ સીરપ ની બોટલના સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલાયા.

  • 22 Sep 2023 08:44 PM (IST)

    SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહ અદલાબદલીની ઘટના

    • SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહ અદલાબદલીની ઘટના
    • સમગ્ર મુદ્દાને ઉચ્ચ સ્તરેથી અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો
    • મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રંજન ઐય્યરે 5 સભ્યોની તપાસ કમિટીની રચના કરી
    • 48 કલાકમાં તપાસ અહેવાલ માંગ્યો
    • સર્જરી વિભાગના વડા ડૉ.ડી.કે શાહના અધ્યક્ષ પદે તપાસ કમિટી રચાઈ

    તપાસ સમિતિમાં કોણ છે તેના નામ

    • ડૉ.ડી.કે.શાહ (પ્રોફેસરથી સર્જરી વિભાગ, ચેરમેન
    • એચ આર પરિખ (કાર્યપાલક અધિકારી, સભ્ય)
    • ડૉ.રુપલ દોષી, વડા મેડીસીન વિભાગ, સભ્ય)
    • ડૉ.ડી.કે.હેલૈયા, આર.એમ.ઓ, સભ્ય
    • ડૉ.ઝંખનાબેન.એસ.પટેલ, મેડિકલ ઓફિસર, કોલ્ડ રૂમ, સભ્ય
  • 22 Sep 2023 08:43 PM (IST)

    ભુજના ચપરેડી ગામે એક જ પરિવારના 17 લોકોને ફૂડ પોઈઝનિંગ

    • કચ્છમાં ભુજના ચપરેડી ગામે એક જ પરિવારના 17 લોકોને ફૂડ પોઈઝનિંગ
    • ઘરે બનાવેલી છાછ આરોગ્યા બાદ એકજ પરિવારના 17 સભ્યોને ખોરાકી ઝેરની અસર
    • તમામને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
    • એકજ પરીવારના 5 પુરુષો, 8 મહિલાઓ અને 4 બાળકોએ રાત્રિ ભોજન આરોગ્યા બાદ થઇ અસર
  • 22 Sep 2023 06:55 PM (IST)

    અમદાવાદ સંકલન સમિતિની મળી બેઠક

    અમદાવાદ સંકલન સમિતિની બેઠક મળી છે. આ દરમ્યાન એલીસબ્રિજના ધારાસભ્ય અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. વરસાદી પાણી ભરાવા, ગેરકાયદે બાંધકામ, પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી. કરોડોનાં ખર્ચે ડીસીલ્ટીંગ થાય છે છતાં પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાય છે તો તેની માટે ચોક્કસ જવાબદારી નક્કી કરવી જોઈએ. કરોડોનો ખર્ચ થાય તો પ્રજા પણ ઈચ્છતી હોય છે કે પાણી ના ભરાવા જોઈએ

  • 22 Sep 2023 06:54 PM (IST)

    વલસાડના કોલેજ રોડ ઉપર રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત

    • કોલેજ રોડ ઉપર રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત
    • રસ્તા પાસે ઉભેલી યુવતી અકસ્માતમાં અડફેટે આવી
    • કોલેજ તરફ જતી રીક્ષા ટર્ન મારતા બાઈકને અડફેટે લીધી
    • બાઈક ચાલકે યુવતીને અડફેટે લેતા યુવતીને ગંભીર ઇજા પહોંચી
    • યુવતીને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી
    • અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
  • 22 Sep 2023 06:10 PM (IST)

    કાલાવડ રોડ પર આંબેડકરનગર વિસ્તારમાંથી ગૌમાંસ સાથે એકની ધરપકડ

    રાજકોટના કાલાવડ રોડ પર આંબેડકરનગર વિસ્તારમાંથી 20 કિલો ગૌમાંસ સાથે એક શખ્સની ધરપકડ કરાઇ છે. જીવદયા પ્રેમી દ્રારા પોલીસને બાતમી આપ્યા બાદ કાર્યવાહી કરાઇ છે. પોલીસે ગોવિંદ મહિડા નામના શખ્સની ધરપકડ કરી છે.

  • 22 Sep 2023 06:09 PM (IST)

    સુરત મનપા આરોગ્ય વિભાગ ઘી વિક્રેતાઓને ત્યાં દરોડા

    • મનપા આરોગ્ય વિભાગ ઘી વિક્રેતાઓને ત્યાં દરોડા
    • વરાછામાં આવેલ ધરમ એન્ટરપ્રાઈઝ નામની સંસ્થા પર તપાસ કરાઇ
    • શંકાસ્પદ ઘી બનાવતા હોવાની ફરિયાદ મળતાં તપાસ કરાઈ
    • 10 લાખનું ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું
    • સંસ્થા દ્વારા ઉત્પાદીત લુઝ ઘી અને સ્વામીનારાયણ પ્રિમિયમ કાઉ પેકિંગ ઘી ના નમુનાઓ લેવાયા
    • ફુડ સેફટી ઓફિસરો દ્વારા નમૂના લઈ પૃથ્થકરણ માટે સુરત મનપાના પબ્લીક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા
    • પૃથ્થકરણ અહેવાલ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે
    • આ સંસ્થામાં 1 લીટર, 500 મીલી, 200 મીલી અને 100 મીલીની પ્લાસ્ટીકની બોટલ/જારમાં ભરવામાં આવ્યા
    • આશરે ૩૩૩૬ લીટર ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું
    • જેની અંદાજીત કિંમત 10 લાખ 800 રૂપિયા છે.
  • 22 Sep 2023 05:49 PM (IST)

    વડોદરામાં પીએમ મોદીના સંભવિત કાર્યક્રમને લઈ બેઠક

    • બરોડા ડેરી ખાતે વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાની અધ્યક્ષતામાં બેઠક
    • વડોદરામાં પીએમ મોદીના સંભવિત કાર્યક્રમને લઈ બેઠક
    • વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશ પાઠક પણ હાજર
    • બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો હાજર
    • જિલ્લા પંચાયત પ્રમુખ, બરોડા ડેરીના ડાયરેકટર પણ હાજર
    • મહિલાઓ દ્વારા પીએમ મોદીના અભિવાદન કાર્યક્રમનું કરાઈ રહ્યું છે આયોજન
    • બોડેલીની સાથે વડોદરામાં પણ પીએમ મોદીનો યોજાઈ શકે છે કાર્યક્રમ
  • 22 Sep 2023 05:08 PM (IST)

    કડીમાં સગીરા સાથે 3 યુવકો દ્વારા દુષ્કર્મની ઘટના

    મહેસાણાના કડીમાં સગીરા સાથે 3 યુવકો દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવી. બે યુવકોએ મદદગારી કરી અને એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યું. દુષ્કર્મ ગુજારી સગીરાનો વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવી બીજા મિત્રોએ પણ સગીરાને હેરાન પરેશાન કરી. સગીરા તાબે નહિ થતા વિડિયો બતાવી તાબે કરવા પ્રયાસ કર્યો. આ સમગ્ર મામલે કડી પોલીસ મથકે 3 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્રણેય આરોપીની ઉંમર સગીર છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે. ત્રણેય આરોપીઓની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

  • 22 Sep 2023 03:54 PM (IST)

    વડોદરા ખાતે PM નરેન્દ્ર મોદી માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન

    • વડોદરામાં PM નરેન્દ્ર મોદી માટે વિશેષ કાર્યક્રમના આયોજનની શક્યતા
    • નવલખી ગ્રાઉન્ડ અથવા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ શકે કાર્યક્રમ
    • મહિલાઓ તરફથી અભિવાદન કાર્યક્રમનું કરાઈ રહ્યું છે આયોજન
    • વડોદરા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ
    • અભિવાદન કાર્યક્રમની કોઈ સત્તાવાર જાહેરાત નહીં
  • 22 Sep 2023 03:34 PM (IST)

    કચ્છના તત્કાલીન કલેકટર પ્રદિપ શર્માની ફરી એકવાર ધરપકડ

    • કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે વધુ એક જમીન કૌભાંડની CIDમાં ફરિયાદનો મામલો
    • તત્કાલીન કલેકટર પ્રદિપ શર્માની ફરી એકવાર ધરપકડ
    • સી.આઇ.ડી ક્રાઇમ એ પ્રદિપ શર્મા તથા બિલ્ડર સંજય શાહની ધરપકડ કરી
    • આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરાશે
    • કલેક્ટર અને ના. કલેક્ટરે ભુજની સરકારી ખરાબાની કરોડોની જમીન ગેરકાયદે ખાનગી પાર્ટીને વેચ્યાનો આરોપ
    • જમીન મુલ્યાકંન સમયે શરતભંગ છંતા જમીન મંજુર કરી હોવાનો આરોપ
  • 22 Sep 2023 01:57 PM (IST)

    Gujarat News Live : લાલુ-તેજસ્વી યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં હાજર થવાનો આદેશ

    રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટની નોંધ લીધી છે. આ કેસમાં કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટે તમામને 4 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

  • 22 Sep 2023 12:37 PM (IST)

    Gujarat News Live : સનાતન ધર્મ પર ટિપ્પણી મુદ્દે ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાને સુપ્રીમ કોર્ટની નોટિસ

    સુપ્રીમ કોર્ટે આ મામલે ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાને નોટિસ ઈસ્યું કરી છે અને ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાના નિવેદનો વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચેન્નાઈના એક વકીલે ઉદયનિધિ અને રાજા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે, આ સિવાય અન્ય ઘણી માંગણીઓ પણ કરવામાં આવી છે.

  • 22 Sep 2023 11:02 AM (IST)

    Gujarat News Live : બીજેપી હેડક્વાર્ટર પહોચેલા PM મોદીનું મહિલા કાર્યકર્તાઓએ કર્યુ ભવ્ય સ્વાગત

    દેશમાં 27 વર્ષ બાદ ઈતિહાસ રચાયો છે. રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર થઈ ગયું છે. આ બિલની વિરુદ્ધમાં એક પણ વોટ પડ્યો નથી. બિલ પાસ થયા બાદ પીએમ મોદીએ ફેસબુક પર મહિલા સાંસદો સાથે ફોટો શેર કરીને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે બીજેપી હેડક્વાર્ટરમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

  • 22 Sep 2023 10:52 AM (IST)

    Gujarat News Live : જામનગરના ધ્રોલમાં પિતાએ કરી માસૂમ પુત્રની હત્યા

    જામનગરના ઘ્રોલમાં પોતાનુ સંતાન ના હોવાની શંકાએ પિતાએ પોતાના સૌથી નાના પૂત્રની હત્યા કરી નાખી છે. પોતાનું સંતાન ના હોવાની શંકાએ દંપતી વચ્ચે આવારનવાર ઝઘડો થતો હતો.પત્ની મોરબી ગઈને પિતાએ ચાર વર્ષીય પુત્રને તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસે પિતા સામે હત્યાની ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી. આરોપીને પાંચ સંતાન પૈકી મૃતક સૌથી નાનો દીકરો હતો.

  • 22 Sep 2023 10:06 AM (IST)

    Gujarat News Live : ભરૂચ- દહેજ રોડ પર ટોલનાકા પાસે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

    ચોમાસામાં ભરૂચ દહેજ રોડની હાલત ખરાબ થતા, સ્થાનિકોએ ટોલનાકા ખાતે ચક્કાજામ કર્યો છે. વારંવારની રજૂઆત છતા, જે રોડ માટે ટોલ વસૂલવામાં આવે છે તે ભરૂચ- દહેજ રોડની હાલત ખરાબ રહેતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોના ચક્કાજામ બાદ, ભરૂચ પોલીસની દરમયાનગીરીથી વાહન વ્યવહાર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ચક્કાજામને કારણે દહેજ GIDCના કર્મચારીઓ અટવાયા હતા.

  • 22 Sep 2023 09:13 AM (IST)

    Gujarat News Live : સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સમયે 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું

    સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરતા સમયે 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું હતું. વિમાનમાં સવાર 6 યાત્રીના જીવ તાળવે ચોટ્યા હતા. ટાયર ફાટવાને કારણે રન-વે 2 કલાક બંધ કરાયો હતો. ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટે આકાશમાં 3 ચક્કાર માર્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. એર એશિયાની દિલ્હીની ફ્લાઇટે પણ આકાશમાં 5 ચક્કાર માર્યા બાદ લેન્ડિંગ કર્યું હતું. ગુરૂવારે રાતે 9 વાગ્યે એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે ટાયર બર્સ્ટ થયું હતું. જો કે, કેપ્ટને સુરક્ષાપૂર્વક લેન્ડિંગ કરાવી દીધું હતું.

  • 22 Sep 2023 09:03 AM (IST)

    Gujarat News Live : કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં વૈજ્ઞાનિક સર્વેની માંગ પર આજે સુનાવણી

    મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ શુધાંશુ ધુલિયાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જુલાઈમાં અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

  • 22 Sep 2023 06:45 AM (IST)

    Gujarat News Live : મહિલા અનામત બિલ પસાર થયા બાદ સંસદના બંને ગૃહો અનિશ્ચિત સમય માટે સ્થગિત

    સંસદનું વિશેષ સત્ર: નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થયા પછી, સંસદના બંને ગૃહો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે.

Published On - Sep 22,2023 6:43 AM

Follow Us:
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
g clip-path="url(#clip0_868_265)">